SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સૂત્રાર્થ અને તેનાથી=કર્મના વિપાકથી, નિર્જરા છે. II૮/૨૪॥ ભાષ્યઃ - તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૨૪, ૨૫ ततश्च=अनुभावात्, कर्मनिर्जरा भवति । निर्जरा क्षयो वेदनेत्यनर्थान्तरम् । अत्र चशब्दो દેત્વન્તરમપેક્ષતે । ‘તપસા નિર્ના ૬' (અ. ૧, સૂ. ૩) કૃતિ વક્ષ્યતે ॥૮/૨૪।। ભાષ્યાર્થ : તતને .... વક્ષ્યતે ।। અને તેથી=કર્મના અનુભાવથી, કર્મની નિર્જરા થાય છે. નિર્જરાના પર્યાયવાચી બતાવે છે – નિર્જરા, ક્ષય, વેદના અનર્થાંતર છે=એકાર્થવાચી શબ્દો છે. અહીં=પ્રસ્તુત સૂત્રમાં, ‘ચ’ શબ્દ હેતુઅંતરની=અન્ય હેતુની, અપેક્ષાવાળો છે. તે હેતુઅંતર જ સ્પષ્ટ કરે છે ‘અને તપથી નિર્જરા થાય છે’ (અધ્યાય-૯, સૂત્ર-૩) તે પ્રમાણે કહેવાશે. ।।૮/૨૪ા — ભાવાર્થ : જે જે કર્મ વિપાકમાં આવે છે તે પોતાનું કાર્ય કરીને આત્મપ્રદેશોથી પૃથક્ થાય છે. તેથી વિપાકથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. આ નિર્જરા બે પ્રકારની છે : (૧) સકામનિર્જરા અને (૨) અકામનિર્જરા. આ બન્ને પ્રકારની નિર્જરામાં કર્મની સત્તાની સ્થિતિના ઉ૫૨નાં સ્થાનોમાંથી કર્મદલિકોના રસનું અપવર્તન કરીને કર્મદલિકોનો ઉદય આવલિકામાં પ્રક્ષેપ કરાય છે. તેથી રસના અપવર્તનને કારણે ક્ષીણ શક્તિવાળા થયેલા તે દળિયા પોતાનું કંઈક કાર્ય કરીને નિર્જરાને પામે છે. સામાન્ય રીતે દુ:ખો વેઠીને જીવ અકામનિર્જરા કરે છે ત્યારે ખરાબરૂપે વેદન કરવા યોગ્ય તે કર્મ ક્ષીણ થવાથી જીવમાં ક્યારેક ગુણની પણ પ્રાપ્તિ થાય છે તો ક્યારેક તે કષ્ટના વેદનકાળમાં તીવ્ર આર્તધ્યાનાદિ થાય તો તે જીવ અધિક ક્લિષ્ટ કર્મો બાંધે છે. તોપણ ઉદયમાન કર્મો પ્રતિકૂળરૂપે હોય કે અનુકૂળરૂપે હોય તે સર્વનું વેદન થઈને આત્માથી છૂટાં પડે છે તે નિર્જરા છે. જે મહાત્માઓ ઉચિત પ્રવૃત્તિ કરીને અત્યંતરતપ અને બાહ્યતપ દ્વારા ઘણાં કર્મોને ઉદય આવલિકામાં પ્રક્ષેપ કરે છે ત્યારે, વિપુલ પ્રમાણમાં કર્મની નિર્જરા થાય છે, જે સકામનિર્જરા છે. તે પણ કર્મના વિપાકથી જ થાય છે; ફક્ત તે કર્મનો વિપાક સકામનિર્જરામાં પ્રદેશોદયરૂપે હોય છે તો વળી અકામનિર્જરામાં ફલ આપે તેવો વિપાકોદયરૂપે હોય છે, પરંતુ કર્મનો ઉદય થયા વગર નિર્જરા થતી નથી. II૮/૨૪॥ ભાષ્યઃ उक्तोऽनुभावबन्धः, प्रदेशबन्धं वक्ष्यामः
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy