SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનુ નિવેદન જૈન શિક્ષાવલીની પ્રથમ શ્રેણી સ. ૨૦૧૫ના માહ વિદે ૧૩ તા. ૭–૩–૫૯ તે રાજ સુદરાબાઈ હાલમાં માનનીય શ્રી. મંગળદાસ પકવાસાનાં અધ્યક્ષસ્થાને યેાજાયેલા ભવ્ય સમારંભમાં પ્રકાશન પામી. આ વખતે મુંબઈ રાજ્યવિધાનપરિષના પ્રમુખ શ્રૌ. ભાગીલાલ લાલા અતિથિવિશેષ તરીકે પવાર્યા હતા અને શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહ, શ્રી. ગણપતિશંકર દેસાઈ તથા રેવ૦ ફાધર વિલિયમ્સે જૈન ધર્મની શિક્ષા અને અસર વિષે મનનીય પ્રવચને કર્યાં હતાં. ઉપરાંત આ શિક્ષાવલીના લેખક શ્રી. ધીરજલાલ શાહે અવધાનના અદ્ભુત પ્રયોગા કરીને તથા અધ્યાત્મવિશારદ ડૉ. મૂળશંકરભાઈ એ અતી દ્રિય જ્ઞાનના કેટલાક ચમત્કારિક પ્રયાગા બતાવીને શ્રેાતાઓને આત્મશક્તિને પરિચય આપ્યા હતા. ટૂંકમાં પ્રથમ શ્રેણી પૂર્ણાંક પ્રકાશિત થઈ હતી અને તે સારા લેાકાદર પામી હતી. સુયોજિત જ્ઞાનમહાત્સવ એ વખતે થયેલી જાહેરાત અનુસાર આજે ખીજી શ્રેણીનાં ૧૨ પુસ્તકા પ્રકટ થઈ રહ્યાં છે અને તે પણ પ્રથમ શ્રેણી જેવાં જ લેાકાદર પામશે એમ માનીએ છીએ. આ શ્રેણીમાં લેખક તરીકે સહકાર આપવા માટે પૂ. ૫. મ. શ્રી. ધુરંધરવિજયજીના, પૂ. મુ. શ્રી. કીર્તિવિજયજીને, પૂ. મુ. શ્રી. ભદ્રગુપ્તવિજયજીના તથા પૂ. મુ. શ્રી. તત્ત્વાનવિજયજીના તેમજ તેમને અનુમતિ આપવા માટે તેમના ગુરુવર્યોના અંતઃકરણપૂર્વક અભાર માનીએ છીએ. ઉપરાંત જેમણે સલાહસૂચના આપીને અમારૂં કા સરળ બનાવ્યું છે, તેમનેા પણ હાર્દિક આભાર માનીએ છીએ. સહુના સહકારથી સાહિત્યપ્રચારનું કાર્ય યશસ્વી અનેા એ જ અભિલાષા. પ્રકાશક તા. ક.—વિશેષ આભારદર્શન બારમા પુસ્તકના પ્રારંભમાં આપ્યું છે, તે જોઈ લેવાની ખાસ ભલામણ છે.
SR No.022553
Book TitleJain Shikshavali Nayvichar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy