SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪/ સૂત્ર-૧પ અભિવર્ધિતયુગ. આ પાંચ યુગનાં નામો પર્યાયવાચીરૂપ છે કે તે પાંચેય યુગોમાં પરસ્પર કોઈ ભેદ છે તેનું સ્પષ્ટીકરણ ભાષ્યકારશ્રીએ કરેલ નથી. ટીકાકારશ્રી સૂર્યમાસ અને સૂર્યવર્ષ શું છે ? તે બતાવે છે, પરંતુ સૂર્યયુગ છે કે નહીં તેની સ્પષ્ટતા કરતા નથી. જો સૂર્યવર્ષ જેમાં પાંચ હોય તે સૂર્યયુગ છે તેમ કહીએ તો પૂર્વમાં ચંદ્ર ચંદ્ર આદિ પાંચ વર્ષ વાળું જે યુગ કહેલું તે પાંચ કરતાં અન્ય કોઈ યુગની પ્રતીતિ થાય અને તે સંગત જણાતું નથી. તેથી પૂર્વમાં ચંદ્ર, ચંદ્રાદિ કહેલા પાંચ વર્ષનું યુગ થાય છે અને તે યુગનાં આ નામો હોવાં જોઈએ અને તે નામકૃત કોઈ યુગમાં પરસ્પર વિશેષતા હોય તો બહુશ્રુતોનો વિષય છે. ચોરાસી લાખ વર્ષનું પૂર્વાગ છે અને ચોરાસી લાખ પૂર્વાગ એક પૂર્વ છે. આ રીતે અયુત આદિને પણ ગણના કરવાનો ભાષ્યકારશ્રી નિર્દેશ કરે છે, તે પ્રમાણે ચોરાસી લાખ પૂર્વનું એક અયુતાંગ થાય અને ચોરાસી લાખ અયુતાંગનો એક અયુત થાય. આ રીતે યાવદ્ હૂહૂ સુધી ગણના થાય છે જે સર્વ સંખ્યાત કાળ છે. આના પછી પણ હજુ સંખ્યાત કાળની પ્રાપ્તિ હોવા છતાં ત્યારપછી ઉપમાથી અતીત કાળને ભાષ્યકારશ્રી કહે છે. તે આ પ્રમાણે – કોઈ પલ્ય આકારનો ખાડો જે એક યોજન વિસ્તીર્ણ એક યોજન ઊંચો હોય અને ગોળાકાર હોય, તે ખાડામાં એક રાત્રિના યાવતુ સાત રાત્રિના ઉત્પન્ન થયેલા યુગલિક બાળકના શરીરના એક એક વાળના અસંખ્ય ટુકડા કરી તેનાથી એને સંપૂર્ણ ભરવામાં આવે અને દર સો વર્ષે તે વાળનો એક ટુકડો તેમાંથી કાઢવામાં આવે આ રીતે જેટલા કાળમાં તે ખાડો ખાલી થાય તે પલ્યોપમ કહેવાય. આ પલ્યોપમની સંખ્યાથી પણ સંખ્યાત પ્રમાણ સંખ્યાની જ પ્રાપ્તિ છે, અસંખ્યાત પ્રમાણ અસંખ્યાતની પ્રાપ્તિ નથી; છતાં પૂર્વમાં જે સંખ્યા બનાવી તેના કરતાં ઘણી અધિક સંખ્યા પ્રમાણ આ સંખ્યાત છે અને ઉપમાથી આ સંખ્યાની ગણતરી થાય છે. અને તેવા દશ કોટાકોટીથી ગુણિત એવા પલ્યોપમ પ્રમાણ એક સાગરોપમ બને છે. આ સાગરોપમની સંખ્યા પણ સંખ્યામાં જ પ્રાપ્ત થાય છે, અસંખ્યાત સંખ્યામાં નહીં. વળી આ પલ્યોપમ જ અનેક ભેદવાળા છે તેમાંથી જે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ છે તેને આશ્રયીને આયુષ્યના અને કાળચક્રના સમયની ગણના છે. પૂર્વમાં બતાવેલ પલ્યોપમથી ગણના થતી નથી અને તેની ગણના આ પ્રમાણે છે – એક રાત્રિથી સાત રાત્રિના ઉત્પન્ન થયેલા બાળકના એકવાળના અસંખ્યાત ટુકડા કરવામાં આવે તેનાથી પલ્ય આકારવાળો તે ખાડો પૂરવામાં આવે જે ટુકડા ચક્ષુથી અદશ્ય હોય છે તેથી તેવા સૂક્ષ્મ ટુકડાને પ્રતિ સો વર્ષે બુદ્ધિથી એક એક કાઢવામાં આવે અને જેટલા વર્ષે તે ખાડો ખાલી થાય તે સૂક્ષ્મઅદ્ધા પલ્યોપમ કહેવાય. આવા સૂક્ષ્મઅદ્ધા પલ્યોપમ પણ દશ કોટાકોટી પલ્યોપમ પ્રમાણ થાય ત્યારે એક સાગરોપમ થાય. ભરત અને ઐરવતમાં આવા ચાર કોટાકોટી સાગરોપમનો સુષમસુષમા નામનો પહેલો આરો હોય છે, ત્રણ કોટાકોટી સાગરોપમનો બીજો આરો સુષમા નામનો હોય છે, સુષમદુષમા નામનો બે કોટાકોટી સાગરોપમનો ત્રીજો આરો હોય છે, બેતાલીસ હજાર ન્યૂન એવા એક કોટાકોટી સાગરોપમનો દુષમસુષમા
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy