SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સુત્ર-૨૪ ૧૫૯ કઈ રીતે તે વૈયાવચ્ચ થાય છે? તે બતાવે છે – આચાર્યાદિ દશમાંથી પોતાની શારીરિક તથા માનસિક વૃતિ, બળ અનુસાર અન્ન-પાનાદિ ધર્મનાં સાધનો લાવી આપે અથવા તેઓની ગ્લાનાદિ અવસ્થામાં સેવા કરે કે ઔષધની ક્રિયા કરે કે જંગલાદિમાં કોઈ અટવાયેલા હોય તેને માર્ગ ઉપર લઈ આવે, કોઈ વિષમ દુર્ગ આદિની પ્રાપ્તિ હોય તેમાંથી તેઓને યત્નપૂર્વક બહાર લાવે, ઉપસર્ગકાલે તેમનું ઉપસર્ગોથી રક્ષણ કરે – આ સર્વ ક્રિયા વૈયાવચ્ચરૂપ છે. તે વૈયાવચ્ચકાળમાં શાસ્ત્રવિધિના સમ્યગુ સ્મરણ અને ઉચિત યતનાપૂર્વક ગુણવાનના ગુણોની ભક્તિના આશયથી વૈયાવચ્ચ કરવામાં આવે ત્યારે તેમના ગુણો પ્રત્યેના વધતા જતા બહુમાનભાવને અનુરૂપ નિર્જરાની પ્રાપ્તિ થાય છે. તેથી જેઓ વૈયાવચ્ચનું માત્ર બાહ્ય કૃત્ય કરે છે અને ગુણવાનના ગુણોના સ્મરણપૂર્વક કે શાસ્ત્રવિધિની ઉચિત યતના વગર વૈયાવચ્ચ કરે છે તે નિર્જરાનું કારણ નથી. મુગ્ધ અવસ્થામાં આ ત્યાગી છે એ પ્રકારનો ઓઘથી પણ બહુમાનભાવ હોય તો તેટલા અંશમાં ગુણના પક્ષપાત કૃત નિર્જરાની પ્રાપ્તિ થાય છે. અહીં પ્રશ્ન થાય કે આચાર્ય-ઉપાધ્યાય-તપસ્વી મહાત્માઓ તેમના ગુણોના અતિશયના કારણે પૂજ્ય છે, તેથી તેઓના ગુણોના સ્મરણપૂર્વક કરાયેલી વૈયાવચ્ચ મહાનિર્જરાનું કારણ બને; પરંતુ શૈક્ષ તો નવદીક્ષિત છે, તો તેમની વૈયાવચ્ચ કઈ રીતે મહાનિર્જરાનું કારણ બને ? તેથી કહે છે – નવદીક્ષિત સાધુઓ શૈક્ષ અવસ્થામાં અપટુતાને કારણે ઉચિત કૃત્યો કરીને સંયમ નિર્વાહ કરવા અસમર્થ છે તેથી તેઓને સંયમમાં સ્થિરીકરણનું કારણ બને માટે તથા સંયમવૃદ્ધિનું પ્રબળ કારણ બને તે માટે વિવેકપૂર્વક કરાયેલી વૈયાવચ્ચ સંયમના પક્ષપાતમાંથી ઉદ્ભવેલ છે, તેથી મહાનિર્જરાનું કારણ બને છે. વળી ગ્લાન સાધુ સંયમની આરાધના માટે તત્પર છે, છતાં ગ્લાન અવસ્થાને કારણે સંયમયોગમાં તેમનો દઢ યત્ન અલના પામે છે. તે વખતે તે ગ્લાન સાધુના સંયમની સ્કૂલનાના નિવારણના ઉપાયરૂપે વૈયાવચ્ચ છે. ગ્લાન સાધુની વૈયાવચ્ચ કરનાર મહાત્મા વિચારે કે હું ઉચિત વૈયાવચ્ચ કરીને આમનું ગ્લાનપણું તે રીતે દૂર કરું, જેથી સુખપૂર્વક સંયમમાં દઢ યત્ન કરીને નિર્લેપ પરિણતિનો અતિશય તે મહાત્મા કરી શકે. આવા પ્રકારના નિર્મળ અધ્યવસાયથી કરાતી ગ્લાનની વૈયાવચ્ચમાં પણ સંયમ પ્રત્યેનો દઢ રાગ છે, તેથી તેનાથી મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે. વળી જેઓ ગીતાર્થ નથી તેઓ કોઈક કારણે ગ્લાનની વૈયાવચ્ચ કરે ત્યારે ગ્લાન મહાત્માની ભક્તિ કરીને તેઓના સંયમવૃદ્ધિને અનુકૂળ અધ્યવસાયમાં ઉપષ્ટભક થવાનો અધ્યવસાય છે, તેથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે, છતાં અગીતાર્થતાને કારણે તેમની વૈયાવચ્ચમાં જે બુદ્ધિની અપટુતાને કારણે દોષોની પ્રાપ્તિ થાય છે, તેને આશ્રયીને તે વૈયાવચ્ચ કાળમાં અલ્પ મલિનતાની પ્રાપ્તિ થઈ હોય તેની શુદ્ધિ અર્થે અગીતાર્થ સાધુ પ્રાયશ્ચિત્ત કરે છે. આનાથી એ ફલિત થાય કે આચાર્ય આદિના વૈયાવચ્ચકાળમાં ગુણવાનના ગુણનું સ્મરણ કે શૈક્ષાદિના વૈયાવચ્ચકાળમાં તેઓને સંયમવૃદ્ધિમાં ઉપષ્ટભક થવાનો નિર્મળ અધ્યવસાય જેમ
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy