SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ તત્ત્વાર્થાવગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ / સૂત્ર-૩૪, ૩૫ સૂત્ર-૩૧-૩૨માં બતાવેલ આર્તધ્યાન દ્વેષથી થાય છે, સૂત્ર-૩૩માં બતાવેલ આર્તધ્યાન રાગથી થાય છે અને પ્રસ્તુત સૂત્રમાં બતાવેલ આર્તધ્યાન મૂઢતાથી થાય છે. તેથી અજ્ઞાનતા નિદાન પ્રત્યે મુખ્ય કારણ છે. II૯/૩૪ના સૂત્રઃ તવિરતદેશવિરતપ્રમત્ત સંતાનામ્ II/રૂબા સૂત્રાર્થ : તે સૂત્ર-૩૧થી ૩૪ સુઘી બતાવ્યું તે આર્તધ્યાન, અવિરત, દેશવિરત અને પ્રમતસંયતોને થાય છે. I૯/૩૫ll ભાષ્યઃ तदेतदार्तध्यानं अविरतदेशविरतप्रमत्तसंयतानामेव भवतीति ।।९/३५।। ભાષ્યાર્થ : તવેતવાર્તિધ્યાન. મવતીતિ છે તે આ=પૂર્વમાં વર્ણન કર્યું તે આ, આર્તધ્યાન અવિરત, દેશવિરત અને પ્રમતસંયત જીવોને જ થાય છે. ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. II/૩પા ભાવાર્થ :આર્તધ્યાનના સ્વામી : અવિરતિના ઉદયવાળા જીવોને સમ્યક્તની પ્રાપ્તિ થઈ હોય કે સમ્યક્ત પ્રાપ્ત ન થયું હોય ત્યારે પણ અમનોજ્ઞ વિષય કે અમનોજ્ઞ પીડામાં જે દ્વેષ થાય અને તેના કારણે તેને દૂર કરવાનો અધ્યવસાય થાય તે આર્તધ્યાન સ્વરૂપ છે. વળી, અનુકૂળભાવોમાં હર્ષની અનુભૂતિ થાય અને તેનો વિયોગ થયો હોય ત્યારે પ્રાપ્તિનો અભિલાષ થાય તેવા સંયોગમાં આર્તધ્યાન થાય છે. તેથી એ ફલિત થાય કે અવિરતિવાળા જીવો પણ જિનવચનનું અવલંબન લઈને તત્ત્વાતત્ત્વનો વિવેક કરતા હોય ત્યારે આર્તધ્યાનનો પરિહાર થઈ શકે છે. અન્યથા=જો તેવું ન કરી શકે તો, બાહ્ય પદાર્થોને અવલંબીને થતા ભાવોમાં આર્તધ્યાન કે આર્તધ્યાનની પૂર્વભૂમિકારૂપે ચિત્ત પ્રવર્તતું હોય છે. દેશવિરતિધર શ્રાવકો પોતાના વિરતિના પરિણામનું સ્મરણ કરીને વિરતિને અનુકૂળ ઉચિત ક્રિયામાં દૃઢ યત્નવાળા હોય છે ત્યારે કે ભગવદ્ભક્તિ આદિનાં ઉચિત કૃત્યોમાં યત્નવાળા હોય છે ત્યારે આર્તધ્યાનનો પરિહાર થાય છે. પરંતુ જ્યારે જ્યારે બાહ્ય પદાર્થો સાથે સંલગ્ન ચિત્તવાળા થઈને પ્રવૃત્તિ કરે છે ત્યારે ત્યારે તે તે નિમિત્તોને આશ્રયીને આર્તધ્યાનવાળું ચિત્ત વર્તે છે. વળી, વિષયની આસક્તિના સ્વભાવને કારણે તે તે ઇન્દ્રિયોના તે તે વિષયોને પામીને જે જે રાગાદિ ભાવો થાય છે, તેને અનુરૂપ આર્તધ્યાન વર્તે છે.
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy