SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૧૮, ૧૯, ૨૦ ૧૯૧ અન્ય દર્શનવાળા જીવો સંબંધી “સોપધ કે નિરુપધ, સદભૂત કે અસભૂત ગુણોને કહેનારું વચન” એ સંસ્તવ છે. તેથી એ પ્રાપ્ત થાય કે અન્યદર્શનવાળા સાથે પોતાને પરિચય હોય અને તેની સાથે સારો સંબંધ રાખવાની વૃત્તિ હોય ત્યારે સોપધ એટલે કપટપૂર્વક અને નિરુપધ એટલે કપટરહિત તેના દર્શનના કે તેના દર્શનના સેવનથી તેનામાં પ્રગટ થયેલા વાસ્તવિક ગુણો કે અવાસ્તવિક ગુણોનું કથન કરે અર્થાત્ તારામાં આ બધા ગુણો ઘણા સારા છે અથવા તારા દર્શનની આ બધી વાતો સુંદર છે તેમ કહેવું એ સંસ્તવ નામનો સમ્યક્તનો અતિચાર છે. પ્રશંસામાં પોતાને તે દર્શનમાં ઘણા ગુણો દેખાય છે, તેથી હૈયાથી પ્રશંસા થયેલ છે અને સંસ્તવમાં તે દર્શનના ગુણોને જોઈને પ્રશંસાનો પરિણામ નથી, પરંતુ મિત્રતા આદિના સંબંધને કારણે તેને સુંદર લાગે તેવા તે દર્શનની પ્રશંસા કરનારાં વચનો કહેવામાં આવે છે. ૭/૧૮ અવતરણિકા : સમ્યક્તના પાંચ અતિચાર બતાવ્યા પછી શ્રાવકના બાર વ્રતોના અતિચારો બતાવવા અર્થે કહે છે – સૂત્ર : વ્રતશીજોપુ પશ્વ પશ્વ યથાશ્ચમમ્TI૭/૨૧ સૂત્રાર્થ - વ્રતમાં અને શીલમાં=અણુવતોમાં અને ગુણવત તથા શિક્ષાવતરૂપ શીલોમાં, યથાક્રમ પાંચપાંચ અતિચારો છે. ll૭/૧૯ll ભાષ્ય : व्रतेषु पञ्चसु शीलेषु च सप्तसु पञ्च पञ्चातीचारा भवन्ति, यथाक्रममिति ऊर्ध्वं यद्वक्ष्यामः T૭/૧ ભાષ્યાર્થ :ત્ર યસ્થાન | પાંચ વ્રતોમાં=પાંચ અણુવ્રતોમાં, અને સાત શીલોમાં–ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતમાં, પાંચ-પાંચ અતિચારો થાય છે, યથાક્રમ=આગળમાં અમે જે કહીશું તે ક્રમાનુસાર, છે. I૭/૧૯I ભાષ્ય : તથા -
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy