SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨| સૂત્ર-૫૦ ભાષ્યકારશ્રી કહે છે – સૂત્ર-રાકમાં જીવના જે ઔદયિકભાવો વ્યાખ્યાન કરાયા તેમાં ત્રણ પ્રકારનું લિંગ કહેવાયું છે. ચાર ગતિઓમાં લિંગનો તે જ નિયમ છે અર્થાત્ ચાર ગતિમાં તે ત્રણમાંથી યથોચિત કોઈક લિંગ જીવને પ્રાપ્ત થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઔદયિકભાવમાં જે લિંગનું ગ્રહણ કર્યું છે તે માત્ર શરીરની રચનારૂપ નથી કે માત્ર વેદના ઉદયરૂપ નથી, પરંતુ ઉભય સ્વરૂપ છે; કેમ કે બહુલતાએ સ્ત્રી શરીરની પ્રાપ્તિ હોય તો સ્ત્રીવેદનો ઉદય હોય, પુરુષશરીરની પ્રાપ્તિ હોય તો બહુલતાએ પુરુષવેદનો ઉદય હોય અને નપુંસકશરીર પ્રાપ્ત થાય તો નપુંસકવેદનો ઉદય બહુલતાએ હોય. તેથી ચાર ગતિમાં જે લિંગની પ્રાપ્તિનો નિયમ છે તે સ્ત્રીલિંગ આદિ ત્રણ પ્રકારની શરીરની રચના અને ત્રણ પ્રકારના વેદના ઉદય આત્મક ઔદયિકભાવ સ્વરૂપ છે. વળી શિષ્યનો ઉત્તર આપતાં ભાષ્યકારશ્રીએ કહ્યું કે અધ્યાય-૮ના સૂત્ર-૧૦માં ચારિત્રમોહનીયકર્મના વર્ણન વખતે નોકષાયના વિષયમાં ત્રણ પ્રકારના વેદ કહેવાશે તે સ્થાનમાં વેદ શબ્દથી નોકષાયવેદનીય એવા તે પ્રકારના અભિલાષરૂપ વેદના ઉદયનું ગ્રહણ છે, પરંતુ દેહની રચનારૂપ વેદના ઉદયનું ગ્રહણ નથી. આવા વેદ પણ ત્રણ પ્રકારના છે, માટે ચાર ગતિમાં ત્રણ પ્રકારનાં લિંગો છે. એ પ્રકારનો લિંગનો નિયમ છે. આ લિંગોમાં કોને કયું લિંગ હોય છે ? તે સૂત્રમાં બતાવે છે – સૂત્ર: ___नारकसम्मछिनो नपुंसकानि ।।२/५०।। સૂત્રાર્થ - નારકો અને સંમૂછિનો નપુંસક હોય છે=નારકો અને સંમૂછિનોને નપુંસકલિંગ હોય છે. Il૨/૫oll ભાષ્ય - नारकाश्च सर्वे सम्मूर्छिनश्च नपुंसकान्येव भवन्ति, न स्त्रियो न पुमांसः, तेषां हि चारित्रमोहनीयनोकषायवेदनीयाश्रयेषु त्रिषु वेदेषु नपुंसकवेदनीयमेवैकमशुभगतिनामापेक्षं पूर्वबद्धनिकाचितमुदयप्राप्तं भवति, नेतरे इति ।।२/५०।। ભાષાર્થ : નારા ર... રિલારક અને સર્વ સંમૂચ્છિનો નપુંસક જ હોય છે. સ્ત્રી-પુરુષ નહીં. તેઓને ચારિત્રમોહનીય નોકષાયવેદનીય આશ્રયવાળા ત્રણ પ્રકારના વેદોમાં નપુંસકવેદ એક જ અશુભ ગતિનામકર્મની અપેક્ષાવાળું પૂર્વબદ્ધ નિકાચિત ઉદયને પ્રાપ્ત હોય છે, ઇતર બે ઉદયપ્રાપ્ત હોતા
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy