SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪| અધ્યાય-૮ | સૂત્ર-૧૨ ‘ત્તિ' શબ્દ શરીરનામકર્મના પાંચ પ્રકારની સમાપ્તિ અર્થે છે. અંગોપાંગનામકર્મ ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે – દારિકશરીરસંગોપાંગનામકર્મ, વક્રિયશરીરસંગોપાંગનામકર્મ, આહારકશરીરસંગોપાંગનામકર્મ, વળી એકેક દારિકશરીરસંગોપાંગનામકર્મ આદિ એકેક, અનેક પ્રકારનું છે. તે આ પ્રમાણે – તેમાં અંગતામકર્મ (આ પ્રમાણે છે –) શિરવામકર્મ, ઉરનામકર્મ, પૃષ્ઠનામકર્મ, બાહુનામકર્મ, ઉદરનામકર્મ, પાદનામકર્મ. ઉપાંગનામકર્મ અનેક પ્રકારનું છે. તે આ પ્રમાણે – સ્પર્શતામકર્મ, રસનામકર્મ, ઘાણનામકર્મ, ચક્ષુનામકર્મ, શ્રોત્રનામકર્મ. તથા મસ્તિક, કપાલ, કુકાટિકા, શંખલ, લાટ, તાળવું, કપાળ, દાઢી, ચિબુક, દશન, ઓષ્ઠ, ભ્રમર, નયન, કર્ણ, નાસિકાદિ ઉપાંગ મસ્તકતા છે. એ પ્રમાણે સર્વ અંગ-ઉપાંગોનાં નામક છે. જાતિમાં લિંગ અને આકૃતિની વ્યવસ્થાનું નિયામક નિમણનામકર્મ છે. નિર્મિત એવા શરીરની પ્રાપ્તિ થયે છતે બંધ=શરીરનો જીવપ્રદેશ સાથે બંધક, બંધનનામકર્મ છે. અન્યથા વાલુકાના રેતીના, પુરુષની જેમ અબદ્ધ શરીરો થાય. બદ્ધ થયેલા શરીરનું પ્રચય વિશેષથી સંઘાતવિશેષ જાતક સંઘાતનામકર્મ છે, કાષ્ઠ, માટીના પિંડ અને લોખંડના પિંડના સંઘાતની જેમ. સંસ્થાનનામકર્મ છ પ્રકારનું છે. તે આ પ્રમાણે – સમચતુરસસંસ્થાનવામકર્મ, વ્યગ્રોધપરિમંડલસંસ્થાનનામકર્મ, આદિસંસ્થાનનામકર્મ, કુબ્નસંસ્થાનનામકર્મ, વામન સંસ્થાનનામકર્મ, હુડકસંસ્થાનનામકર્મ. ‘તિ' શબ્દ સંસ્થાનનામકર્મના છ પ્રકારોની સમાપ્તિ અર્થે છે. સંઘયણનામકર્મ છ પ્રકારનું છે. તે આ પ્રમાણે – વજઋષભતારાચસંઘયણતામકર્મ, અર્ધવજઋષભતારાચસંઘયણનામકર્મ, તારાચસંઘયણનામકર્મ, અર્ધનારાચસંઘયણનામકર્મ, કીલિકાસંઘયણનામકર્મ, સૃપાટિકાસંઘયણનામકર્મ. રતિ' શબ્દ સંઘયણનામકર્મના છ પ્રકારોની સમાપ્તિ અર્થે છે. સ્પર્શનામકર્મ આઠ પ્રકારનું કઠિનનામકર્માદિ. રસનામકર્મ અનેક પ્રકારનું તિક્તનામકર્માદિ. ગંધનામકર્મ અનેક પ્રકારનું સુરભિગંધનામકમદિ. વર્ણનામકર્મ અનેક પ્રકારનું કાલનામકમદિ. બીજી ગતિમાં ઉત્પત્તિની કામનાવાળા જીવને અંતરંગ ગતિમાં-અંતરાલમાં, વર્તતા જીવને તેના અભિમુખ=નવી ગતિને અભિમુખ, આનુપૂર્વીથી તેના પ્રાપણમાં સમર્થ=પ્રાપ્ત કરવા યોગ્ય ગતિના પ્રાપણમાં સમર્થ, આનુપૂર્વીનામકર્મ છે. નિર્માણનામકર્મથી નિર્મિત શરીર અને અંગોપાંગતા વિલિવેશનો જે ક્રમ=સ્થાપવાનો જે ક્રમ, તેનું નિયામક આનુપૂર્વી છે તેમ બીજા કહે છે. અગુરુલઘુના પરિણામનું નિયામક અગુરુલઘુનામકર્મ છે. શરીર, અંગ અને ઉપાંગનું ઉપઘાતક ઉપઘાતનામકર્મ છે. અથવા સ્વપરાક્રમ અને વિજય આદિના ઉપઘાતનું જનક ઉપઘાતનામકર્મ છે.
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy