SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર–૬ ૧૨૯ દ્વીપ, સમુદ્ર, પર્વત, નદી, હૃદ=મોટા જળાશયો, તળાવો, સરોવરો, ગામ, નગર, પત્તન આદિ વિનિવેશો, બાદર વનસ્પતિકાય, વૃક્ષ, તૃણ, ગુલ્માદિ, બેઇન્દ્રિયાદિ, તિર્યંચો, મનુષ્યો અને ચાર નિકાયના દેવો પણ નરકસ્થાનોમાં હોતા નથી, સિવાય કે સમુઘાતથી હોય છે, ઉપપાતથી નારકી હોય છે. વિક્રિયાથી=વૈક્રિયલબ્ધિથી, સંપન્ન એવા સાંગતિક=પૂર્વજન્મના મિત્રાદિ, તથા નરકપાલ એવા પરમાધામીને છોડીને ઉપરની સર્વ વસ્તુઓ નરકમાં હોતી નથી. વળી ઉપપાતથી દેવો રત્નપ્રભાપૃથ્વીમાં જ હોય છે, અન્ય છ પૃથ્વીમાં હોતા નથી. ગતિ ત્રીજી સુધી હોય છે=તરકપાલ એવા પરમાધામીની ગતિ ત્રીજી નરક સુધી હોય છે. અત્યાર સુધી ભાષ્યકારશ્રીએ પ્રસ્તુત સૂત્રમાં જે કાંઈ વર્ણન કર્યું તે સર્વ લોકઅનુભાવથી છે. વળી, અન્ય વસ્તુ કઈ રીતે લોકઅનુભાવથી છે ? તે ‘યન્ન'થી સ્પષ્ટ કરે છે જે કારણથી વાયુઓ=ઘનવાતરૂપ વાયુઓ પાણીને ધારણ કરે છે અને પૃથક્ જતું નથી-તેના ઉપર રહેલા પાણીને કારણે વાયુ અન્યત્ર જતો નથી, તથા પાણી પૃથ્વીને ધારણ કરે છે અને પ્રસ્પંદન પામતું નથી=પૃથ્વીના વજનથી પ્રસ્પંદન પામતું નથી, અને પૃથ્વી પાણીમાં વિલયને પામતી નથી તે કારણથી અનાદિ પારિણામિક નિત્યસંતતિવાળા તે લોકવિનિવેશનો લોકસ્થિતિ જ હેતુ છે. - પૂર્વમાં વાયુ પાણીને ધારણ કરે છે ઇત્યાદિ દૃષ્ટાંતના બળથી અત્યાર સુધી વર્ણન કરાયેલ નરકોના સ્વરૂપનું સર્વ વર્ણન લોકસ્થિતિ અનુસાર છે, તેમ ભાષ્યકારશ્રીએ સ્થાપન કર્યું ત્યાં જિજ્ઞાસા થાય કે લોક શું છે ? તે જિજ્ઞાસાને સામે રાખીને શંકા કરે છે ― અહીં=લોકસ્થિતિ હેતુ છે એમાં, કોઈ શંકા કરે છે તમારા વડે ‘લોકાકાશમાં અવગાહ છે' (અધ્યાય૫, સૂત્ર-૧૨) અને “ત્યારપછી=સર્વ કર્મના નાશ પછી, મુક્ત આત્મા આ લોક સુધી ઊર્ધ્વ જાય છે” (અધ્યાય૧૦, સૂત્ર-૫) એ પ્રમાણે કહેવાયું, ત્યાં લોક શું છે ? કેટલા પ્રકારનો છે ? અને કઈ રીતે રહેલો છે ? ‘કૃતિ’ શબ્દ શંકાની સમાપ્તિ માટે છે. અહીં=ઉત્પન્ન થયેલી શંકામાં, ઉત્તર આપે છે પંચાસ્તિકાયનો સમુદાય લોક છે અને તે અસ્તિકાયો=લોકમાં રહેલા પાંચ અસ્તિકાયો, સ્વતત્ત્વથી, વિધાનથી અને લક્ષણથી કહેવાયા છે અને કહેવાશે. તે લોક ક્ષેત્રના વિભાગથી ત્રિવિધ છે : અધો, તિર્થક્ અને ઊર્ધ્વ. ‘કૃતિ’ શબ્દ લોક કેટલા પ્રકારનો છે ? તે ભેદના કથનની સમાપ્તિ માટે છે. ધર્માધર્માસ્તિકાય=ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, લોકવ્યવસ્થાના હેતુ છે. તે બેના અવગાહનવિશેષથી લોક અનુભાવના નિયમને કારણે સુપ્રતિષ્ઠકવજઆકૃતિવાળો લોક છે, અધોલોક ગોકંધરઅર્ધઆકૃતિવાળો છે. અને આ=અધોલોક ગોકંધરની અર્ધ આકૃતિવાળો છે એ, કહેવાયું છે ‘ભૂમિઓ સાત અધોઅધ પૃથુતર છત્ર-અતિછત્ર સંસ્થિત છે.' (અધ્યાય-૩, સૂત્ર-૧) ‘કૃતિ’ શબ્દ સૂત્રની સમાપ્તિમાં છે. -
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy