SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૭ ૧૧૧ કર્મનો વિપાક બે પ્રકારનો છે : (૧) અબુદ્ધિપૂર્વક અને (૨) કુશલમૂલવાળો. તેમાં જે અબુદ્ધિપૂર્વક કર્મનો વિપાક છે તે નરકાદિ ચારે ગતિઓમાં દરેક જીવોને વેદન થાય છે અને તે કર્મનો વિપાક પોતાની કર્મશક્તિ અનુસાર જીવને ફળ આપીને જીવને મલિન કરે છે, તેથી તે કર્મો અવદ્ય છે તેમ ચિંતવન કરવું જોઈએ અર્થાત્ જીવને અકુશલભાવો કરાવીને અકુશલ ફળને આપનારા છે તેવું ચિંતવન કરવું જોઈએ. આશય એ છે કે નરકગતિમાં જીવોને જે જે કર્મો વિપાકમાં આવે છે તે કર્મોને નાશ કરવાને અનુકૂળ જીવનો સમભાવમાં કોઈ યત્ન નથી, તેથી તે કર્મ વિપાકમાં આવીને જીવમાં તે તે પ્રકારના ભાવો કરે છે જેના ફળરૂપે નવાં કર્મો બંધાય છે. નરકમાં જે અશાતાનો અનુભવ થાય છે તે અનુભવથી તે પીડાદિને અનુરૂપ મોહનો પરિણામ થાય છે અને તેને અનુરૂપ નવાં કર્મો બંધાય છે. આથી જ ઘાતકર્મના ઉદયકાળમાં અઘાતી એવી અશાતા પણ જીવને વિહ્વળ કરી મોહ જ ઉત્પન્ન કરે છે. તેથી અઘાતી પ્રકૃતિ પણ ગુણના ઘાતનું જ કાર્ય કરે છે, જેથી આત્માના નિરાકુળતાગુણનો ઘાત થવાથી નવાં અકુશલ કર્મો બંધાય છે. વળી નરકની જેમ અન્ય ગતિઓમાં પણ જે જે કર્મો વિપાકમાં આવે છે તે કર્મો પોતાનું ફળ બતાવે છે, તેથી દેવગતિમાં પણ વિપાકમાં આવેલાં અબુદ્ધિપૂર્વકનાં કર્મો જીવને શાતા ઉત્પન્ન કરે છે. તે શાતાકાળમાં જીવને મોહનો પરિણામ થાય છે તેથી તે શાતાવેદનીય આદિ કર્મો દ્વારા પણ જીવનો નિરાકુળ સ્વભાવ હણાય છે. તેથી જીવને સંક્લેશ કરાવીને નવા કર્મબંધની જ પ્રાપ્તિ દ્વારા અકુશલનો પ્રવાહ ચાલે છે. તેથી અબુદ્ધિપૂર્વકનો વિપાક અકુશલના પ્રવાહવાળો છે. આથી જ અનંતકાળથી સંસારી જીવ અબુદ્ધિપૂર્વક કર્મોનું વેદન કરીને નવાં-નવાં કર્મોને બાંધીને સંસારચક્રમાં પરિભ્રમણ પામે છે. માટે અબુદ્ધિપૂર્વકનો કર્મનો વિપાક જીવના અકુશલના ફળવાળો છે. વળી તપથી અને પરિષદના જયથી કરાયેલો કર્મનો વિપાક કુશલ મૂલવાળો છે, તે વિપાક જીવના ગુણને કરનાર છે. કેવા ગુણને કરનાર છે ? તેથી કહે છે – શુભાનુબંધવાળા ગુણને કરનાર છે અથવા અનુબંધ વગરના ગુણને કરનાર છે. આશય એ છે કે મુનિઓ અત્યંતરતપ કરીને જ્યારે આત્માના સમભાવના પરિણામને વધારે છે અથવા પરિષદના જયને કરીને સમભાવના કંડકો વધારે છે, ત્યારે કર્મબંધના કારણભૂત જીવના પરિણામથી વિપરીત એવો સમભાવનો પરિણામ જીવમાં ઉલ્લસિત થાય છે. જે ભાવોથી જે કર્મો બંધાય છે તેના વિપરીત ભાવોથી તે કર્મોમાં જે ફળ આપવાની શક્તિ હતી તે ક્ષીણ થાય છે. તેથી ક્ષીણ શક્તિવાળાં એવાં તે કર્મો શીધ્ર વિપાકમાં આવીને નિર્જરાને પ્રાપ્ત કરે છે, જેનાથી ઘણાં કર્મોનો અભાવ થાય છે. કર્મના અભાવના કારણે જીવને નિર્મળતા પ્રગટે છે, તે જીવના માટે ગુણસ્વરૂપ છે. વળી તપમાં અને પરિષહજયમાં મુનિ જે કાંઈ યત્ન કરે છે તે બુદ્ધિપૂર્વક કર્મનાશને અનુકૂળ ઉચિત યત્નરૂપ છે. તેથી મુનિ તપ કરવા દ્વારા અને પરિષહજય કરવા દ્વારા આત્માના નિરાકુળભાવને પ્રગટ
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy