SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ભાષ્યાર્થ : बह्वारम्भता તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૧૬, ૧૭, ૧૮ મતિ ।। બહુઆરંભતા અને બહુપરિગ્રહતા નરકઆયુષ્યનો આશ્રવ છે. II૬/૧૬૫ ભાવાર્થ: બાહ્યથી ઘણો આરંભ હોય કે બાહ્યથી ઘણો પરિગ્રહ હોય છતાં જે જીવોને તત્ત્વાતત્ત્વનો વિવેક છે અને ધીરે-ધીરે નિરારંભતા અને નિષ્પરિગ્રહત્વ પ્રત્યે જવાનો યત્ન છે તેઓના આરંભ અને પરિગ્રહમાં બાહ્યથી બહુલતા હોવા છતાં પણ ભાવથી અલ્પતા છે. આથી જ તે ન૨કઆયુષ્યનો આશ્રવ બનતો નથી. જેઓ પાસે ઘણું ધન નથી અને ઘણો આરંભ કરવાનું સામર્થ્ય નથી, છતાં બહુઆરંભ અને બહુપરિગ્રહમાં જ સારપણાની બુદ્ધિ પડી છે તેથી શક્તિ અનુસાર ઘણા આરંભની પ્રવૃત્તિઓ કરે છે અને બહુપરિગ્રહ પ્રાપ્ત કરવા સતત યત્ન કરે છે અને તેને અનુકૂળ જ પરિણામોનો પ્રવાહ ચિત્તમાં વર્તે છે, તે નરકઆયુષ્યનો આશ્રવ છે. II૬/૧૬ા સૂત્રઃ માયા તૈર્વયોનર્થ ।।૬/૨૯।। સૂત્રાર્થ : તિર્યંચયોનિનો આશ્રવ માયા છે. II૬/૧૭|| ભાષ્યઃ माया तैर्यग्योनस्यायुष आस्रवो भवति ।।६/१७।। ભાષ્યાર્થ : माया મવૃત્તિ ।। તિર્યંચ યોનિના આયુનો આશ્રવ માયા=માયાકષાય, છે. ૬/૧૭|| ભાવાર્થ: જે જીવોમાં અત્યંત વિપર્યાસબુદ્ધિ છે અને તેના કારણે વક્ર સ્વભાવ છે. તેથી પ્રવૃત્તિકાળમાં વારંવાર માયાનો પરિણામ થયા કરતો હોય છે. તેઓનો માયાનો પરિણામ તિર્યંચના આયુષ્યનો આશ્રવ છે. ૫૬/૧૭|| સૂત્ર ઃ ..... अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य ।।६/ १८ ।।
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy