SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ ભાષ્ય :लिङ्गम् । स्त्रीपुंनपुंसकानि । प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्यावेदः सिध्यति । पूर्वभावप्रज्ञापनीयस्य अनन्तरपश्चात्कृतगतिकस्य परम्परपश्चात्कृतगतिकस्य च त्रिभ्यो लिङ्गेभ्यः सिध्यति । ભાગાર્ચ - નિ ....... સિધ્ધતિ . લિંગ=લિંગદ્વારને આશ્રયીને સિદ્ધનું સ્વરૂપ બતાવે છે – સ્ત્રી, પુરુષ, નપુંસક, (એ ત્રણ લિંગ છે.) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયતયના મતે અવેદવાળા જ સિદ્ધ થાય છે. પૂર્વભાવપ્રજ્ઞાપનીયતયતા મતે અનંતરપચ્ચાસ્કૃતગતિવાળા અને પરંપરપશ્ચાત્કૃતગતિવાળા ત્રણે લિંગોથી સિદ્ધ થાય છે. " ભાવાર્થ :(૪) લિંગદ્વાર : પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનયનય સિદ્ધ થવાની ક્ષણમાં સિદ્ધના આત્માને ગ્રહણ કરે છે અને તે વખતે સિદ્ધના આત્મા વેદ વગરના હોવાથી અવેદવાળા સિદ્ધ થાય છે તેમ કહે છે. પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી બે રીતે વિચારણા થઈ શકે : (૧) અનંતરપચ્ચાસ્કૃતગતિ અને પરંપરપશ્ચાત્કૃતગતિ. અનંતરપશ્ચાત્કૃતગતિ અર્થાત્ સિદ્ધ થવાના કાળમાં તત્કાળનો જે ભવ હોય તેને આશ્રયીને વિચારીએ તો સ્ત્રી, પુરુષ અને નપુંસક શરીરવાળા ત્રણ પ્રકારના જીવોને બહુલતાએ તે શરીરને અનુરૂપ વેદનો ઉદય વર્તે છે. તેથી સ્ત્રીલિંગ, પુરુષલિંગ અને નપુંસકલિંગ એ ત્રણે પ્રકારના લિંગવાળા જીવો સિદ્ધ થાય છે. વળી પરંપરાએ પશ્ચાત્કૃતગતિને આશ્રયીને વિચારીએ તો જે ભવમાંથી જે જીવો સિદ્ધ થાય છે તે ભવના પૂર્વભવમાં ચારે ગતિમાંથી કોઈપણ ગતિમાં હોય છે. તે ગતિમાં સ્ત્રી, પુરુષ અને નપુંસક એવા ત્રણેયના શરીરની અને તે શરીરને અનુરૂપ વેદના ઉદયની પ્રાપ્તિ હોય છે. તેથી ત્રણે લિંગવાળા સિદ્ધ થાય છે તેમ કહેલ છે. II ભાષ્યઃ तीर्थम् । सन्ति तीर्थकरसिद्धाः तीर्थकरतीर्थे १, नोतीर्थकरसिद्धास्तीर्थकरतीर्थे २, अतीर्थकरसिद्धाः तीर्थकरतीर्थे । एवं तीर्थकरीतीर्थे सिद्धा अपि । ભાષ્યાર્થ : તીર્થ.... | તીર્થ=તીર્થદ્વારને આશ્રયીને સિદ્ધનું સ્વરૂપ બતાવે છે – તીર્થંકરના તીર્થમાં તીર્થકરો સિદ્ધ થાય છે. તીર્થંકરના તીર્થમાં નોતીર્થકરો સિદ્ધ થાય છે. તીર્થકરના તીર્થમાં અતીર્થકર
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy