SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪| સૂત્ર-૧૧ ભાષ્ય : तत्र भवनानि रत्नप्रभायां बाहल्यार्धमवगाह्य मध्ये, भवनेषु वसन्तीति भवनवासिनः, भवप्रत्ययाश्चैषामिमा नामकर्मनियमात् स्वजातिविशेषनियता विक्रिया भवन्ति । तद्यथा – गम्भीराः श्रीमन्तः काला महाकाया रत्नोत्कटमुकुटभास्वराश्चूडामणिचिह्ना असुरकुमारा भवन्ति । शिरोमुखेष्वधिकप्रतिरूपाः कृष्णाः श्यामा मृदुललितगतयः शिरस्सु फणिचिह्ना नागकुमाराः । स्निग्धा भ्राजिष्णवोऽवदाता वज्रचिह्ना विद्युत्कुमाराः । अधिकप्रतिरूपग्रीवोरस्काः श्यामावदाता गरुडचिह्नाः सुपर्णकुमाराः । मानोन्मानप्रमाणयुक्ता भास्वन्तोऽवदाताः घटचिह्नाः अग्निकुमारा भवन्ति । स्थिरपीनवृत्तगात्रा निम्नोदरा अश्वचिह्ना अवदाता वातकुमाराः । स्निग्धाः स्निग्धगम्भीरानुनादमहास्वनाः कृष्णा वर्धमानचिह्नाः स्तनितकुमाराः । ऊरुकटिष्वधिकप्रतिरूपाः कृष्णश्यामा मकरचिह्ना उदधिकुमाराः । उरःस्कन्धबाह्वग्रहस्तेष्वधिकप्रतिरूपाः श्यामावदाताः सिंहचिह्ना द्वीपकुमाराः । जङ्घाग्रपादेष्वधिकप्रतिरूपाः श्यामा हस्तिचिह्ना दिक्कुमाराः । सर्वेऽपि च विविधवस्त्राभरणप्रहरणावरणा भवन्तीति ।।४/११।। ભાષ્યાર્થ : તત્ર ... ભવન્તરિ || ત્યાં આવાસોમાં અને ભવનોમાં, રત્નપ્રભામાં બહુલતાએ અર્ધભાગને અવગાહન કરીને મધ્યમાં ભવનો હોય છે. ભવનોમાં વસે છે એથી ભવનવાસી છે. અને ભવપ્રત્યય આમને=ભવનવાસી દેવોને, નામકર્મના નિયમને કારણે સ્વજાતિવિશેષથી નિયત એવી આ વિક્રિયા હોય છે. તે આ પ્રમાણે - ગંભીર, શ્રીમંત, કાળા વર્ણવાળા, મહાકાયવાળા, રત્નજડિત મુગટથી શોભતા અને ચૂડામણિના ચિહ્નવાળા અસુરકુમારદેવો હોય છે. શિર અને મુખમાં અધિક રૂપવાળા, કૃષ્ણ વર્ણવાળા, શ્યામ વર્ણવાળા, મૃદુ અને લલિત ગતિવાળા તથા મસ્તક ઉપર ફણિના ચિહ્નવાળા નાગકુમારદેવો હોય છે. સ્નિગ્ધ શરીરવાળા, દેદીપ્યમાન અવદાત=શ્વેત વર્ણવાળા તથા વજના ચિતવાળા વિધુતકુમારો છે. અધિક સુંદર ગ્રીવા અને છાતીવાળા, શ્યામ-અવદાતવાળા=શ્યામ અને શ્વેત મિશ્ર હોય એવા રૂપવાળા, ગરુડ ચિહ્નવાળા સુપર્ણકુમારો છે. માન, ઉન્માન અને પ્રમાણથી યુક્ત, ભાવંત અવદાતવાળા=શોભાયમાન થતા શ્વેત વર્ણવાળા, અને ઘડાના ચિહ્નવાળા અગ્નિકુમારો હોય છે. સ્થિર, પુષ્ટ અને ગોળ ગાત્રવાળા, નીચા ઉદરવાળા, અશ્વના ચિહ્નવાળા અને અવદાતા વર્ણવાળા=શ્વેત વર્ણવાળા વાતકુમારો હોય છે. સ્નિગ્ધ, સ્નિગ્ધ-ગંભીર અનુવાદ કરે એવા મોટા અવાજવાળા, કૃષ્ણ વર્ણવાળા, વર્ધમાનના ચિહ્નવાળા સ્વનિતકુમારો હોય છે. ઉરુ અને કટિમાં અધિક રૂપવાળા, કૃષ્ણ અને શ્યામ વર્ણવાળા તથા મગરના ચિહ્નવાળા ઉદધિકુમારો હોય છે. ઉર, સ્કંધ, બાહુ અને અગ્રસ્તમાં અધિક પ્રતિરૂપવાળા શ્યામ-અવદા=શ્યામ અને શ્વેત એમ મિશ્ર રૂપવાળા અને સિંહના ચિહ્નવાળા દ્વીપકુમારો હોય છે. જંઘા અને અગ્રપાદમાં અધિક પ્રતિરૂપવાળા,
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy