SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૬ ભાષ્યઃ अलोभः शौचलक्षणम् । शुचिभावः शुचिकर्म वा शौचम् । भावविशुद्धिर्निष्कल्मषता, धर्मसाधनमात्रास्वपि अनभिष्वङ्ग इत्यर्थः । अशुचिर्हि भावकल्मषसंयुक्त इहामुत्र चाशुभफलमकुशलं कर्मोपचिनोति, उपदिश्यमानमपि च श्रेयो न प्रतिपद्यते तस्माच्छौचं धर्म इति ४ ॥ ॥ ભાષ્યાર્થ : મનોમઃ • કૃતિ ।। અલોભ શોચનું લક્ષણ છે. શુચિભાવ અથવા શુચિકર્મ શૌચ છે. ભાવવિશુદ્ધિ, નિષ્કલ્મષતા, ધર્મસાધનમાત્રમાં પણ અનભિષ્યંગ શૌચ છે. =િજે કારણથી, અશુચિ એવો જીવ ભાવકલ્મષથી સંયુક્ત આલોકમાં અને પરલોકમાં અશુભ ફ્ળવાળા અકુશલકર્મનો ઉપચય કરે છે. ઉપદેશ અપાતો પણ શ્રેયને સ્વીકારતો નથી, તે કારણથી શૌચધર્મ છે. ‘કૃતિ’ શબ્દ શૌચધર્મની સમાપ્તિ માટે છે. ૪।। ભાવાર્થ: ૮૧ (૪) શૌચયતિધર્મ આત્મા બાહ્ય પદાર્થ પ્રત્યે સંશ્લેષને કારણે મલિન થાય છે. બાહ્ય પદાર્થના સંશ્લેષના અભાવરૂપ અલોભનો પરિણામ એ શૌચનું લક્ષણ છે. શૌચને સ્પષ્ટ કરવા અર્થે ભાષ્યકારશ્રી કહે છે -- શુચિભાવ એ શૌચ છે અર્થાત્ કોઈ પદાર્થ પ્રત્યે સર્વથા સંશ્લેષના અભાવરૂપ શુચિભાવ એ શૌચ છે. શુચિકર્મ એ શૌચ છે અર્થાત્ કોઈ પદાર્થમાં ક્યાંય સંશ્લેષ ન થાય તે રીતે મન-વચન-કાયાની ક્રિયા કરવામાં આવે તે શુચિકર્મરૂપ શૌચ છે. શૌચનો જ અર્થ સ્પષ્ટ કરતાં કહે છે ભાવની વિશુદ્ધિરૂપ નિષ્કલ્મષતા એ શૌચ છે. તેનાથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરે છે ધર્મના સાધન માત્રમાં પણ અનભિષ્યંગ શૌચ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ધર્મના સાધનરૂપ દેહ, વસ્ત્ર, પાત્ર કે વસતિ આદિને સાધુ ગ્રહણ કરે છે અને તે સર્વમાં લેશ પણ મમત્વ ધારણ કરતા નથી; પરંતુ સર્વ ભાવો પ્રત્યે સમભાવના પરિણામવાળા હોવાથી સર્વ બાહ્ય પદાર્થો પ્રત્યે ઉપેક્ષાનો પરિણામ ધારણ કરે છે. ધર્મની વૃદ્ધિ અર્થે જ સાધુને ધર્મનાં સાધનોને ધારણ કરવાનો પરિણામ છે. આથી જ ધર્મના સાધનરૂપ દેહનું પણ ધર્મમાં ઉપખંભક થાય તેટલું જ પાલન કરે છે, પરંતુ શાતા અર્થે દેહનું પાલન કરતા નથી. આવા મુનિઓને કોઈ પદાર્થ પ્રત્યે મમત્વ નથી તે જ શૌચપરિણામ છે. જે સાધુ અશુચિ છે=શૌચ પરિણામવાળા નથી, તેઓ ભાવકલ્મષથી સંયુક્ત છે
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy