SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪અધ્યાય-૯ | સૂત્ર-૨૨ ૧૫૩ અહીં પ્રાયશ્ચિત્ત શબ્દમાં ચિતિ ધાતુ છે તે સંજ્ઞાન અને વિશુદ્ધિ અર્થમાં છે. તેનું ચિત્ત=પાપના સંજ્ઞાનનું ચિત્ત, અથવા પાપની વિશુદ્ધિનું ચિત્ત એ પ્રકારે નિષ્ઠાત્તવાળું અને ઔણાદિકવાળું એવું પ્રાયશ્ચિત્તનું રૂપ બનેલું છે. તેનાથી શું અર્થ પ્રાપ્ત થાય ? તે ભાષ્યકારશ્રી કહે છે – આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, આલોચના આદિ અને કૃષ્કૃતપવિશેષથી જનિત અપ્રમાદવાળો પુરુષ તે વ્યતિક્રમને પ્રાયઃ જાણે છે અને જાણતો ફરી આચરતો નથી આથી પ્રાયશ્ચિત્ત છે. આ અર્થ સંજ્ઞાન અર્થમાં ચિતિ ધાતુને ગ્રહણ કરીને કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રાયશ્ચિત્તમાં રહેલ ચિત્ શબ્દ સંજ્ઞાન અર્થમાં છે. આલોચનાદિ કે કૃષ્કૃતપવિશેષને જાણનારો પુરુષ તેના સ્વરૂપના ભાવનથી અપ્રમાદવાળો બને છે અને તે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે છે ત્યારે તે વ્યતિક્રમને=જે રીતે પોતે પાપ કરેલ છે તે વ્યતિક્રમને, પ્રાયઃ જાણે છે અર્થાત્ ગુરુ આગળ આલોચના કરતા હોય ત્યારે તે સેવાયેલા પાપના વ્યતિક્રમને પ્રાયઃ યથાર્થ જાણે છે અને તેવી અલનાની ફરી આચરણા કરતા નથી. તેથી એ ફલિત થાય કે માત્ર ગોચરીની આલોચના કરે તેટલામાત્રથી આલોચના નામનું પ્રાયશ્ચિત્ત તપ નથી; પરંતુ ગોચરીના આલોચનાકાળમાં ગોચરી વિષયક જે સ્કૂલનાઓ છે તેનું ચિત્તમાં સ્મરણ કરે છે, અલના ન થઈ હોય તો અલના ન થાય તેવું દઢ ચિત્ત ઉત્પન્ન કરે છે અને સ્કૂલના થઈ હોય તો આલોચનાકાળમાં જુગુપ્સાના પરિણામરૂપ સંવેગ ઉત્પન્ન થાય છે. જેથી ફરી તેવી અલનાની આચરણા મહાત્મા કરતા નથી. એથી તે આલોચનાપ્રાયશ્ચિત્ત બને છે. તે રીતે સર્વ પ્રાયશ્ચિત્તોમાં અલનાનું સમ્યજ્ઞાન અને તેને ફરી નહીં આચરવાનો દઢ પરિણામ જેમાં હોય તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે. આ અર્થ સંજ્ઞાન અર્થને આશ્રયીને કરેલ છે. હવે વિશુદ્ધિ અર્થવાળા ચિતિ ધાતુને ગ્રહણ કરીને અર્થ બતાવતાં કહે છે – પ્રાયઃ અપરાધ તેનાથી=આલોચનાદિથી, વિશુદ્ધિ થાય છે. આથી જ પ્રાયશ્ચિત્ત છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે પાપ થયું હોય તેના કરતાં અધિક સંવેગથી આલોચના આદિમાંથી યથોચિત પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તો અવશ્ય અપરાધ શુદ્ધ થાય છે. થયેલા પાપ કરતાં તીવ્ર પશ્ચાત્તાપ ન થાય તો પશ્ચાત્તાપને અનુરૂપ કાંઈક પાપ હળવું થાય. જેમાં સંવેગના પરિણામરૂપ પાપની ધૃણા ન હોય; પરંતુ માત્ર પાપના અનર્થકારી ફળથી પોતાનું રક્ષણ કરવા અર્થે પ્રાયશ્ચિત્ત વિગેરે કરેલ હોય કે લોકમાં બતાવવા અર્થે પ્રાયશ્ચિત્ત લીધું હોય તો કોઈ શુદ્ધિ ન થાય તે બતાવવા માટે પ્રાયઃ શબ્દ મૂકેલ છે. તેથી પ્રાયશ્ચિત્ત કરનાર પ્રાયઃ શુદ્ધ થાય છે અર્થાત્ તીવ્ર સંવેગપૂર્વક પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરેલ હોય તો પ્રાયશ્ચિત્ત કરનાર અવશ્ય શુદ્ધ થાય છે. અહીં કાયના, ઇન્દ્રિયના, જાતિના અને ગુણના ઉત્કર્ષકૃત અસંયમનો અર્થ ટીકાકારશ્રીએ અન્ય પ્રકારે કર્યો છે. જ્યારે અમને આ પ્રમાણે અર્થ ભાસ્યો છે, તેથી અમે તે પ્રમાણે અર્થ કરેલ છે. તત્ત્વ બહુશ્રુતો વિચારે. લીશા
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy