SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ચંપાનગરીમાં પાલિત નામનો ૨૧ શ્રાવક હતો. ભગવાન મહાવીર સમુદ્રપાલીય) સ્વામીનો એ શિષ્ય હતો. એ આ જિનશાસનને જાણવાવાળો પંડિત હતો. વેપાર કરવા વાસ્તે એ “પિહુંડ' નામે નગરમાં જાય છે. ત્યાં એક વણિક કન્યાની સાથે એના લગ્ન થાય છે, એ એક પુત્રનો પિતા બને છે-એ પુત્રનું નામ એ સમુદ્રપાલ રાખે છે. સમુદ્રપાલ બોતેર કલામાં પારંગત થાય છે, એ નીતિવાન અને રૂપવાન છે. રુપિણી' નામે કન્યાને એ પરણે છે. એક દિવસ એ રાજમાર્ગ પર થઈને વધ્યભૂમિ પર લઇ જવાતા એક વધ્યપુરુષને જુએ છે. એ જોઈને એ કર્મોની વિડંબનાનું ચિંતન કરે છે, એમાંથી વિરક્તિ પેદા થાય છે, એ દીક્ષા લે છે. દશ ગાથાઓમાં આટલો પ્રસંગ બતાવ્યો છે. તે પછી અગિયારમીથી ચોવીશમી ગાથા સુધી સમુદ્રપાલ કેવું ઉત્તમ ચરિત્રપાલન કરે છે. એ વાત ઉપદેશાત્મક શૈલીમાં બતાવી છે. આ અધ્યયનમાં ૨૪ ગાથાઓ છે.
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy