SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ | સૂત્ર-૨૩, ૪ તિ' શબ્દ શંકાની સમાપ્તિ માટે છે. અહીં પૂર્વપક્ષીએ કરેલી શંકામાં, ઉત્તર અપાય છે – પૃથ્વી આદિથી માંડીને વાયુના અંતવાળા જવનિકાયને એક જ ઈન્દ્રિય છે. અહીં પ્રશ્ન થાય કે કઈ એક ઇન્દ્રિય છે ? તેથી કહે છે – સૂત્રક્રમના પ્રામાયથી ઈજિયોના વર્ણનને કહેવા સૂત્ર-૨૦ગ્યા ક્રમના પ્રામાણ્યથી, પ્રથમ સ્પર્શનેંદ્રિય છે એ પ્રમાણેનો અર્થ છે. પર/૨મા ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ સૂત્ર-૧૨માં કહેલ કે સંસારી જીવો ત્રસ અને સ્થાવર એમ બે ભેદવાળા છે. ત્યારપછી સૂત્ર-૧૩માં સ્થાવરના ત્રણ ભેદો બતાવ્યા અને સૂત્ર-૧૪માં ત્રસના છ ભેદો બતાવ્યા. તેથી નવ જવનિકાય છે, એ પ્રકારનું કથન પ્રાપ્ત થયું. વળી સૂત્ર-૧૫માં ઇન્દ્રિયો પાંચ છે તેમ કહ્યું. તેથી વિચારકને પ્રશ્ન થાય કે આ નવ પ્રકારના જીવોમાંથી ક્યા જીવને કઈ ઇન્દ્રિય છે? એ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રીએ સૂત્રમાં કહ્યું કે વાયુના અંત સુધીના જીવોને એક ઇન્દ્રિય છે. તેથી એ પ્રાપ્ત થયું કે સૂત્ર-૧૩માં બતાવેલ પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયરૂપ ત્રણ સ્થાવર અને સૂત્ર-૧૪માં બતાવેલ તેઉકાય અને વાયુકાય એમ પાંચ જવનિકાયોને એક જ ઇન્દ્રિય છે. ત્યાં પ્રશ્ન થાય કે કઈ એક ઇન્દ્રિય છે? તેથી ભાષ્યકારશ્રી કહે છે – પ્રથમ જ ઇન્દ્રિય છે. અહીં પ્રશ્ન થાય કે કઈ પ્રથમ ઇન્દ્રિય છે? તેથી ભાષ્યકારશ્રી કહે છે – સૂત્ર-૨૦માં બતાવેલ ક્રમના પ્રમાણપણાથી પ્રથમ સ્પર્શનેંદ્રિય જ છે તે સ્પર્શનેંદ્રિય વાયુ સુધીના જીવોને છે. II/ II અવતરપિકા - સ્પર્શનેંદ્રિયરૂપ એક ઈન્દ્રિય કયા જીવોને છે ? તે પૂર્વસૂત્રમાં બતાવ્યું. હવે બાકીની ઇન્દ્રિયો કોને છે? તે ક્રમસર બતાવે છે – સૂત્ર: कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैकवृद्धानि ।।२/२४।। સૂત્રાર્થ : કૃમિ, પિપીલિકા, ભ્રમર, મનુષ્ય આદિને એક એક વૃદ્ધિવાળી (ઈન્દ્રિય છે.) ર/ર૪ll
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy