SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ / સૂત્ર-૭ હું અનાદિ-અનંત છું, માટે પણ શરીર અને મારા વચ્ચે ભેદ છે. વળી સંસારમાં પરિભ્રમણ કરતા એવા મારા વડે સેંકડો હજારો શરીર પૂર્વમાં ગ્રહણ કરાયેલાં અને ત્યાગ કરાયાં છે તે જ શરીર આ છે. અર્થાત્ જેમ કાલે ખાધેલું હોય તેવું જ ભોજન આજે મળે, ત્યારે કહેવાય છે કે તે જ આ ભોજન છે તેમ અતીતમાં જે શરીરો મેં છોડ્યાં તે જ આ શરીર છે, એ પ્રકારનો ઉપચરિત વ્યવહાર થાય છે. તેથી અહીં ભાષ્યકારશ્રી કહે છે કે પૂર્વમાં જે હજારો શરીરોને મેં છોડ્યાં છે, તે જ આ શરીર છે અને હું તેનાથી અન્ય છું; કેમ કે પૂર્વના શરીરથી જેમ હું અન્ય હતો તેમ આ શરીરથી પણ હું અન્ય છું. આ પ્રમાણે સાધુ અનુચિંતવન કરે. આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, ચિંતવન કરતા એવા આને-સાધુને, શરીરમાં પ્રતિબંધ થતો નથી=શરીર પ્રત્યે લેશ પણ રાગ થતો નથી. શરીરથી અન્ય નિત્ય એવો હું છું; એથી મોક્ષ માટે સમ્યગુ યત્ન કરે છે, એ પ્રમાણે અન્યત્વઅનુપ્રેક્ષા છે. આનાથી એ ફલિત થાય કે જે સાધુ અત્યંત સૂક્ષ્મ ઉપયોગપૂર્વક પોતાને શરીર અને આત્માનો ભેદ સ્પષ્ટ ઉપસ્થિત થાય તથા હૈયાને સ્પર્શેલો રહે તે પ્રકારે ભાવન કરે છે, તે મહાત્માને પોતાના આત્માનું નિરાકુળ સ્વરૂપ જ પોતાના માટે સુખાકારી છે તેવું સ્પષ્ટ સંવેદન ઉત્પન્ન થાય છે અને પ્રાપ્ત થયેલું શરીર આત્માને ઉપદ્રવ કરનાર હોવાથી વિપ્નનું જ કારણ જણાય છે. પોતાનાથી શરીરના ભેદનું જ્ઞાન સ્પષ્ટ થયેલ હોવાથી ઉપદ્રવકારી એવા પણ શરીરને મહાત્મા સ્વપરાક્રમના બળથી પોતાના ગુણની વૃદ્ધિમાં વ્યાપારવાળું કરીને ધર્મનું સાધન કરવા યત્ન કરે છે. કોઈક નિમિત્તને પામીને દેહ પ્રત્યેની અન્યત્વબુદ્ધિ પ્લાન થાય ત્યારે ધર્મનું ઉપકરણ થવાને બદલે કર્મબંધનું કારણ એવું શરીર અધિકરણ બને છે, જેના નિવારણ માટે શરીર સાથેનો પોતાનો ભેદ અત્યંત સ્થિર કરવાથું અને પોતાના નિરાકુળ સ્વભાવ સાથે અભેદ સ્થિર કરવાથું મહાત્મા અન્યત્વ અનુપ્રેક્ષા કરે છે. વળી જેમ સાધુ અન્યત્વ ભાવનાથી શરીર પ્રત્યેના પ્રતિબંધનું વર્જન કરે છે તેમ અવિરત સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર શ્રાવક પણ શરીર પ્રત્યેના મમત્વના ત્યાગાર્થે અન્યત્વ અનુપ્રેક્ષા કરે છે અને સાધુની જેમ જ શરીર અને આત્માના ભેદનું ચિંતવન કરે છે. આમ છતાં સાધુના જેવા બળનો સંચય થયેલો નહીં હોવાથી શરીર પ્રત્યે સંપૂર્ણ નિર્મમભાવ અવિરત સમ્યગ્દષ્ટિ આદિ કરવા સમર્થ નથી તોપણ સાધુપણું સ્મરણમાં રાખીને તેના તુલ્ય થવા અર્થે જ્યારે જ્યારે અન્યત્વ ભાવના કરે છે ત્યારે ત્યારે તેઓનું મહાસત્ત્વ ઉલ્લસિત થાય છે. આથી જ અન્યત્વ ભાવનાના બળથી અવિરત સમ્યગ્દષ્ટિ પણ ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા ચારિત્રનો પરિણામ ઉલ્લસિત કરી શકે છે. પણ ભાષ્ય : अशुचि खल्विदं शरीरमिति चिन्तयेत्, तत् कथमशुचीति चेद् ? आद्युत्तरकारणाशुचित्वात्, अशुचिभाजनत्वात्, अशुच्युद्भवत्वात्, अशुभपरिणामपाकानुबन्धात्, अशक्यप्रतीकारत्वाच्चेति । तत्राद्युत्तरकारणाशुचित्वात् तावच्छरीरस्याचं कारणं शुक्रं शोणितं च तदुभयमत्यन्ताशुचीति । उत्तरमाहारपरिणामादि । तद्यथा - कवलाहारो हि ग्रस्तमात्र एव श्लेष्माशयं प्राप्य श्लेष्मणा द्रवी
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy