________________
૪૫
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૫ | સૂત્ર-૨૯ તેના ભ્રાંતપણામાં=સંસારીઅવસ્થાની જે ઉપલબ્ધિ છે તેના ભ્રાંતપણામાં, પ્રમાણનો અભાવ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે યોગીજ્ઞાનથી નક્કી થાય છે કે સંસારપણાની જે પ્રતીતિ છે તે ભ્રાંત છે માટે સંસારઅવસ્થા પારમાર્થિકી નથી. તેથી આત્મા નિત્યમુક્ત છે માટે એકાંતધ્રૌવ્યની સિદ્ધિ છે, તેને ભાષ્યકારશ્રી કહે છે –
વળી યોગીજ્ઞાનના પ્રામાયનો સ્વીકાર કરાયે છતે તેનો અવસ્થાભેદ અબ્રાંત છે=યોગી પૂર્વે અયોગી હતા ત્યારે યોગીને જ્ઞાન ન હતું અને પાછળથી યોગીને જ્ઞાન થયું એ રૂપ યોગીઅવસ્થાનો ભેદ અભ્રાંત છે. તેથી એમ નક્કી થાય કે એકાંતધ્રૌવ્યની અસિદ્ધિ છે. અને આEયોગીની અવસ્થાનો ભેદ છે તેથી આત્માનું એકાંત ધ્રૌવ્ય નથી એ, એ પ્રમાણે જ છે. અન્યથા તેવું ન સ્વીકારો તો, મનુષ્યાદિનું દેવત્વાદિ નથી=જે મનુષ્ય છે તે મરીને દેવપણાને પ્રાપ્ત કરે છે તેમ કહી શકાય નહીં. એ રીતે= મનુષ્યાદિનું દેવાદિપણું નથી એ રીતે, યમાદિપાલનનું અર્થપણું થશે અર્થાત્ આત્મા કોઈ અવસ્થાંતરને પામતો ન હોય તો યમાદિપાલન દ્વારા તેને કોઈ અવસ્થાની પ્રાપ્તિ થાય નહીં, તેથી તેના પાલનથી કોઈ પ્રયોજનની સિદ્ધિ થાય નહીં. અને એ રીતે હોતે છતેયમાદિના પાલનથી આત્મામાં કોઈ અવસ્થાંતરની પ્રાપ્તિ થતી નથી એ રીતે હોતે છતે, “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, યમો છે, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન આદિ નિયમો છે.” એ પ્રકારનું આગમવચન=સાંખ્યદર્શનનું આગમવચન, વચનમાત્ર થાય અર્થ વગરનું થાય.
આ રીતે એકાંતધ્રૌવ્ય ઉચિત નથી, તેથી ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ છે એમ સ્થાપન થયું. હવે એકાંતઅધ્રૌવ્ય ઉચિત નથી, તે બતાવતાં કહે છે –
આ રીતે જેમ એકાંતધ્રૌવ્ય ઉચિત નથી તે રીતે એકાંતઅધોવ્યમાં પણ સર્વથા તેના અભાવની આપત્તિ હોવાથી=મનુષત્વાદિ ભાવની ઉત્તરમાં અભાવતી આપત્તિ હોવાથી, તત્ત્વથી=પરમાર્થથી, અહેતુક જ અવસ્થાંતર છે-મનુષ્ય મરીને દેવ થાય છે તે સ્થાનમાં દેવત્વ આદિની પ્રાપ્તિ અહેતુક જ છે, તેમ માનવું પડે અર્થાત્ મનુષ્યત્વનો સર્વથા નાશ થવાથી ઉત્તરમાં થનારા દેવત્વનું કોઈ કારણ નથી તેમ માનવું પડે, એથી અહેતુક અવસ્થાંતર છે એથી, સર્વદા તેના ભાવનો કે અભાવનો પ્રસંગ છે=મનુષ્ય મરીને દેવ થાય છે તે દેવરૂપ અવસ્થાંતરનો સદા ભાવ જોઈએ કે સદા અભાવ જોઈએ; કેમ કે અહેતુકત્વનો અવિશેષ છે. (જેમ આત્માનો કોઈ હેતુ નથી, તેથી આત્માનો સદા ભાવ છે અથવા શશશૃંગનો કોઈ હેતુ નથી તેથી સદા તેનો અભાવ છે, તેમ ઉતરતા દેવભવનો સદા ભાવ અથવા સદા અભાવ પ્રાપ્ત થવો જોઈએ.)
અહીં પર અભિપ્રાયની આશંકા કરીને પરિહાર કરતાં કહે છે – હેતુનું સ્વભાવપણું હોવાથી ઉત્તરમાં તેનો ભાવ છે=હેતુનું સ્વભાવપણું હોવાથી ઉત્તરમાં દેવભવની પ્રાપ્તિ છે (મનુષ્યભવરૂપ હેતુનો તેવો જ સ્વભાવ છે કે ઉત્તરક્ષણનો નાશ થાય ત્યારે દેવભવને ઉત્પન્ન કરે; કેમ કે ક્ષણિકવાદ પ્રમાણે દરેક ક્ષણ નશ્વર છતાં કુવંરૂપત્યવાળી છે. તેથી મનુષ્યરૂપે