SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આ પુસ્તક ૯૨ વર્ષ પૂર્વે ઉપરોક્ત જૈનાચાર્યશ્રીના હસ્તે સંગ્રહિત-સંયોજિત થઈ, પ્રસ્તાવના અને ભાવાર્થ સાથે સંપાદિત થઈ, શ્રી આત્મ-કમલ જૈન ગ્રંથમાળા - મહાવીર જૈન સભા ખંભાત દ્વારા પ્રકાશિત થયું હતું. તે સર્વેનો અત્રે આભાર માનવામાં આવે છે. આજથી લગભગ ૧૦૦ વર્ષ પૂર્વે નવલરામ, ઘનશ્યામ અને ઠક્કુર નારાયણ વિસનજી જેવા કેટલાક લેખકોએ જૈન ધર્મની ઉપર નાહક જ અંકો ચડાવનારાં લખાણો તેમના પુસ્તકોમાં કર્યાં ત્યારે એના શાસ્ત્રીય પ્રતીકાર માટે ઉપરોક્ત મહાપુરુષોએ મમ મીમાંસા ભાગ-૧ તૈયાર કરી હતી. એના ચાર ભાગ તૈયાર થશે એવું પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે, પરંતુ પછીના ભાગો હજુ સુધી મળી શક્યા નથી. આ પુસ્તકના પુનર્મુદ્રણ કાર્યનું માર્ગદર્શન આપીને પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી.વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાએ મહદ્ ઉપકાર કર્યો છે તો સન્માર્ગ પ્રકાશન, અમદાવાદે પણ ખૂબ જ જહેમતથી મુદ્રણ-પ્રકાશન વ્યવસ્થામાં પૂરેપૂરો સહયોગ આપ્યો છે તે બદલ અમો તેઓ સહુના ઉપકૃત છીએ. સૌ કોઈ આ પુસ્તકના પઠન-પાઠનાદિ દ્વારા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ પામી મુક્તિ માર્ગમાં આગળ વધી આત્મ-શ્રેય સાધે એ જ અંતર-ભાવના. વિ.સં. ૨૦૬૮, આસો સુદ ૧૦ બુધવાર તા. ૨૪-૧૦-૨૦૧૨ 6 શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી સમિતિ
SR No.022530
Book TitleMat Mimansa
Original Sutra AuthorN/A
AuthorVijaykamalsuri, Labdhivijay
PublisherMahavir Jain Sabha
Publication Year1921
Total Pages236
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy