SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧૦ 33 માયા છે. આવા પ્રકારની માયા દેવગતિનું કારણ છે, તેથી તેવી માયા જ્યારે વર્તતી હોય તે વખતે જીવ મૃત્યુ પામે તો દેવગતિમાં જાય છે. વળી માયાના પ્રતિપક્ષનું ભાવન કરીને આર્જવભાવને પ્રગટ કરવા અર્થે ઉદ્યમ કરતા હોય તેમને માયાનો ક્ષયોપશમભાવનો પરિણામ હોવાથી તે ક્ષયોપશમભાવ ઉત્તર ઉત્તર વૃદ્ધિ પામીને મોક્ષનું કારણ છે. જીવ ક્ષયોપશમભાવના આર્જવભાવમાં મૃત્યુ પામે તો પ્રાયઃ દેવગતિમાં ઉત્પન્ન થાય છે. લોભકષાય : લોભના પર્યાયવાચી બતાવે છે લોભ, રાગ, ગૃદ્ધિ, ઇચ્છા, મૂર્છા, સ્નેહ, કાંક્ષા, અભિષ્યંગ આ બધા એકાર્થવાચી શબ્દો છે. વસ્તુની પ્રાપ્તિનો અભિલાષ એ લોભ છે. વસ્તુ પ્રત્યેનો રાગ એ લોભનો પર્યાય છે. ઇષ્ટવસ્તુમાં ગૃદ્ધિ એ પણ લોભનો જ પર્યાય છે. કોઈ વસ્તુની પ્રાપ્તિની ઇચ્છા તે પણ લોભનો જ પર્યાય છે. કોઈ વસ્તુની પ્રાપ્તિ થઈ હોય કે ન પણ થઈ હોય તોપણ વસ્તુ પ્રત્યેની મૂર્છા એ પણ લોભનો જ પર્યાય છે. વળી વસ્તુને જોઈને સ્નેહ થાય એ પણ લોભનો જ પરિણામ છે. વળી કોઈક વસ્તુને પ્રાપ્ત કરવાની કાંક્ષા છે તે પણ લોભનો પરિણામ છે. વળી કોઈક વસ્તુ પ્રત્યે અભિષ્યંગ=સ્નિગ્ધભાવ તે પણ લોભનો પરિણામ છે. લોભના તીવ્ર આદિ ચાર ભેદો છે. લાક્ષાના રંગ જેવો તીવ્ર અર્થાત્ અનંતાનુબંધી લોભ છે. તેથી એ પ્રાપ્ત થાય કે લાક્ષાનો રંગ વસ્ત્ર ઉપર લાગેલો હોય તે અત્યંત સ્થિર હોય છે. વસ્ત્ર જીર્ણ થાય તોપણ તે રંગ જાય નહીં તેમ જે જીવોને લોભમાં સુખની બુદ્ધિ છે, તેથી તે લોભ તેને ત્યાગ કરવા યોગ્ય ભાસતો નથી, પરંતુ સુખનું જ અંગ છે તેવી બુદ્ધિ છે, તેથી ક્યારેય નિવર્તન પામે તેવો નથી; ફળરૂપે અનંત અનુબંધવાળો છે અર્થાત્ તે લોભના સંસ્કારો ઉત્તર ઉત્તરના લોભને અસ્ખલિત ઉત્પન્ન કરવા સમર્થ છે. આવા પણ લોભ કષાયવાળો જીવ કોઈક નિમિત્તને પામીને સમ્યક્ત્વ પામે તો ઉત્તરમાં તે લોભ તેને અસાર જણાય છે; છતાં પૂર્વમાં તે લોભનો પરિણામ એવો તીવ્ર હતો કે જે અનંત અનુબંધને ચલાવે તેવું સામર્થ્ય ધરાવતો હતો. આવા પ્રકારના કષાયમાં મૃત્યુ પામનાર જીવ નરકગતિમાં જાય છે. આથી જ મમ્મણ શેઠ લોભકષાયને વશ સાતમી નરકમાં ગયા છે. વળી કર્દમરાગ જેવો મધ્યમ અર્થાત્ અપ્રત્યાખ્યાનીય લોભ છે. જેમ કાદવ વસ્ત્ર ઉ૫ર લાગે તે પ્રયત્નથી દૂર થઈ શકે છે, તોપણ સુખપૂર્વક તે કાદવનો ડાઘ જતો નથી. આ રીતે જેઓને લોભકષાય સાર જણાતો નથી, તોપણ લોભકષાયને કારણે ધનાદિ પ્રાપ્ત થતા હોય, ત્યારે તેને ત્યાગ ક૨વાનો પરિણામ થતો નથી. આવો લોભનો કષાય કર્દમ રાગ જેવો છે. આથી જ જેઓને કાંઈક ધર્મબુદ્ધિ છે, તપ-ત્યાગ પ્રત્યે બહુમાન છે તોપણ લોભને વશ ધનાદિ મળતા હોય ત્યારે તેને સંકોચ કરવાર્થે કોઈ પરિણામ થતો નથી, પરંતુ તેના પ્રત્યે મૂર્છા જ વર્તે છે. આવા પ્રકારના કષાયમાં મૃત્યુ પામનાર જીવ તિર્યંચગતિમાં જાય છે. વળી કુસુંભરાગ જેવો વિમધ્યમ અર્થાત્ પ્રત્યાખ્યાનીય લોભ છે, જે કર્દમરાગ કરતાં કંઈક સુખપૂર્વક
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy