SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ તેમ નક્કી થાય છે; પરંતુ કેવળજ્ઞાન પછી તેઓનું સંહરણ થતું નથી. વળી પરિહારવિશુદ્ધિસંયમવાળા મહાત્માઓ વિશિષ્ટ પ્રકારની શુદ્ધિને કારણે જ કોઈનાથી સંહરણ કરાતા નથી. વળી મુલાકસાધુ પ્રમત્ત હોય તોપણ પુલાકસંયમના કારણે જ સંહરણ કરાતા નથી. આ પ્રકારનો અર્થ ભાષ્યકારના વચનથી પ્રાપ્ત થાય છે. એથી પુલાકસંયમવાળા સાધુ સંયમના કંડકોની અપેક્ષાએ તુચ્છ કંડકોમાં હોય તો પણ તે સંયમના માહાભ્યથી જ કોઈનાથી અપહરણ કરાતા નથી અને તેઓ સંયમના નીચેનાં સ્થાનોમાં પણ બળાત્કારથી કરાયેલ મૂલગુણની પ્રતિસેવનાને કારણે જ પ્રાયઃ રહેલા છે. તે પ્રકારનો અર્થ ભાષ્યકારશ્રીના વચનથી જણાય છે. અપ્રમત્ત સાધુ નિર્વિકલ્પદશાના જ્ઞાનના ઉપયોગવાળા છે. તેથી તેમના સંયમના માહાત્મથી જ તેઓનો કોઈ અપહાર કરતું નથી. વળી ચૌદપૂર્વધર મુનિ પ્રમત્તસંયત્તગુણસ્થાનકમાં હોય તોપણ ચૌદપૂર્વને કારણે તેમનું અપહરણ થતું નથી. વળી આહારકશરીરવાળા ચૌદ પૂર્વધર જ હોય છે અને વિશિષ્ટ પ્રયોજનથી પૃચ્છા માટે જતા હોય છે ત્યારે તેમનું સંહરણ થતું નથી. વળી ક્ષેત્રને આશ્રયીને નયોનું યોજન બતાવતાં કહે છે – ઋજુસૂત્રનય અને શબ્દ આદિ ત્રણ નય વર્તમાનભાવને જ પ્રજ્ઞાપન કરનારા છે, તેથી સિદ્ધિક્ષેત્રમાં જ સિદ્ધના જીવો સિદ્ધ થાય છે, તેમ સ્વીકારે છે. વળી, શેષ નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય ઉભયભાવનું પ્રજ્ઞાપન કરે છે. તેથી સિદ્ધના જીવો સિદ્ધિક્ષેત્રમાં સિદ્ધ થાય છે, તેમ પણ કહે છે અને પંદર કર્મભૂમિમાં જન્મેલા સિદ્ધ થાય છે કે મનુષ્યક્ષેત્રમાં સિદ્ધ થાય છે તેમ સ્વીકારે છે. આ ભાષ્ય : कालः । अत्रापि नयद्वयम् । कस्मिन् काले सिध्यतीति ? प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य अकाले सिध्यति । पूर्वभावप्रज्ञापनीयस्य जन्मतः संहरणतश्च, जन्मतोऽवसर्पिण्यामुत्सर्पिण्यामनवसर्पिण्युत्सर्पिण्यां च जातः सिध्यति एवं तावदविशेषतः । विशेषतोऽप्यवसर्पिण्यां सुषमदुःषमायां सङ्ख्येयेषु वर्षेषु शेषेषु जातः सिध्यति । दुःषमसुषमायां सर्वस्यां सिध्यति । दुःषमसुषमायां जातो दुःषमायां सिध्यति, न तु दुःषमायां जातः सिध्यति, अन्यत्र नैव सिध्यति । संहरणं प्रति सर्वकालेषु असर्पिण्यामुत्सर्पिण्यामनवसर्पिण्युत्सर्पिण्यां च सिध्यति । ભાષ્યાર્થ: વાત સિધ્ધતિ . કાલ=કાલદ્વારને આશ્રયીને સિદ્ધનું સ્વરૂપ બતાવે છે – આમાં પણ=કાળને આશ્રયીને પણ, મયદ્વય છે=પ્રત્યુત્પણભાવપ્રજ્ઞાપનીય અને પૂર્વભાવપ્રજ્ઞાપનીયરૂપ નયય છે. કયા કાળમાં સિદ્ધ થાય છે? તે પ્રકારનો પ્રશ્ન છે. “ત્તિ' શબ્દ કાલદ્વાર વિષયક પ્રશ્નની સમાપ્તિ અર્થે છે. પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયના મતે અકાળમાં સિદ્ધ થાય છે. પૂર્વભાવપ્રજ્ઞાપનીયતયના મતે
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy