SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૪૯ સંયમમાં હોય છે અર્થાત્ જે પ્રમાણે સંપૂર્ણ કષાય રહિત સંયમ ભગવાને કહ્યું છે તે પ્રમાણેના પૂર્ણ સંયમમાં હોય છે. II ભાષ્ય : श्रुतम् । पुलाकबकुशप्रतिसेवनाकुशीला उत्कृष्टेनाभिन्नाक्षरदशपूर्वधराः । कषायकुशीलनिर्ग्रन्थौ चतुर्दशपूर्वधरौ । जघन्येन पुलाकस्य श्रुतमाचारवस्तु । बकुशकुशीलनिर्ग्रन्थानां श्रुतमष्टौ प्रवचनमातरः । श्रुतापगतः केवली स्नातक इति । ભાષ્યાર્થ : श्रुतम् • કૃતિ ।। શ્રુત. પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ મુનિઓ ઉત્કૃષ્ટથી અભિન્ન અક્ષરવાળા દશપૂર્વધર હોય છે=એક પણ અક્ષરથી ન્યૂનતા વગરના પૂર્ણ દશપૂર્વધર હોય છે. કષાયકુશીલ અને નિગ્રંથ એ બે (ઉત્કૃષ્ટથી) ચૌદપૂર્વધર હોય છે. પુલાકને જઘન્યથી શ્રુત આચારવસ્તુ સુધી હોય છે=નવમા પૂર્વના આચારવસ્તુ સુધી હોય છે. બકુશ, કુશીલ, નિગ્રંથોને=બકુશનિગ્રંથોને, કુશીલનિગ્રંથોને અને નિગ્રંથનિગ્રંથોને, જઘન્યથી શ્રુત આઠ પ્રવચનમાતાનું હોય છે. શ્રુતાપગત=શ્રુતજ્ઞાનથી રહિત, સ્નાતકનિગ્રંથો કેવલી હોય છે. ‘કૃતિ’ શબ્દ શ્રુતદ્વારની સમાપ્તિ અર્થે છે. ।। ભાવાર્થ: પુલાકનિગ્રંથ આદિ પાંચનું શ્રુતદ્વાર : સૂત્ર-૪૯માં પાંચ નિગ્રંથો બતાવ્યા તે પાંચે ભાવથી નિગ્રંથભાવને સ્પર્શનારા છે. તેઓમાંથી કોને કેટલું શ્રુતજ્ઞાન હોય છે ? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે (૧) પુલાકનિગ્રંથ - પુલાકસાધુઓને ઉત્કૃષ્ટથી પૂર્ણ દશપૂર્વ હોય છે અને જઘન્યથી નવમા પૂર્વમાં આચારવસ્તુરૂપ ત્રીજી વસ્તુનું જ્ઞાન હોય છે. પુલાકસાધુ વિશિષ્ટ શ્રુતવાળા હોવાને કા૨ણે જિનોક્ત આગમથી સતત અપ્રતિપાતિ છે તેમ કહ્યું, તે સંગત થાય છે; કેમ કે તેઓ બહુશ્રુત હોવાથી સતત સંસારના ઉચ્છેદ માટે જિનવચન અનુસાર યત્ન કરનારા હોય છે. ફક્ત પ્રતિસેવનાકાળમાં અતિ નીચેના સંયમના કંડકોમાં હોય છે તેને આશ્રયીને તેમના સંયમને પુલાક શબ્દથી દર્શાવ્યું છે. તેમનામાં તુચ્છ સંયમ છે અર્થાત્ અતિ અલ્પ માત્રાનું સંયમ છે, તે બતાવવા માટે તેમને પુલાકનિગ્રંથ કહેલ છે. (૨) બકુશનિગ્રંથ અને પ્રતિસેવનાકુશીલનિગ્રંથ બકુશનિગ્રંથ અને પ્રતિસેવનાકુશીલનિગ્રંથ પણ ઉત્કૃષ્ટથી દશ પૂર્વધર હોય છે. તેથી બહુલતાએ તેઓ :
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy