SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે સ્વદેશી મેઈડ ઈન ઈંડિયાના માર્યા ઉપર પ્રજાનું મન કેન્દ્રિત કરી દઈશું અને એ બાબતનું સ્પષ્ટ બીજ આપણને નહેરુ યોજનામાં મળશે. ' અર્થાત્ “દેશનાયકો વગેરે સુધારક વર્ગ એટલે – પરદેશીઓના હેતુઓ પાર પાડી આપનાર પરદેશીઓએ ગોઠવવા ધારેલ ભાવિ કાર્યક્રમોની જાહેરાત ફેલાવનાર– તેઓએ જ આ દેશમાં ઉત્પન્ન કરેલ-એક વર્ગ” આ વ્યાખ્યા એટલી બધી વ્યાપક છે કે તેને જ્યાં લાગુ પાડવી હશે ત્યાં લાગુ પાડી શકાશે. પરદેશીઓ આ દેશમાં આવ્યા પછી અનુક્રમે પ્રજાજીવનના અનેક અંશોમાં પોતાના સ્વાર્થો ગોઠવ્યે જાય છે. તેની જાહેરાત કરનારો એક વર્ગ કાયમ તેમને મળી રહે છે તેનું નામ સુધારકો, દેશનાયકો, સ્વયંસેવકો, કોંગ્રેસવાદીઓ, પ્રધાનો કોમ્યુનિસ્ટ, સામ્યવાદી વગેરે જુદા-જુદા વખતે પહેલાં જુદાં જુદાં નામો છે, મૂળ વર્ગ એક જ છે. પરદેશી વ્યાપાર, કેળવણી, રેલવે, મ્યુનિસિપાલિટીના જમાનામાં તેને ટેકો આપનારા એક વખત હતા. તે જ વર્ગ આજે ખેતી, ગ્રામ્યોદ્યોગ, ડેરી, કંપનીઓ, વિશ્વધર્મ વગેરે પ્રોગ્રામો માટે પ્રધાનો અને દેશનાયકોના સ્વરૂપમાં પરદેશીઓને મળી ગયો છે. લંબાણ ભયથી ખેતી, હસ્તોદ્યોગની ખીલવટ, કેળવણી, ગ્રામ્યોદ્ધાર વગેરેમાં તે કેવી રીતે મદદગાર છે, તે અત્રે લાગુ પાડી બતાવી નથી. સારાંશ કે–શુદ્ધ સ્વદેશી એટલે “મેઈડ ઈન ઇંડિયાના માલની જાહેરાત માટેનું ઉત્તમોત્તમ સાધન. આ
SR No.022550
Book TitleSyadvad Ane Sarvagnata
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2005
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy