SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૭ પરિણામથી વિશુદ્ધ બને, ત્યારે સર્વ કલ્યાણોની પ્રાપ્તિ થાય છે. ચાર ગતિઓમાં ભટકી અનંતી વખત ગતિઓનું પરાવર્તન કરતાં અનેક પ્રકારનાં દુઃખોથી હણાયેલા જીવને મિથ્યાદર્શન આદિથી હણાયેલી મતિ હોય છે, જેના કારણે પોતાનું હિત શું છે ? અને પોતાનું અહિત શું છે ? તેના પારમાર્થિક સ્વરૂપને જોવાને અનુકૂળ એવા જ્ઞાનનું અને દર્શનનું આવ૨ક કર્મ ઉદયમાં વર્તે છે. તેથી અજ્ઞાનથી ઉપહત મતિવાળો જીવ તત્ત્વને જોઈ શકતો નથી. તેની પાસે જે કાંઈ જ્ઞાન વિદ્યમાન છે તે મોહના ઉદયને કારણે વિકૃત થયેલું છે અને અંતરાયના ઉદયને કારણે આત્મહિતની પ્રવૃત્તિ અભિભૂત થયેલી છે. તેથી રત્નત્રયીથી વિશુદ્ધ એવી બોધિસમ્યગ્દર્શન આદિથી વિશુદ્ધ જિનધર્મની પ્રાપ્તિ, સંસારી જીવો ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી અને કોઈક રીતે પ્રાપ્ત થયેલી બોધિ હોય તોપણ તે જીવ પ્રમાદવશ હારી જાય છે. આ પ્રકારે સૂક્ષ્મ બુદ્ધિથી જે મહાત્માઓ ભાવન કરે છે તેઓ પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી ગુપ્ત હોવા છતાં અને દશ પ્રકારના યતિધર્મમાં ઉદ્યમ કરનારા હોવા છતાં પ્રાપ્ત થયેલ બોધિના દુર્લભપણાના ચિંતવનને કારણે જિનધર્મને પામીને પ્રમાદ વગર સતત સૂક્ષ્મ બોધથી નિયંત્રિત ઉચિત કૃત્ય કરવા માટે ઉત્સાહિત થાય છે. જેથી રત્નત્રયીની વૃદ્ધિ દ્વારા સંવરના અતિશયને પ્રાપ્ત કરે છે. ૧૧૬ જેઓ હૈયાને અત્યંત સ્પર્શે તે રીતે બોધિદુર્લભભાવના કરે છે તેઓ અવશ્ય સર્વ અતિચારના પરિહારપૂર્વક નિરતિચાર ચારિત્રના પાલનને અનુકૂળ ઉલ્લાસ પામતા વીર્યવાળા થાય છે. જેથી વર્તમાનમાં તે પ્રકારના દૃઢ ઉપયોગનું સામર્થ્ય ન હોવાને કારણે વારંવાર આચરણામાં સ્ખલના થતી હોવા છતાં બોધિદુર્લભ ભાવનાના બળથી ઉલ્લસિત થયેલા વીર્યવાળા તે મહાત્મા સદા સ્વશક્તિ અનુસાર તે તે અનુષ્ઠાનમાં થતી સ્ખલનાઓને દૂર કરીને અસ્ખલિત રત્નત્રયીના ઉદ્યમવાળા થાય છે. આ રીતે બોધિદુર્લભઅનુપ્રેક્ષા કરીને સુસાધુ સંવરના અતિશય દ્વારા સંયમના કંડકોની વૃદ્ધિમાં સમર્થ બને છે. વળી અવિરત સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર શ્રાવકો પણ જિનધર્મની પ્રાપ્તિવાળા છે. તેથી પ્રાપ્ત થયેલા જિનધર્મને અત્યંત સફળ ક૨વાર્થે વિચારે છે કે તત્ત્વના સૂક્ષ્મ અવલોકનરૂપ સમ્યગ્દર્શન, તત્ત્વના મર્મને પ્રાપ્ત કરાવે એવું, સૂક્ષ્મ તત્ત્વને સ્પર્શનાર સભ્યજ્ઞાન અને તત્ત્વના ભાવોને સ્પર્શે એવું સમ્યક્ચારિત્ર; તેનાથી વિશુદ્ધ એવા જિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિ અત્યંત દુર્લભ છે. તેથી તે પ્રકારે ભાવન કરીને પ્રાપ્ત થયેલા જિનધર્મને સ્વશક્તિ અનુસાર સફળ કરવાર્થે અપ્રમાદવાળા થાય છે. જેથી સતત સર્વવિરતિને અનુકૂળ બળનો સંચય થાય તે પ્રકારે સ્વભૂમિકાનુસાર અપ્રમાદથી ઉચિત કર્તવ્યો ક૨ના૨ા બને છે. આ રીતે બોધિની દુર્લભતાનું સૂક્ષ્મ અનુપ્રેક્ષણ કરીને મહાત્માઓ યોગમાર્ગમાં વિઘ્નકારી કર્મોની શક્તિને સતત ક્ષીણ કરે છે. ૧૧ ભાષ્યઃ ‘सम्यग्दर्शनद्वारः पञ्चमहाव्रतसाधनो द्वादशाङ्गोपदिष्टतत्त्वो गुप्त्यादिविशुद्धव्यवस्थानः संसारनिर्वाहको निःश्रेयसप्रापको भगवता परमर्षिणा अर्हता अहो स्वाख्यातो धर्म !' इत्येवमनुचिन्तयेत्,
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy