SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૨, ૩ ૨૧૫ અધિગમમાં યત્ન કરે છે તે મહાત્મા સંવરથી સંવૃત બને છે અને સમ્યગુ વ્યાયામવાળા બને છે, જેનાથી સમ્યગ્દર્શન પ્રગટે છે જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને નૈશ્ચયિક સમ્યગ્દર્શનરૂપે પ્રગટ થાય છે. નિશ્ચયિક સમ્યગ્દર્શન ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયનો નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે. તેથી ભાષ્યકારશ્રીએ બંધના હેતુ મિથ્યાદર્શન આદિ પાંચ બતાવ્યા પછી તે પાંચેનું સ્વરૂપ સ્પષ્ટ ન કરતાં તત્ત્વાર્થશ્રદ્ધાન આત્મક સમ્યગ્દર્શન નિસર્ગથી અથવા અધિગમથી થાય છે, તેમ બતાવ્યું. આ રીતે પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન ઉત્તરોત્તર નિર્મળ-નિર્મળતર થઈને ક્ષાયિકસમ્યક્ત અને અંતે વીતરાગતામાં પર્યવસન પામે છે. અધિગમમાં યત્ન કરનાર મહાત્માનું સમ્યગ્દર્શન ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. વળી વીતરાગતાને અનુકૂળ સંવરના પરિણામનું કારણ બને એ રીતે સંવરથી સંવૃત થઈ મહાત્મા સમ્યગુ વ્યાયામ કરે તો તેઓને અભિનવકર્મનો ઉપચય થતો નથી. તેથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા પોતાની ભૂમિકા પ્રમાણે ભગવાનનું વચન જે દિશામાં જાય છે, તે દિશામાં વ્યામોહ પામ્યા વગર શ્રતને અવલંબીને સમ્યગુ વ્યાયામ કરે તેમને અભિનવ કર્મનો બંધ થતો અટકે છે, માત્ર ગુણસ્થાનકકૃત કર્મ બંધાય છે. વળી, ઉત્તરોત્તર ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા બંધાતું તે કર્મ અલ્પ-અલ્પતર થાય છે. વળી, પૂર્વમાં કહેલા નિર્જરાના ઉપાયો દ્વારા તે મહાત્મા જ્યારે પૂર્વ ઉપચિતકર્મનો અત્યંત ક્ષય કરે છે ત્યારે તે મહાત્માને સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયના વિષયવાળું અનંત એવું કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત થાય છે. વર્તમાનમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિનો અસંભવ હોવા છતાં જે મહાત્મા જિનવચન અનુસાર સમ્યગુ વ્યાયામ કરે છે તે મહાત્મા સ્વભૂમિકા અનુસાર સંવરની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે અને સ્વશક્તિ અનુસાર નિર્જરાના હેતુના સેવન દ્વારા ઘણી નિર્જરાને પ્રાપ્ત કરીને ક્ષપકશ્રેણિને અનુકૂળ બળસંચયવાળા થાય છે. જેના બળથી અલ્પ ભવોમાં મોક્ષમાં જશે. વળી, જેઓ સમ્યગુ વ્યાયામના બળથી વિશેષ પ્રકારનાં સંવર અને નિર્જરાને પ્રાપ્ત કરીને સર્વ દ્રવ્ય-સર્વ પર્યાયના વિષયવાળા અને આત્માના પરમ ઐશ્વર્યવાળા અનંત કેવલજ્ઞાન અને કેવલદર્શનને પ્રાપ્ત કરે છે, તેઓ શુદ્ધ, બુદ્ધ, સર્વજ્ઞ, સર્વદર્શી, જિન, કેવલી થાય છે. ત્યારપછી તેઓ પ્રતનુ એવા શુભ ચાર પ્રકારના અવશેષ અઘાતિકર્મોવાળા આયુષ્યકર્મના સંસ્કારના વશથી વિહરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી અવશેષ ચાર અઘાતિક મોહ આપાદક શક્તિ વગરનાં હોવાથી પ્રતનું છે. કેવલીને પ્રાયઃ શુભકર્મોનો ઉદય બહુલતાએ હોય છે. આવા ચાર શુભ કર્મોની અવશેષવાળા કેવલી જ્યાં સુધી આયુષ્યકર્મ હોય ત્યાં સુધી જગતના ઉપકારને કરતા વિહરે છે અર્થાતુ આયુષ્યકર્મના પ્રતિક્ષણ અનુવૃત્તિરૂપ સંસ્કારને વશ વિહરે છે. I૧૦/શા ભાષ્ય : ततोऽस्य -
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy