SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તેવી રીતે હાથ ઘાલવામાં આવેલ છે, તેમાં સંશયને અવકાશ નથી. કારણ કે-સંસ્કૃતિનું કેન્દ્ર તોડ્યા વિના સંસ્કૃતિ મરે નહીં અને મૂળ સંસ્કૃતિ તોડ્યા વિના સીવીલાઈઝની સંસ્કૃતિનું સ્થાન જમાવી શકાય નહીં અને એ વિના યુરોપની પ્રગતિ થઈ શકે નહીં. યુરોપની કે ગૌરાંગ પ્રજાની વિશેષ પ્રગતિ કરવી હોય, તો સીવીલાઈઝની સંસ્કૃતિને આગળ વધારવી જોઈએ અને તેને આગળ વધારવા હરીફ સંસ્કૃતિને ખસેડવી જોઈએ અને તેને ખસેડવામાં તેનાં મૂળ મથકો પણ તોડવા જોઈએ. તો જ યુરોપ પ્રગતિ કરી શકે, એ સ્વાભાવિક છે. તે કાર્ય રચનાત્મક યોજનાઓ મારફત કરવા માટે સૌથી પહેલાં અહીં કેળવણીનું ધોરણ બદલવામાં આવ્યું. ૧૮૧૩માં ખ્રિસ્તી ધર્મના પ્રચારને બ્રિટિશ પાર્લમેન્ટે કાયદો કરીને છૂટ આપી. આર્યસમાજ વગેરે મૂળ ચુસ્તતાથી ખસી ગયેલા વર્ગો ઊભા થયા, તેને આડકતરો રાજ્યાશ્રય મળ્યો અને તેણે એકે ઝપાટે વેદો સિવાયનાં, ભારતીય બુદ્ધિથી રચાયેલા તમામ સાહિત્યોને જાહેરમાં ખોટાં ઠરાવ્યાં અને મહા પાપ વહોર્યું. આ દેશમાં થઈ ગયેલા લાખો સાચા બુદ્ધિશાળી પુરુષોનું અપમાન થયું. એ રીતે પ્રાચીનને બદલે પોતાની શાળા-કોલેજોમાં પણ નવી વિદ્યાનાં પુસ્તકોના પ્રચારને જગ્યા મળી. જુઓ સ્વદેશીપણું !! પ્રાર્થનાસમાજ, આર્યસમાજ, થીઓસોફીસ્ટ વગેરે ખ્રિસ્તી ધર્મના કંઈક અનુકરણરૂપ સિદ્ધાંતોના પ્રચાર કરનારા
SR No.022550
Book TitleSyadvad Ane Sarvagnata
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2005
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy