SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ તત્ત્વાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂગ-૪૯ यानि स्थानानि गत्वा प्रतिसेवनाकुशीलो व्युच्छिद्यते । ततोऽसङ्ख्येयानि स्थानानि गत्वा कषायकुशीलो व्युच्छिद्यते । अत ऊर्ध्वमकषायस्थानानि निर्ग्रन्थः प्रतिपद्यते । सोऽप्यसङ्ख्येयानि स्थानानि गत्वा व्युच्छिद्यते । अत ऊर्ध्वमेकमेव स्थानं गत्वा निर्ग्रन्थस्नातको निर्वाणं प्राप्नोति । एषां संयमलब्धिरनन्तानन्तगुणा भवतीति ।।९/४९।। इति तत्त्वार्थाधिगमेऽर्हत्प्रवचनसङ्ग्रहे नवमोऽध्यायः समाप्तः ।। ભાષ્યાર્થ: સ્થાન ... ભવતિ | સ્થાન=સંયમસ્થાન. કષાય લિમિતક અસંખ્યાત સંયમસ્થાનો હોય છે. ત્યાં=કષાય નિમિતે થતા સંયમસ્થાનમાં, સર્વ જઘન્ય લબ્ધિસ્થાનો પુલાક અને કષાયકુશીલનાં છે=જુલાકતિગ્રંથને અને કષાયકુશીલનિગ્રંથને સર્વ જઘન્ય સંયમનાં સ્થાનોની પ્રાપ્તિ થાય છે. તે બંને=પુલાક અને કષાયકુશીલ બંને, યુગપત્ અસંખ્યાત સંયમસ્થાનો જાય છે=સર્વ જઘન્ય સ્થાનથી ઉપર અસંખ્યાત સંયમસ્થાનો સુધી જાય છે, ત્યારપછી પુલાકનો વ્યવચ્છેદ થાય છે–ત્યારપછીનાં સંયમસ્થાનોમાં મુલાકની અપ્રાપ્તિ થાય છે. વળી કષાયકુશીલ એકલાને ઉપરનાં અસંખ્યાત સંયમસ્થાનો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એકસાથે અસંખ્યાત સંયમસ્થાનોને પ્રાપ્ત થાય છે, ત્યારપછી બકુશનો વિચ્છેદ થાય છે અર્થાત ઉપરનાં સંયમસ્થાનોમાં બકુશની અપ્રાપ્તિ થાય છે. ત્યારપછી અસંખ્ય સંયમસ્થાનોએ જઈને પ્રતિસેવનાકુશીલનો વિચ્છેદ થાય છે–ત્યારપછીના સંયમસ્થાનમાં પ્રતિસેવનાકુશીલની પ્રાપ્તિ થતી નથી, ત્યારપછી અસંખ્ય સંયમસ્થાનોએ જઈને કષાયકુશીલનો વિચ્છેદ થાય છે અર્થાત્ ત્યારપછીનાં સંયમસ્થાનોમાં કષાયકુશીલ સાધુની પ્રાપ્તિ નથી. આથી ઊર્ધ્વ=કષાયકુશીલનાં સંયમસ્થાનોના વિચ્છેદ પછી, અકષાય સંયમ સ્થાનોને નિગ્રંથનિગ્રંથ પ્રાપ્ત કરે છે. તે પણ=નિગ્રંથનિગ્રંથ પણ, અસંખ્યાત સંયમસ્થાનોને જઈને વિચ્છેદ પામે છે. આનાથી ઊર્ધ્વ એક સંયમસ્થાનને પામીને નિગ્રંથનિગ્રંથ સાધુ જ સ્નાતકનિગ્રંથ થાય છે અને તે નિર્વાણ પ્રાપ્ત કરે છે. તેથી આમતી=પુલાકાદિ સાધુઓની, સંયમલબ્ધિ અનંતઅનંત ગુણ હોય છે. ૯/૪૯ આ પ્રમાણે તત્વાર્થાધિગમ નામના અહંતુ પ્રવચનસંગ્રહમાં નવમો અધ્યાય સમાપ્ત થયો. I ભાવાર્થ :પુલાકનિગ્રંથ આદિ પાંચનું સંચમસ્થાનદ્વાર - દેશવિરતિ પછી સર્વવિરતિનાં સ્થાનોનો પ્રારંભ થાય છે. સર્વવિરતિનાં સંયમસ્થાનો સંજવલનકષાયના લયોપશમભાવની તરતમતાના કારણે કે સંજ્વલન કષાયના ઉદયને કારણે અનેક પ્રકારનાં પ્રાપ્ત થાય છે.
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy