SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૧૦ | સૂત્ર-૧ | થ વશમોધ્યાયઃ | અવતરણિકા : પ્રથમ પ્રસ્તાવમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવતાં કહેલ કે તત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન છે. ત્યારપછી તે શ્રદ્ધાનના વિષયભૂત જીવ આદિ સાત તત્વ બતાવ્યાં. તે તત્વના નિરૂપણના ક્રમ અનુસાર પાંચમા અધ્યાય સુધી જીવતત્વ અને અજીવતત્વ બતાવ્યાં. ત્યારબાદ ક્રમશઃ આશ્રવ આદિ તત્વો બતાવ્યાં. હવે અંતિમ મોહતત્વને બતાવવાથું કહે છે – સૂત્ર : मोहक्षयात् ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलम् ।।१०/१।। સૂત્રાર્થ : મોહના ક્ષયથી અને જ્ઞાનાવરણના, દર્શનાવરણના, અંતરાયના ક્ષયથી કેવલજ્ઞાન થાય છે. II૧૦/૧ll ભાષ્ય : मोहनीये क्षीणे ज्ञानदर्शनावरणान्तरायेषु क्षीणेषु च केवलज्ञानदर्शनमुत्पद्यते । आसां चतसृणां प्रकृतीनां क्षयः केवलस्य हेतुरिति तत्क्षयादुत्पद्यते इति, हेतौ पञ्चमीनिर्देशः । मोहक्षयादिति पृथक्करणं क्रमप्रसिद्ध्यर्थम् । यथा गम्येत पूर्वं मोहनीयं कृत्स्नं क्षीयते, ततोऽन्तर्मुहूर्तं छद्मस्थवीतरागो भवति ततोऽस्य ज्ञानदर्शनावरणान्तरायप्रकृतीनां तिसृणां युगपत् क्षयो भवति, ततः केवलमुत्पद्यत इति ૨૦/શા ભાષ્યાર્થ મોદની કૃતિ / મોહનીય ક્ષીણ થયે છતે અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય ક્ષીણ થયે છતે કેવલજ્ઞાન, કેવલદર્શન ઉત્પન્ન થાય છે. આ ચાર પ્રકૃતિઓનો ક્ષય કેવલનો હેતુ છે. એથી તેના ક્ષયથી=ચાર પ્રકૃતિના ક્ષયથી, ઉત્પન્ન થાય છે=કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. એથી હેતુમાં પંચમીનો નિર્દેશ છે=પંચમી વિભક્તિનું કથન છે. મોહક્ષયથી એ પ્રમાણે પૃથક્કરણ ક્રમપ્રસિદ્ધિ માટે છે. જેનાથી મોહક્ષયના પૃથક્કરણથી, જણાય છે કે પૂર્વમાં સંપૂર્ણ મોહનીય ક્ષય પામે છે, ત્યારપછી અંતર્મુહૂર્ત છદ્મસ્થવીતરાગ હોય છે, તેથી આનેત્રછદ્મસ્થવીતરાગને, જ્ઞાન-દર્શનના આવરણ અને અંતરાય એમ ત્રણેયની પ્રકૃતિઓનો એક સાથે ક્ષય થાય છે, ત્યારબાદ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. “તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૧૦/૧TI.
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy