SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ લોકવ્યવસ્થા અધર્મદ્રવ્ય – જીવો અને પુદ્ગલોની સ્થિતિમાં અધર્મદ્રવ્ય સાધારણ કારણ છે, પ્રેરક નથી, જેમ પથિકોને રોકવા માટે છાયા સાધારણ કારણ છે પણ પ્રેરક નથી. આકાશદ્રવ્ય – સમસ્ત ચેતન અને અચેતન દ્રવ્યોને તે સ્થાન આપે છે અને અવગાહનનું સાધારણ કારણ બને છે, પ્રેરક નહિ. આકાશ સ્વપ્રતિષ્ઠિત છે. કાલદ્રવ્ય – તે સમસ્ત દ્રવ્યોના વર્તના, પરિણમન આદિનું સાધારણ નિમિત્ત કારણ છે. પ્રેરક નથી. પર્યાય કોઈ ને કોઈ ક્ષણમાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તેથી “ક્ષણ' બધાં જ દ્રવ્યોની પર્યાયપરિણતિમાં નિમિત્ત બને છે. આ ચાર દ્રવ્યો અરૂપી છે. ધર્મ, અધર્મ અને અસંખ્ય કાલાણુ લોકાકાશવ્યાપી છે અને આકાશ લોકાલોકવ્યાપી અનન્ત છે. સંસારી જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં વિભાવપરિણમન થાય છે. જીવ અને પુદ્ગલનો અનાદિકાલીન સંબંધ હોવાના કારણે જીવ સંસારી દશામાં વિભાવ પરિણમન કરે છે. તે સંબંધ સમાપ્ત થતાં જ મુક્તદશામાં જીવ શુદ્ધ પરિણમનનો અધિકારી બની જાય છે. સ્વસિદ્ધ પરિણમન આમ લોકમાં અનન્ત “સંત” સ્વયં પોતાના સ્વભાવના કારણે પરસ્પર નિમિત્તનૈિમિત્તિક બનીને પ્રતિક્ષણ પરિવર્તન પામતાં રહે છે. તેમનામાં પરસ્પર કાર્યકારણભાવ પણ ઘટે છે. બાહ્ય અને આભ્યન્તર સામગ્રી અનુસાર સમસ્ત કાર્યો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. પ્રત્યેક “સંત” પોતામાં પરિપૂર્ણ અને સ્વતંત્ર છે. તે પોતાના ગુણો અને પર્યાયોનો સ્વામી છે અને પોતાના પર્યાયોનો આધાર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કોઈ નવું જ પરિણમન લાવી શકતું નથી. જેવી જેવી સામગ્રી ઉપસ્થિત થતી જાય છે તેના કાર્યકારણનિયમ અનુસાર દ્રવ્ય સ્વયં તેવું પરિણત થતું જાય છે. જે સમયે કોઈ બાહ્ય સામગ્રીનું પ્રબળ નિમિત્ત નથી મળતું તે સમયે પણ દ્રવ્ય પોતાના સ્વભાવ અનુસાર સદેશ કે વિદેશ પરિણમન પામતું જ, રહે છે. કોઈ સફેદ કપડું એક દિવસમાં મેલું થાય છે, તો એમ ન માનવું જોઈએ કે તે ૨૩ કલાક ૫૯ મિનિટ તો સાફ રહ્યું અને છેલ્લી મિનિટમાં મેલું થયું છે, પરંતુ પ્રતિક્ષણ તેમાં સદશ યા વિસદશ પરિવર્તનો થતાં રહ્યાં છે અને ૨૪ કલાકના સમાન યા અસમાન પરિણામોનું સમુપચિત સામટું ફળ તે મેલાપણું છે. તેવી જ રીતે મનુષ્યમાં પણ બચપણ, યુવાની અને ઘડપણ આદિ સ્થૂલ પરિણમનો પ્રતિક્ષણભાવી અસંખ્ય સૂક્ષ્મ પરિણમનોનાં ફળ છે. તાત્પર્ય એ કે પ્રત્યેક દ્રવ્ય પોતાનાં પરિણમનોનું ઉપાદાનકારણ બને છે અને સજાતીય યા વિજાતીય નિમિત્ત
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy