SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧૨ સ્ત્રીનું પણ શરીર ભિન્ન ભિન્ન આકારવાળું પરસ્પર દેખાય છે તેનું નિયામક નિર્માણનામકર્મ છે. તેથી નિર્માણનામકર્મના અનુસાર સ્ત્રી-પુરુષ-નપુંસક શરીરની પ્રાપ્તિ અને તે તે વિલક્ષણ આકારની પ્રાપ્તિ થાય છે. વળી સંસારી જીવોનું જે શરીર બને છે તેમાં શરીરનો શુભ ભાવ, શરીરની સુંદર શોભા અને શરીરમાં અનેક મંગલકારી લક્ષણો શુભનામકર્મના ઉદયથી થાય છે. આથી જ તીર્થકરોના પ્રકૃષ્ટ શુભનામકર્મના કારણે ૧૦૦૮ લક્ષણથી યુક્ત શરીર બને છે. વળી સંસારી જીવો શરીરની રચના કરે છે ત્યારે પાંચ પર્યાપ્તિઓની પ્રાપ્તિ છે. ભાષ્યકારશ્રીએ મનનો ઇન્દ્રિયપર્યાપ્તિમાં અંતર્ભાવ કરેલ છે, તેથી પાંચ પર્યાપ્તિ ગ્રહણ કરેલ છે. અન્ય મતાનુસાર મનપર્યાપ્તિને પૃથગુ પણ ભાષ્યકારશ્રીએ ગ્રહણ કરેલ છે. તેથી ૬ પર્યાપ્તિ છે. વળી જીવ ઉત્પન્ન થાય છે ત્યારે જે આહારના પુદ્ગલો ગ્રહણ કરે છે, તે પુદ્ગલોને શરીર આદિ બનાવવા માટે પાંચ વિભાગથી ગ્રહણ કરે છે તે આહારપર્યાપ્તિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગ્રહણ કરાયેલા આહાર પુદ્ગલોને અન્ય પાંચ પર્યાપ્તિરૂપે વિભાજન કરવું તે આહારપર્યાપ્તિ છે. જેમ ગૃહનિર્માણ માટે ઘરની સામગ્રીના દલિકો એકઠા કરાય છે તેમ પાંચ પર્યાપ્તિને અનુકૂળ દલિકનું ગ્રહણ આહારપર્યાપ્તિથી થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે આહારપર્યાપ્તિથી જે દલિક ગ્રહણ થાય છે તે દલિકોમાં પણ પરસ્પર કોઈક વિશેષતા છે. તેમાંના કેટલાક દલિકો શરીરપર્યાપ્તિ માટે ઉપયોગી થાય તેવા છે, કેટલાક દલિકો ઇન્દ્રિયપર્યાપ્તિ માટે ઉપયોગી થાય તેવા છે, કેટલાક દલિકો શ્વાસોચ્છવાસપર્યાપ્તિ માટે ઉપયોગી થાય તેવા છે, કેટલાક દલિકો મનપર્યાપ્તિ માટે ઉપયોગી થાય તેવા છે અને કેટલાક દલિકો ભાષાપર્યાપ્તિ માટે ઉપયોગી થાય તેવા છે. આ પુદ્ગલોમાંથી શરીરયોગ્ય પગલોને શરીરરૂપે સંસ્થાનની ક્રિયાની સમાપ્તિ થાય અર્થાત્ શરીરરૂપે રચનાની સમાપ્તિ થાય તે શરીરપર્યાપ્તિ છે. વળી ઇન્દ્રિયયોગ્ય પુલોમાંથી પાંચેય ઇન્દ્રિયોનું અને મનયોગ્ય પગલોમાંથી મનનું નિર્માણ ઇન્દ્રિયપર્યાપ્તિ કરે છે. ઇન્દ્રિયપર્યાપ્તિ પૂરી થાય ત્યારે ઇન્દ્રિયની અને મનની રચનાની સમાપ્તિ થાય છે. વળી કેટલાક મનપર્યાપ્તિને પૃથ– ગ્રહણ કરે છે. તેમના મત પ્રમાણે મનપર્યાપ્તિ સર્વ પર્યાપ્તિના ઉત્તરમાં થાય છે. વળી આ ત્રણ પર્યાપ્તિઓ તે તે પુદ્ગલોથી તે તે શરીરાદિની રચનારૂપ હોવાથી તેમાં શક્તિ શબ્દનો પ્રયોગ ભાષ્યકારશ્રીએ કર્યો નથી. જેમ આહારપર્યાપ્તિ પૂરી થયા પછી તે પર્યાપ્તિ દ્વારા જ ઉત્તરના શરીરના નિર્માણના પગલો શરીરપર્યાપ્તિથી જ થાય છે અને ઇન્દ્રિય નિર્માણના પુદ્ગલો ઇન્દ્રિયપર્યાપ્તિથી જ થાય છે. વળી ઇન્દ્રિયપર્યાપ્તિ થયા પછી શ્વાસોચ્છવાસવર્ગણાને ગ્રહણ કરી શકે તેવા દારિક પુદ્ગલોથી નિર્માણ થયેલી શ્વાસોચ્છવાસપર્યાપ્તિ છે. શ્વાસોચ્છવાસપર્યાપ્તિમાં તેવી શક્તિ છે કે તેના દ્વારા જીવ શ્વાસોચ્છવાસવર્ગણાનું ગ્રહણ અને નિસર્ગ કરે છે. તે રીતે ઔદારિક વર્ગણાથી ભિન્ન એવા ભાષાયોગ્ય દ્રવ્યને ગ્રહણ અને નિસર્ગ કરવાની શક્તિરૂપ ભાષાપર્યાપ્તિ પ્રગટ થાય છે. આ ભાષાપર્યાપ્તિ મનુષ્ય-તિર્યંચોને દારિક પુદ્ગલોની બનેલી છે, જ્યારે દેવ-નારકોને વૈક્રિય પુગલોની બનેલી છે.
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy