SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૪ અહીં શંકા કરે છે – કયા પ્રયોજનથી સ્પર્ધાદિ અને શબ્દાદિના સૂત્રનું પૃથફ કરણ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સ્પશદિ પરમાણમાં અને સ્કંધમાં પરિણામથી થનારા જ હોય છે. અને શબ્દાદિ સ્કંધમાં જ થાય છે અને અનેક નિમિત્તથી થાય છે. એથી પૃથક્કરણ છે=બે સૂત્રને પૃથફ કરેલ છે. li૫/૨૪ના ભાવાર્થ : શબ્દ પુદ્ગલ છે. તે શબ્દ છ પ્રકારના છે. મૃદંગાદિને વગાડવાથી જે પ્રકારનો ધ્વનિ થાય છે તેને તત શબ્દથી વાચ્ય કરાય છે. તેવા ધ્વનિવાળા શબ્દો એ પુદ્ગલનો પરિણામ છે. એથી શબ્દ પુદ્ગલો મૃદંગાદિથી સંભળાય છે. એ રીતે વણાદિનો જે ધ્વનિ સંભળાય છે તે વિતત શબ્દથી વાચ્ય છે. તે વિતત સ્વરૂપવાળો જે પરિણામરૂપ શબ્દ તે વીણામાંથી અવાજરૂપે નીકળતા પુદ્ગલો છે, જે શ્રોતાને શ્રોત્રંદ્રિય દ્વારા ગ્રહણ થાય છે. ઘન એ પ્રકારનો ધ્વનિ કાંસાદિમાં થાય છે. આવા ધ્વનિવાળા પુદ્ગલો છે જે શ્રોત્રંદ્રિયનો વિષય બને છે. વાંસળીમાંથી નીકળતા ધ્વનિને શુષિર કહેવાય છે. શુષિરરૂપ શબ્દ પરિણામરૂપ પુદ્ગલો છે, જે શ્રોનેંદ્રિયનો વિષય થાય છે. વસ્ત્રને ફાડવાથી જે તડતડ અવાજરૂપે થાય છે તે સંઘર્ષરૂપ શબ્દ કહેવાય છે. આ સંઘર્ષ પર્યાયવાળા જે શબ્દ છે તે શબ્દ પુદ્ગલો શ્રોત્રંદ્રિયથી સંભળાય છે. બેઇન્દ્રિયાદિથી માંડીને પંચેંદ્રિય સુધીના જીવો જે બોલે છે તે ભાષાને પરિણમન પામેલા શબ્દો છે. આવા શબ્દ પરિણામરૂપે પરિણમેલા પુદ્ગલો શ્રોત્રંદ્રિયથી સંભળાય છે. બંધ એ પુદ્ગલનો પરિણામ છે પુગલો બંધપરિણામવાળા છે. બંધ પરસ્પર ઉપશ્લેષરૂપ છે. બંધ પ્રયોગથી, વિસસાથી અને મિશ્રથી થાય છે; કેમ કે સ્નિગ્ધ-રૂક્ષપણાથી પુદ્ગલોનો બંધ થાય છે અને એ પ્રમાણે સૂત્ર-૩૨માં ગ્રંથકારશ્રી કહેશે. જીવના પ્રયત્નથી જે બંધ થાય તે પ્રયોગબંધ કહેવાય. જેમ જીવ પરભવમાંથી આવે છે ત્યારે લોમાહાર ગ્રહણ કરીને પોતાના કાર્મણશરીર સાથે ઔદારિકશરીરનો પરસ્પર આશ્લેષ કરે છે તે પ્રયોગથી થયેલો બંધ છે. વિસસાબંધ પરમાણુમાંથી બનતા સ્કંધસ્વરૂપ છે. ઔદારિક આદિ વર્ગણાઓ બને છે તે સર્વે જીવના પ્રયત્નથી થતી નથી પરંતુ તે તે પુદ્ગલોમાં તે બંધને અનુકૂળ સ્વભાવ પ્રગટ થાય છે જેથી તે પુદ્ગલો પરસ્પર તે પ્રકારે સંશ્લેષ પામીને સ્કંધો બને છે. તે સર્વ વિસસાબંધ છે. મિશ્રબંધ જીવના પ્રયત્ન અને વિસસાથી થાય છે. જેમ જીવ આહાર ગ્રહણ કરીને પોતાના શરીર સાથે આહારના પુદ્ગલોને શરીરરૂપે પરિણાવે છે તે વખતે સ્વાભાવિકપણે રૂંવાડામાંથી લોમાહારરૂપે અન્ય પુદ્ગલો પ્રવેશીને શરીરરૂપે પરિણમન પામે છે. તેથી આહારના પુદ્ગલોને પ્રયત્નથી શરીર સાથે એકમેક કરે છે લોમથી પ્રવેશેલા પુદ્ગલો દેહની સાથે વિસસા ભાવથી એકમેક સાથે પરિણમન પામે છે તેથી પૂર્વના શરીર સાથે નવા યુગલોના બંધની પ્રાપ્તિ થઈ, જે મિશ્રબંધ છે. આવા મિશ્રબંધવાળા પણ પુદ્ગલો છે. વળી સૂક્ષ્મપણું પુગલનો પરિણામ છે માટે સૂક્ષ્મપરિણામવાળા પુદ્ગલો છે. આ સૂક્ષ્મપણું બે પ્રકારનું છેઃ (૧) અંત્યસૂક્ષ્મ અને (૨) આપેક્ષિકસૂક્ષ્મ. અંત્યસૂક્ષ્મ પરમાણુઓમાં જ છે; કેમ કે પરમાણુથી અધિક પુદ્ગલોનો સૂમભાવ પ્રાપ્ત થતો નથી. વળી આપલિકસૂક્ષ્મપણું કચણુકાદિ સ્કંધોમાં સંઘાતપરિણામની
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy