SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૧ સ્વરૂપથી વિપરીત ન હોય. જેમ વસ્ત્રાદિની યાચના સંયમના પ્રયોજન અર્થે જિનવચન અનુસાર કરે તો તે યાચન અબૂત નથી, અન્યથા તે યાચન અમૃતભાષણ છે; કેમ કે ભગવાનની આજ્ઞાવિરુદ્ધ યાચના કરે છે. વળી અપરુષ હોય=વચનમાં કઠોરતાનો પરિહાર હોય. વળી અપિશુન હોય=કોઈકની કોઈક ક્ષતિ જોયેલી હોય તેને કોઈક આગળ પ્રગટ કરવાના પરિણામના અભાવરૂપ અપિશુનભાવવાળું હોય. વળી તે વચનપ્રયોગ અસભ્ય ન હોય સભ્ય પુરુષને સ્વીકૃત થાય તેવો હોય; પરંતુ અસભ્ય બોલનારના જેવો વચનપ્રયોગ ન હોય. વળી તે વચનપ્રયોગ અચપળ હોય અર્થાત્ બોલવામાં ચપળતા રહિત હોય. વળી તે વચનપ્રયોગ અનાવિલ હોય કોઈ કષાયના પરિણામથી મલિન થયેલો ન હોય. વળી તે વચનપ્રયોગ અવિરલ હોય=વચવચમાં અલના પામીને બોલાતું હોય તેવું વચન વિરલ છે, સત્ય વચન તેવું હોતું નથી. વળી તે વચનપ્રયોગ અસંભ્રાન્ત હોય અર્થાત્ કોઈને સંભ્રમ ન કરાવે તેવો હોય. વળી તે વચન મધુર હોય અર્થાત્ સાંભળનારને પ્રીતિ ઉત્પન્ન કરે તેવું હોય. વળી તે વચન અભિજાત હોય=પ્રસ્તાવને યોગ્ય હોય. વળી તે વચનપ્રયોગ અસંદિગ્ધ હોય અર્થાત્ સાંભળનારને સંદેહ ઉત્પન્ન ન થાય તેવો હોય. વળી સ્પષ્ટ હોય. ઔદાર્યથી યુક્ત હોય, પરંતુ તુચ્છ બોલવાના કારણે બોલાયેલું ન હોય. વળી અગ્રામ્ય હોવાના કારણે પદાર્થના યથાર્થ કથન સ્વરૂપ હોય=વિદ્વાન લોકોને ગ્રાહ્ય હોવાથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને કહેનારું હોય. વળી પોતે વિદ્વાન છે તેવું બતાવવા અર્થે કથનીય પદાર્થને બિનજરૂરી વિસ્તારથી કહે નહીં, પરંતુ શ્રોતાને ઉચિત બોધ થાય તે પ્રકારે જ જે વચનપ્રયોગ કરે તે અસીભર વચનપ્રયોગ છે. પૂર્વના કહેલા સર્વ દોષોથી રહિત વચનપ્રયોગ કરે છતાં જો તે પ્રરૂપણા રાગ-દ્વેષથી યુક્ત હોય તો અસત્ય વચન બને છે. તેથી સંયમવૃદ્ધિના પ્રયોજનપૂર્વક અન્ય કોઈ રાગ-દ્વેષનો પરિણામ ન થાય તે પ્રકારે વચનપ્રયોગ કરવામાં આવે તે સત્યવચનપ્રયોગ છે. વળી તે સાધુનો વચનપ્રયોગ સૂત્રના માર્ગને અનુસાર પ્રવૃત્તિરૂપ અર્થવાળો છે અર્થાત્ જિનવચનના સ્મરણ અનુસાર કરાયેલો વચનપ્રયોગ સત્યવચન છે. વળી અÁ=ઉચિત પ્રયોજનવાળો અર્થાત્ સંયમવૃદ્ધિના પ્રયોજનવાળો વચનપ્રયોગ સત્યવચન રૂપ છે. વળી તે વચન અર્થજનના ભાવને ગ્રહણ કરવામાં સમર્થ હોય અર્થાત્ શ્રોતાને કેવા ભાવ વર્તે છે? તેનો નિર્ણય કરીને તેને ઉપકાર થાય તે પ્રકારનો જ વચનપ્રયોગ સુસાધુ કરે, જે સત્યવચન છે. વળી જે વચન બોલનાર સુસાધુના સંવેગની વૃદ્ધિને કરનાર હોવાથી આત્માનું ગ્રાહક હોય અને યોગ્ય શ્રોતાને જે વચનના શ્રવણથી સંવેગની વૃદ્ધિ થાય, તેથી પરનું ગ્રાહક હોય તેવું વચન સત્યવચન છે. વળી સત્યવચન માયારહિત હોય અર્થાત્ જેવો અંતરંગ પરિણામ હોય તેને અનુરૂપ જ તે વચનપ્રયોગ હોય, પરંતુ અંતરંગ પરિણામ અન્ય ભાવો હોય અને બાહ્ય અભિવ્યક્તિરૂપે અન્ય ભાવોને વ્યક્ત કરે તેવો વચનપ્રયોગ ન હોય, તેવો વચનપ્રયોગ નિરુપધ વચનપ્રયોગ છે જે સત્યવચન છે. વળી પોતે જે દેશ અને કાળમાં વર્તતા હોય તે દેશ-કાળ સાથે ઉપપન્ન થાય સંગત હોય, તેવું વચન સત્યવચન છે. વળી સત્યવચન અનવદ્ય છે અર્થાત્ ગુણવૃદ્ધિનું કારણ બને તેવા પ્રકારનું, સાવદ્યભાષાના
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy