SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૧૦ | સૂગ-૭ જનારા જીવોની પ્રાપ્તિ થાય છે, શેષ નવ કોટાકોટિ સાગરોપમ સુધી સિદ્ધિગમનની પ્રાપ્તિ નથી. અનવસર્પિણીઅનુત્સર્પિણી કાળ યુક્ત એવા મહાવિદેહમાંથી સતત સિદ્ધિગમન ચાલુ છે તેથી અવસર્પિણી અને ઉત્સર્પિણી આત્મક એક કાળચક્રના સમયગાળામાં ભરતક્ષેત્રમાં અને ઐરાવતક્ષેત્રમાં અવસર્પિણી અને ઉત્સર્પિણીના એક-એક કોટાકોટિ સાગરોપમ થઈને કુલ ૨ કોટાકોટિ સાગરોપમ જેટલો કાળ સિદ્ધિગમન થાય છે જ્યારે મહાવિદેહક્ષેત્રમાં સમગ્ર દશ કોટાકોટી સાગરોપમ કાળ સુધી સિદ્ધિગમન શક્ય છે તેથી અનવસર્પિણીઅનુત્સર્પિણી આત્મક મહાવિદેહક્ષેત્રમાંથી સંખ્યાતગુણા સિદ્ધની પ્રાપ્તિ છે. આ રીતે વ્યંજિત, અવ્યંજિત વિશેષયુક્ત સિદ્ધોનું અલ્પબદુત્વનું અનુગમ કરવું જોઈએ, એમ બતાવ્યા પછી અત્યંજિતનો અલ્પબદુત્વનો અનુગમ ભાષ્યકારશ્રીએ સ્વયં બતાવ્યો અને વ્યંજિતનું અલ્પબદુત્વ પ્રત્યેક આરાને આશ્રયીને સ્વયં કરી લેવું જોઈએ તેમ જણાવીને પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયથી અકાળમાં જીવો સિદ્ધ થાય છે, એમ બતાવે છે. ત્યાં અલ્પબદુત્વ નથી; કેમ કે જે જીવો સર્વ કર્મ રહિત થાય છે. તે જીવો પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી સિદ્ધ થાય છે. જ્યારે તેઓ સિદ્ધઅવસ્થાને પામે છે ત્યારે અવસર્પિણી, ઉત્સર્પિણી કે અનવસર્પિણીઉત્સર્પિણીરૂપ કોઈ કાળ નથી; કેમ કે સંસારી જીવોને આશ્રયીને જ તે તે ક્ષેત્રમાં આ ત્રણ પ્રકારના કાળની પ્રાપ્તિ છે અને સિદ્ધના જીવો સિદ્ધિક્ષેત્રમાં જ સિદ્ધ થાય છે. તેથી આ ત્રણે પ્રકારના કાળની અપ્રાપ્તિ છે, તેથી અલ્પબદુત્વ નથી. II ભાષ્યઃ गतिः । प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य सिद्धिगतौ सिध्यति, नास्त्यल्पबहुत्वम् । पूर्वभावप्रज्ञापनीयस्यानन्तरपश्चात्कृतिकस्य मनुष्यगतौ सिध्यति, नास्त्यल्पबहुत्वम्, परम्परपश्चात्कृतिकस्यानन्तरा गतिश्चिन्त्यते । तद्यथा - सर्वस्तोकास्तिर्यग्योन्यनन्तरगतिसिद्धाः, मनुष्येभ्योऽनन्तरगतिसिद्धाः सङ्ख्येयगुणाः, नारकेभ्योऽनन्तरगतिसिद्धाः सङ्ख्येयगुणाः, देवेभ्योऽनन्तरसिद्धाः सङ्ख्येयगुणा રૂતિ ભાષ્યાર્થ: તિઃ તિ | ગતિ=સિદ્ધ થનારા જીવોના ગતિ દ્વારને આશ્રયીને અલ્પબદુત્વ બતાવે છે – પ્રત્યુત્પણભાવપ્રજ્ઞાપનીયતયના મતે જીવ સિદ્ધિગતિમાં જ સિદ્ધ થાય છે, તેથી ગતિને આશ્રયીને અલ્પબદુત્વ નથી. અનંતરપચ્ચાસ્કૃતિક એવા પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયના મતે મનુષ્યગતિમાં સિદ્ધ થાય છે. એક જ મનુષ્યગતિમાંથી સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી. પરંપરપશ્ચાત્કૃતિકનથતા મતે અનંતરગતિ=સિદ્ધત્વની પ્રાપ્તિના પૂર્વતી જે મનુષ્યગતિ એના પૂર્વની અનંતરગતિ, ચિતવન કરાય છે=એ ગતિમાં અલ્પબદુત્વનું ચિંતવન કરાય છે. તે આ પ્રમાણે – સર્વ થોડા તિર્યંચયોનિથી અનંતરગતિસિદ્ધ છે=પૂર્વમાં તિર્યંચ-ગતિમાં હોય ત્યાંથી મનુષ્ય થઈ સિદ્ધ થનારા સર્વ થોડા છે. મનુષ્યથી અનંતરગતિસિદ્ધ સંખ્યયગુણા છે=પૂર્વમાં મનુષ્યભવમાં હોય, ફરી મનુષ્યભવ પામીને
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy