________________
(૩૫૨) विकाशिकुसुमाकीणं । स्निग्धसांद्रहरिद्रुमं ॥ तेने तारकितव्योम-भ्रमं तद्वनमयपि ॥४१॥
અર્થ_વિકસ્વર પુષ્પથી ભરેલ તથા ઘાટાં લીલાં વૃક્ષવાળે તે બગીચો દિવસે પણ તારાઓવાળા આકાશનો ક્રમ ઉપજાવતો હત
सद्रसास्वादनफला । सच्छायाशुकविप्रिया । दृष्टा धनं धिनोतिस । वाटिका नाटिकेव सा ॥४३ ॥
અર્થ:-મનહર રસના સ્વાદરૂપી ફલવાળી ઉત્તમ છાયાવાળી તથા શુપક્ષિઓને (શીઘ કવિઓને) પ્રિય એવી તે વાડી નાટિકાની પેઠે ધનશ્રેષ્ટિને ખુશ કરવા લાગી. ૪૩ છે
जीयास्तां वृक्षजीवातू । कलाकर करौ तव ॥ एवं निःस्पृहबंदीव । तं स्तौतिस मुहुर्मुहुः ॥ ४४ ॥
અર્થ:- હે કલાકર! વૃક્ષને પુષ્ટ કરનારા તારા બન્ને હાથ જય પામ? એવી રીતે લાલચવિનાના બંદીની પેઠે ધનશ્રેષ્ટી તેની વારેવાર સ્તુતિ કરવા લાગ્યો. એ ૪૪
अयमुच्चैः कलासम । कर्म नीचैर्न चाहति ॥ ध्यात्वेति तं वनारी-कृत्य स्वाट्टे न्यवेशयत् ॥ ४५ ॥
અર્થ–આ ઉચા પ્રકારની કલાવાળા માણસ નીચાં કાર્ય કરે વાને લાયક નથી, એમ વિચારીને ધનશ્રેષ્ટિએ તેને બગીચામાંથી દૂર કરીને પોતાની દુકાને બેસાડ. | ૫ |
जग्राह ग्राहकादेष । मृदुवाग्दानतो धनं ॥
अकोपनो गोप इव । धेनुदुग्धं तृणार्पणात् ।। ४६ ॥ “ અર્થ ગુસ્સો નહિ કરનારો ગોવાળ ગાયને ઘાસ આપીને જેમ દૂધ ગ્રહણ કરે તેમ તે ત્યાં મિષ્ટ વચન આપીને ગ્રાહકે પાસેથી ધન લેવા લાગે છે ૪૬ છે
कलावत्युदिते नित्यं । तस्मिन्नमृतवर्षिणि ॥ मुखमुद्राभवच्छेष-हटेषु कुमुदेविव ॥ ४७ ॥
અર્થ:–એવી રીતે અમૃત વર્ષનારે તે કલાવાન સમુદ્રદત્ત હમેશાં ઉદય પામવાથી કુમુદની પેઠે બાકીની દુકાન પર મુખમુદ્રા થઈ એટલે ગ્રાહકોવિના તાલાં દેવાઈ ગયા. ૪૭ છે
महर्घ्यमपि तस्याहाद् । ग्राहका वस्तु गृह्णुते ॥ पुनर्मुधापि नान्येभ्यः । प्रजारागो हि दुर्लभः ॥ ४८ ॥