SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ તસ્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧૧, ૧૨ સૂત્રાર્થ : નારક=નરકગતિ સંબંધી, તૂર્યગ્યોન=તિર્યંચગતિ સંબંધી, માનુષ=મનુષ્યગતિ સંબંધી, અને દેવ-દેવગતિ સંબંધી, (એમ ચાર પ્રકારનાં આયુષ્ય છે એમ અન્વય છે.) Il૮/૧૧II ભાષ્ય : आयुष्वं चतुर्भेदम् - नारकं, तैर्यग्योनं, मानुषं, दैवमिति ।।८/११।। ભાષ્યાર્થ - ગયુ ફેવજિતિ આયુષ્ક ચાર ભેદવાળું છેઃ તારક=નરકગતિ સંબંધી આયુષ્ય, વૈર્યગ્યોત= તિર્યંચગતિ સંબંધી આયુષ્ય, માનુષમનુષ્યગતિ સંબંધી આયુષ્ય, અને દેવ–દેવગતિ સંબંધી આયુષ્ય. તિ' શબ્દ ચાર પ્રકારના આયુષ્યના ભેદોની સમાપ્તિ અર્થે છે. I૮/૧૧ાા ભાવાર્થ : આયુષ્યકર્મબંધને અનુકૂળ અધ્યવસાયથી આયુષ્યબંધ થાય છે. તે અધ્યવસાય પ્રમાદદશાનો પરિણામ છે. જે પરિણામમાં ચડ-ઊતર થતી હોય તેવા ઘોલના પરિણામથી આયુષ્ય બંધાય છે. શુભ અધ્યવસાયથી થતો આયુષ્યકર્મનો બંધ સદ્ગતિનો હોય છે જ્યારે અશુભ અધ્યવસાયથી થતો આયુષ્યકર્મનો બંધ દુર્ગતિનો હોય છે. સામાન્યથી મનુષ્ય તથા તિર્યંચોને પોતાના જીવનના ત્રીજા-ત્રીજા ભાગે જો તે પ્રકારનો અધ્યવસાય થાય તો ત્યારે આયુષ્ય બંધાય છે; અન્યથા જીવનના અંત સમયે તે બંધાય જ છે. દેવોને તથા પ્રાયઃ નારકોને જીવનના અંતિમ છ મહિનામાં આયુષ્ય બંધાય છે. તે આયુષ્યબંધાનુસાર તે તે ભવની પ્રાપ્તિ થાય છે. તે ભવ નવા કર્મબંધ, કર્મનો ઉદય, કર્મનો ક્ષયોપશમ, કર્મનો ઉપશમ આદિ પ્રત્યે દ્રવ્યાદિ પાંચ કારણો અંતર્ગત એક કારણ બને છે. તેથી અપેક્ષાએ ભવની પ્રાપ્તિ પણ ભાવિના હિત સાથે કે ભાવિના અહિત સાથે પ્રબળ કારણરૂપે જોડાયેલ છે. માટે ભાવિના અહિતના રક્ષણાર્થે ઉત્તરનો ભવ સુંદર પ્રાપ્ત થાય તે માટે સતત યત્ન કરવો જોઈએ. II૮/૧૧ અવતરણિકા :હવે ક્રમ પ્રાપ્ત નામકર્મના ભેદો કહે છે – સૂત્ર : गतिजातिशरीराङ्गोपाड्गनिर्माणबन्धनसवातसंस्थानसंहननस्पर्शरसगन्धवर्णानुपूर्व्यगुरुलघूपघातपराघातातपोद्योतोच्छ्वासविहायोगतयः प्रत्येकशरीरत्रससुभगसुस्वरशुभसूक्ष्मपर्याप्तस्थिरादेययशांसि सेतराणि तीर्थकृत्त्वं च ।।८/१२।।
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy