SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થીપગમસુત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સુત્ર ૨૨૧ ભાવાર્થ : સૂત્ર-પમાં કહ્યું કે કર્મક્ષય થયે છતે લોકના અંતે આત્મા જાય છે. ત્યાં પ્રશ્ન થાય કે કર્મરહિત આત્મા યોગનિરોધથી થાય છે, યોગનિરોધ કર્યા પછી યોગના વ્યાપારવાળા સિદ્ધના જીવો થતા નથી તેથી વ્યાપાર વગરના એવા સિદ્ધના જીવની ઊર્ધ્વમાં ગતિ કઈ રીતે થઈ શકે ? અર્થાતું વ્યાપારથી જ ગતિ થઈ શકે, તે પ્રકારની શંકામાં ઉત્તર આપે છે – અહીં નિરાશ્રવ શબ્દથી કર્મબંધના કારણભૂત મન-વચન-કાયાના વ્યાપારનું ગ્રહણ છે; કેમ કે મનવચન-કાયાથી જન્ય આત્મપ્રદેશોનું પરિસ્પંદન એ જ આશ્રવ છે. મુક્ત થયેલા જીવોના આત્મપ્રદેશોમાં કંપનરૂપ અધૈર્યનો સર્વથા અભાવ છે, તેથી ઊર્ધ્વગતિ સંભવે નહીં. એ પ્રકારની શંકામાં ઉત્તર આપે છે – સૂત્ર : पूर्वप्रयोगाद् असङ्गत्वाद् बन्धच्छेदात् तथागतिपरिणामाच्च तद्गतिः સા૨૦/દા સૂત્રાર્થ - પૂર્વના પ્રયોગથી, અસંગપણું હોવાથી, બંધનો છેદ હોવાથી અને તે પ્રકારનો ગતિનો પરિણામ હોવાથી=ઊર્ધ્વમાં જવાને અનુકૂળ ગતિનો પરિણામ હોવાથી, તેઓની ગતિ છે-મુક્તાત્માની ગતિ છે. II૧૦/કા ભાષ્ય : पूर्वप्रयोगात् । यथा हस्तदण्डचक्रसंयुक्तसंयोगात् पुरुषप्रयत्नतश्चाविद्धं कुलालचक्रमुपरतेष्वपि पुरुषप्रयत्नहस्तदण्डचक्रसंयोगेषु पूर्वप्रयोगाद् भ्रमत्येवासंस्कारपरिक्षयात् । एवं यः पूर्वमस्य कर्मणा प्रयोगो जनितः स क्षीणेऽपि कर्मणि गतिहेतुर्भवति । तत्कृता गतिः । ભાષ્યાર્થ : પૂર્વપ્રયોગ . તિઃ || પૂર્વ પ્રયોગથી તેમની ગતિ છે, એમ અવય છે. જે પ્રમાણે હસ્ત, દંડ, ચક્ર પરસ્પર ઉચિત રીતે સંયુક્ત છે, તેના સંયોગથીહાથનો દંડ સાથે સંયોગ છે અને દંડનો ચક્ર સાથે સંયોગ છે તે સંયોગથી, અને પુરુષના પ્રયત્નથી આવિદ્ધ એવું કુલાલનું ચક્ર=પુરુષના પ્રયત્નથી પ્રેરિત એવું કુંભારનું ચક્ર, પુરુષના પ્રયત્નવાળા હાથનો સંયોગ દંડ સાથે, દંડનો સંયોગ ચક્ર સાથે જે હતો તે સર્વ સંયોગો ઉપરત થયે છતે પણ પૂર્વના પ્રયોગથી સંસ્કારના પરિક્ષય સુધી ભમે જ છે–પુરુષના પ્રયત્નથી આવિદ્ધ એવું કુલાલચક્ર ભમે જ છે. એ રીતે આના=મુક્તજીવના, પૂર્વના કર્મથી જે પ્રયોગ જનિત છે ક્ષીણ પણ કર્મ હોતે છતે તેeતે પ્રયોગ, ગતિનો હેતુ થાય છે. તત્કૃત ગતિ છે=પૂર્વના પ્રયોગકૃત મુક્ત આત્માની ઊર્ધ્વમાં લોકાત સુધી ગતિ છે. |
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy