SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાવગમસુત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સુત્ર-૭ ૨૫૯ ભાષ્ય : अन्तरम् । सर्वस्तोका अष्टसमयानन्तरसिद्धाः, सप्तसमयानन्तरसिद्धाः, षट्समयानन्तरसिद्धा इत्येवं यावद् द्विसमयानन्तरसिद्धा इति सङ्ख्येयगुणाः, एवं तावदनन्तरेषु । सान्तरेष्वपि सर्वस्तोकाः षण्मासान्तरसिद्धाः, एकसमयान्तरसिद्धाः सङ्ख्येयगुणाः, यवमध्यान्तरसिद्धाः सङ्ख्येयगुणाः, अधस्ताद् यवमध्यान्तरसिद्धाः सङ्ख्येयगुणाः, उपरियवमध्यान्तरसिद्धा विशेषाधिकाः, सर्वे વિશેષાધિal: T. ભાષ્યાર્થ સત્તરમ્ .... વિરોષથવા | અંતર=સિદ્ધ થનારા જીવોના અંતરદ્વારને આશ્રયીને અલ્પબદુત્વ બતાવે છે – સર્વ થોડા આઠ સમય અનંતરસિદ્ધ છે. સાત સમય અનંતરસિદ્ધો, છ સમય અનંતરસિદ્ધો એ પ્રમાણે દ્ધિ સમય સુધી ક્રમશ: અનંતરસિદ્ધો સંખ્યયગુણા સંખ્યયગુણા છે. એ રીતે અનંતરોમાં=અનંતરસિદ્ધોમાં, અલ્પ-બહુત્વ કહેવાયું. સાંતરમાં પણ=અંતર સહિત સિદ્ધ થતારમાં પણ, સર્વ થોડા છ માસના અંતરવાળા સિદ્ધ છે. તેના કરતાં એક સમય અંતરસિદ્ધ સંખ્યયગુણા છે. તેના કરતાં યવમધ્ય અંતરસિદ્ધો સંખ્યયગુણા છે. નીચેના યવમધ્ય અંતરસિદ્ધો તેના કરતાં સંખ્યયગુણા છે. ઉપરિતન યવમળે અંતરસિદ્ધો વિશેષાધિક છે. અને અંતરવાળા સર્વ સિદ્ધો વિશેષાધિક છે. ભાવાર્થઅંતરદ્વારને આશ્રયીને અNબહુત :મોક્ષમાં જનારા જીવોમાં કેટલું અંતર પડે છે ? તેને આશ્રયીને અલ્પબહુત્વ બતાવે છે – કેટલાક કાળે આઠ સમય સુધી અંતર રહિત સિદ્ધ થનારા જેવો હોય છે અને જેઓ અત્યાર સુધી મોક્ષમાં ગયા છે તે સર્વ જીવો અનંતા હોવા છતાં આઠ સમય સુધી અંતર વગર સિદ્ધ થનારા જીવોની સંખ્યા સર્વ થોડી પ્રાપ્ત થાય છે અર્થાતુ અત્યાર સુધી તે રીતે ગયેલા સિદ્ધો અનંતા છે તોપણ ૮ સમય આંતરા વગર જનારાથી અન્ય રીતે જનારા જીવો કરતાં ૮ સમય આંતરા વગર જનારા જીવો સૌથી થોડા છે. વળી, આઠ સમયના અનંતરસિદ્ધ કરતાં સાત સમયના અનંતરસિદ્ધો સંખ્યયગુણા છે; કેમ કે આઠ સમય સુધી સતત મોક્ષ પામનારા જીવો કરતાં સાત સમય સુધી સતત મોક્ષ પામનારા જીવો અધિક પ્રાપ્ત થાય છે. તેથી જે અત્યાર સુધી મોક્ષમાં ગયેલા છે તેમાં આઠ સમય સુધી સતત મોક્ષ પામનારા જીવોની સંખ્યા કરતાં સાત સમય સતત મોક્ષ પામનારા જીવોની સંખ્યા સંખ્યાતગુણ પ્રાપ્ત થાય છે. સાત સમય સુધી સતત મોક્ષ પામનારા જીવોની સંખ્યા કરતાં છ સમય સુધી સતત મોક્ષ પામનારા જીવો સંખ્યાતગુણા છે. તેઓના કરતાં પાંચ સમય સુધી સતત મોક્ષ પામનારા જીવો સંખ્યાતગુણા છે. તેઓના કરતાં ચાર સમય સુધી સતત મોક્ષ પ્રાપ્ત કરનારા સિદ્ધો સંખ્યાતગુણા છે. તેઓના કરતાં ત્રણ સમય સુધી
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy