SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૧૦ ૧૦૫ હવે નિસર્ગઅધિકરણ ત્રણ પ્રકારનું છે – (૧) કાયનિસર્ગઅધિકરણ, (૨) વાનિસર્ગઅધિકરણ, (૩) મતનિસર્ગઅધિકરણ. ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. I૬/૧૦થા ભાવાર્થ સૂત્ર ૮માં ગ્રંથકારશ્રીએ કહેલ કે અધિકરણ જીવરૂપ અને અજીવરૂપ છે. ત્યાં ભાષ્યકારશ્રીએ જણાવેલ કે દ્રવ્યઅધિકરણ છેદન-ભેદનાદિ અને દશ પ્રકારના શસ્ત્રરૂપ છે. તે દ્રવ્યઅધિકરણ જ અજીવઅધિકરણરૂપ છે. દ્રવ્યઅધિકરણ જેમ ત્યાં છેદન-ભેદનાદિ ક્રિયારૂપ અને દશ પ્રકારના શસ્ત્રરૂપ ગ્રહણ કરેલ તે જ અન્ય પ્રકારે ૪ ભેદવાળું છે તે બતાવે છે – (૧) નિર્વતૈના, (૨) નિક્ષેપ, (૩) સંયોગ અને (૪) નિસર્ગ. (૧) નિર્વર્તનાઅધિકરણ : તે ૪ પ્રકારના અજવઅધિકરણમાં નિર્વતનાઅધિકરણ બે પ્રકારનું છે – (૧) મૂલગુણનિર્વતનાઅધિકરણ અને (૨) ઉત્તરગુણનિર્વર્તનાઅધિકરણ. (અ) મૂલગુણનિર્વર્તનાઅધિકરણ : જેમ સાધુનાં પાંચ મહાવ્રતો અને છઠું રાત્રિભોજનવિરમણવ્રત મૂલગુણરૂપ છે, તેમ જીવમાં ભાવઅધિકરણની પ્રાપ્તિના કારણભૂત દ્રવ્યઅધિકરણ પાંચ શરીર, વાણી, મન અને શ્વાસોચ્છવાસના પુદ્ગલોનું ગ્રહણ છે. તેના બળથી જીવ વીર્યનો વ્યાપાર કરે છે, અને તે મુજબ અધ્યવસાય કરીને કર્મબંધને અનુકૂળ ભાવઅધિકરણની પ્રાપ્તિ કરે છે. તેથી જેમ સાધુના સંયમનું મૂળ કારણ પાંચ મહાવ્રતો છે તેમ ભાવઅધિકરણની પ્રાપ્તિનું મૂલ કારણ પાંચ શરીર અને મન-વચન-શ્વાસોચ્છવાસના પુદ્ગલો છે, તેના બળથી જ જીવ અધ્યવસાય કરીને કર્મ બાંધે છે. સામાન્યથી પાંચ શરીરો, વાણી, મનના પગલોનું ગ્રહણ અધ્યવસાય પ્રત્યે કારણ છે તેમ શ્વાસોચ્છવાસનું ગ્રહણ અને મોચન પણ તે પ્રકારના વિર્યવ્યાપાર દ્વારા અધ્યવસાય પ્રત્યે કારણ છે. માટે મૂલગુણ-નિર્વર્તનાઅધિકરણમાં તે સર્વને ગ્રહણ કરેલ છે. (આ) ઉત્તરગુણનિર્વર્તનાઅધિકરણ : વળી સંસારી જીવો શરીરના બળથી કાષ્ઠકર્મ, પૂતળી આદિ નિર્માણ કરવું કે ચિત્રકર્મ કરે છે તે સર્વ ઉત્તરગુણનિર્વર્તનાઅધિકરણરૂપ છે; કેમ કે આ જ શરીર દ્વારા જીવ પુદ્ગલની અન્ય ક્રિયાઓ કરે છે. તે ક્રિયાકાળમાં જે પ્રકારનો જીવનો અધ્યવસાય થાય છે, તે અધ્યવસાય જીવનું ભાવઅધિકરણ છે. તેના પ્રત્યે ઉત્તરગુણનિર્વનાઅધિકરણ કારણરૂપ છે, તેથી તે દ્રવ્યઅધિકરણ છે. દશ પ્રકારનાં શસ્ત્રો જે દ્રવ્યઅધિકરણરૂપે કહ્યાં, તે ઉત્તરગુણનિર્વતનાઅધિકરણમાં અંતર્ભાવ પામે છે અને પાંચ પ્રકારનાં શરીરો આદિ જે મૂલગુણનિર્વર્તના કહી તેમાં છેદન-ભેદન ક્રિયા અંતર્ભાવ પામશે; કેમ
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy