SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪અધ્યાય-૧૦ | સૂત્ર-છ षाणामन्यतमस्मिन् देवतयोपपद्यते, तत्र सुकृतकर्मफलमनुभूय स्थितिक्षयात् प्रच्युतो देशजातिकुलशीलविद्याविनयविभवविषयविस्तरविभूतियुक्तेषु मनुष्येषु प्रत्यायातिमवाप्य पुनः सम्यग्दर्शनादिविशुद्धबोधिमवाप्नोति, अनेन सुखपरम्परायुक्तेन कुशलाभ्यासानुबन्धक्रमेण परं त्रिर्जनित्वा सिध्यતતિ ભાષ્યાર્થ : સ્વિતાના સિધ્યતીતિ . વળી હમણાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચરણસંપન્ન જે ભિક્ષ મોક્ષ માટે ઘટમાન=ચતતા કરનાર, કાલ-સંતન-આયુના દોષથી અલ્પશક્તિવાળા અને કર્મોના અતિગુરુપણાને કારણે અકૃતાર્થ જ=સંયમના રૂપે મોક્ષની પ્રાપ્તિરૂપ ફળને કર્યા વગર જ, ઉપરમ પામે છે=આયુષ્યની પૂર્ણાહુતિ કરે છે, તે તે સાધુ, સૌધર્માદિથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધીના કલ્પવિશેષમાંથી અન્યતમ વિમાનમાં દેવપણાથી ઉત્પન્ન થાય છે. ત્યાં સુકૃતકર્મના ફળનો અનુભવ કરીને સ્થિતિના ક્ષયથી= દેવભવની સ્થિતિના ક્ષયથી, ચ્યવન પામેલા દેશ, જાતિ, કુળ, શીલ, વિદ્યા, વિનય, વિભવ, વિષય, વિસ્તારવાળી વિભૂતિયુક્ત એવા મનુષ્યોમાં પ્રત્યાયાતિને પામીએ=ફરી જન્મને પામીને, વળી સમ્યગ્દર્શન આદિ વિશુદ્ધ બોધિને પ્રાપ્ત કરે છે. આ સુખ પરંપરાથી યુક્ત કુશલ અભ્યાસના અનુબંધતા ક્રમથી પ્રકૃષ્ટ ત્રણ જન્મથી સિદ્ધ થાય છે. ત્તિ” શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. II ભાવાર્થ : તત્ત્વાર્થસૂત્રના સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકારશ્રીએ બતાવેલ કે જે મહાત્મા સમ્યગ્દર્શનને પામીને જીવાદિ તત્ત્વોનું સમ્યજ્ઞાન પ્રાપ્ત કરે છે, શક્તિના અનુસાર અપ્રમાદથી તેનું સેવન કરે છે, તે મહાત્મા તે જ ભવમાં ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરીને સર્વ દુઃખોનો અંત કરે છે. વળી આ દુષમાકાળ છે, તેથી વર્તમાનકાલમાં સંયમ પાળનાર સાધુઓ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રથી સંપન્ન હોવા છતાં કાળ, સંઘયણ, આયુષ્યના દોષને કારણે અલ્પશક્તિવાળા છે. આ કાળમાં તથાસ્વભાવે જીવમાં મોક્ષસાધક યોગોની શક્તિ અલ્પ હોય છે. વળી વર્તમાનકાળમાં સંઘયણ બધાને છેવટું જ મળે છે. તેથી સંઘયણના કારણે પણ રત્નત્રયીની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરવાની શક્તિ જીવોને અલ્પ પ્રાપ્ત થઈ છે. વળી દુષમાકાળમાં જીવો અલ્પ આયુષ્યવાળા હોય છે. તેથી એટલા પરિમિત આયુષ્યમાં મોહના ઉન્મેલનનો ઉદ્યમ પણ અલ્પ થવાથી રત્નત્રયીની વૃદ્ધિ વિશેષ રીતે કરી શકતા નથી. વળી વર્તમાનકાળના જીવોમાં કર્મોનું અતિગુરુપણું છે, તેથી બહુલતાએ જીવો વિશેષ પ્રકારના મોહના ઉલનના યત્ન સ્વરૂપ રત્નત્રયીમાં ઉદ્યમ અલ્પ કરી શકે છે. તેથી અકૃતાર્થ જ=રત્નત્રયીના સેવન દ્વારા સર્વ કર્મોનો નાશ કર્યા વગર જ, આયુષ્યની પૂર્ણાહુતિ કરે છે. તેથી વર્તમાનકાળમાં સંયમ પાળનારા મહાત્મા વર્તમાનકાળના સંઘયણને અનુરૂપ રત્નત્રયીના સેવનના
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy