SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩ અવતરણિકા : સૂત્ર-૧માં અજીવદ્રવ્યો બતાવ્યાં અને સૂત્ર-રમાં તે અજીવ સાથે જીવ સહિત કુલ પાંચ દ્રવ્યો છે, તેની સ્પષ્ટતા કરી. હવે તે પાંચ દ્રવ્યો કેવા સ્વરૂપવાળાં છે ? તે બતાવવા અર્થે કહે છે – સૂત્ર: नित्यावस्थितान्यरूपाणि च ।।५/३।। સૂત્રાર્થઃ આ પાંચ દ્રવ્યો નિત્ય છે, અવસ્થિત છે અને અરૂપી છે. પ/૩ ભાષ્ય : एतानि द्रव्याणि नित्यानि भवन्ति, 'तद्भावाव्ययं नित्यम्' (अ० ५, सू० ३०) इति च वक्ष्यते, अवस्थितानि च, न हि कदाचित् पञ्चत्वं भूतार्थत्वं च व्यभिचरन्ति । अरूपाणि च, नैषां रूपमस्तीति । रूपं मूर्तिः, मूर्त्याश्रयाश्च स्पर्शादय इति ।।५/३।। ભાષ્યાર્થ - તાનિ .... વિ . આ દ્રવ્યો પૂર્વમાં બતાવેલાં પાંચ દ્રવ્યો, નિત્ય છે. કેવા પ્રકારનાં નિત્ય છે ? એથી કહે છે – “તદ્ભાવ અવ્યયરૂપ નિત્ય છે” (અધ્યાય-પ, સૂત્ર-૩૦) એ પ્રમાણે કહેવાશે અને અવસ્થિત છે ક્યારેય પણ પાંચપણાને અને ભૂતાર્થપણાના વ્યભિચારને પામતાં નથી=સદા પાંચપણારૂપે અને સભૂતાર્થરૂપે વિદ્યમાન રહે છે, અને અરૂપવાળાં છે. આમતે=આ દ્રવ્યોને, રૂપ નથી એથી અરૂપી છે. રૂપ શું છે ? એ સ્પષ્ટ કરે છે – રૂપ મૂર્તિ છે, અને મૂર્તિના આશ્રયવાળાં સ્પશદિ છે. પ/ ભાવાર્થ :પૂર્વમાં બતાવેલાં ધર્મ આદિ પાંચ દ્રવ્યો નિત્ય છે. અહીં પ્રશ્ન થાય છે કે નિત્યનો અર્થ સામાન્યથી અપ્રશ્રુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવ છે તેવો પ્રાપ્ત થાય. આ પાંચ દ્રવ્યો સર્વથા નિત્ય નથી, પરંતુ કથંચિત્ નિત્ય છે. એ બતાવવા અર્થે કહે છે – “તદ્દભાવના અવ્યયરૂપ નિત્ય છે” એ પ્રમાણે આગળમાં કહેવાશે. તેથી એ પ્રાપ્ત થાય કે પાંચેય દ્રવ્ય અન્ય અન્યરૂપે પરિણમન પામતાં હોવા છતાં તે દ્રવ્યોના તે ભાવનો વ્યય થતો નથી. જેમ ધર્માસ્તિકાયદ્રવ્યનું ધર્માસ્તિકાયત્વ વ્યય પામતું નથી, જીવદ્રવ્યનું જીવત્વ ક્યારેય નાશ પામતું નથી એ પ્રકારે તેઓ નિત્ય છે; છતાં જીવદ્રવ્ય જેમ તે તે પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને તે તે પર્યાયરૂપે નાશ પામે છે છતાં
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy