SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પપ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૧ વિકલ્પ કરવો. વળી એક વસ્તુના ત્રણ વિભાગ કરીને એક વિભાગમાં સતુનો વિકલ્પ કરવો, બીજા વિભાગમાં અસત્નો વિકલ્પ કરવો અને ત્રીજા વિભાગમાં અવક્તવ્યનો વિકલ્પ કરવો. આ પ્રકારે દેશના આદેશથી ચાર વિકલ્પો કરવા જોઈએ. ‘તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૩૧ ભાવાર્થ : સૂત્ર-૨૯માં કહ્યું કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ છે. ત્યાં પ્રશ્ન થયો કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ છે તે નિત્ય છે ? કે અનિત્ય છે ? અર્થાત્ તે સત્ પણ કિંચિત્કાળ સ્થાયી છે કે સદાકાળ સ્થાયી છે ? તેથી સૂત્ર૩૦માં કહ્યું કે સદ્ના ભાવમાં અવ્યયરૂપે નિત્ય છે અર્થાત્ સત્ સદા સતું જ રહે છે, ક્યારેય અસતું થતું નથી. અહીં પ્રશ્ન થાય કે સત્ સદા સતું જ હોય તો અનેકાંતવાદનો અપલાપ થશે; કેમ કે સત્ એકાંતે સત્ છે તેમ પ્રાપ્ત થાય. તેથી કહે છે – અર્પિત દ્વારા અર્પિતાની સિદ્ધિ છેઃઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ છે એ પ્રકારની અર્પણા દ્વારા કોઈક સ્વરૂપે અનર્પિત એવા અસત્ની પણ સિદ્ધિ છે. તેથી સત્ પણ કથંચિત્ સતુ-અસતુરૂપે છે. આ કથનને સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી કહે છે – ત્રિવિધ પણ સત્ નિત્ય છે અને ઉભય પણ છે ઉત્પાદ-વ્યય સ્વરૂપ ઉભયરૂપ પણ છે; કેમ કે અર્પિત દ્વારા અનર્પિતની સિદ્ધિ છે. અર્પિત દ્વારા નિર્મિતની સિદ્ધિ છે એમ કહેવાથી નિત્યરૂપે અર્પિતને ઉત્પાદ-વ્યયરૂપ ઉભયની પ્રાપ્તિ કઈ રીતે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – સત્ અર્પિત વ્યવહારવાળું પણ છે અને અનર્પિત વ્યવહારવાળું પણ છે તેથી જે ધર્મની અર્પણાની અપેક્ષાએ સતું વસ્તુ નિત્ય છે તે અર્પિત વ્યાવહારિક છે અને જે ધર્મની અર્પણા કરી નથી તે ધર્મની અપેક્ષાએ ઉત્પાદ-વ્યયરૂપ છે, તે અનર્પિત વ્યાવહારિક છે. જેમ ઘટ ઘટત્વધર્મની અપેક્ષાએ અર્પિત વ્યાવહારિક છે માટે સત્ છે, પટવ ધર્મની અપેક્ષાએ અનર્પિતવ્યાવહારિક છે તેથી ઘટ પટરૂપે અસત્ છે તેમ ત્રિવિધ પણ સદ્ નિત્ય છે એમ કહ્યું તેનાથી તે સત્ જ ઉત્પાદ-વ્યયરૂપ અનર્પિત વ્યાવહારિક છે. આ રીતે અર્પિત દ્વારા અનર્પિતાની સિદ્ધિ કર્યા પછી તે સત્ ચાર પ્રકારનું છે એમ બતાવીને તેના દ્રવ્યાસ્તિક આદિ ચાર ભેદો ભાષ્યકારશ્રીએ “તથાથી સ્પષ્ટ કર્યા. તેનાથી એ પ્રાપ્ત થાય કે જગતમાં દેખાતા પદાર્થો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે અને તે પદાર્થ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે. વળી, સ્યાદ્વાદના મતમાં અર્થનય અને વ્યંજનનય એમ બે નયો છે. અર્થનય એટલે અર્થને= પદાર્થને, જોનારી દૃષ્ટિ, અને વ્યંજનનય એટલે પદાર્થને જોયા પછી શબ્દને આશ્રયીને વસ્તુનો ભેદ કરાવનારી નયદૃષ્ટિ. જેમ તટરૂપ વસ્તુને જોઈને “ત:-તરી-તરમ્' એ પ્રકારના લિંગના ભેદથી શબ્દનય એક જ તટરૂપ અર્થને ત્રણ ભેદવાળું કહે છે. આ
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy