SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ જૈનદર્શન કે અનુભય, આ જાતની વિચારધારાઓ તે સમયના વાતાવરણમાં પોતપોતાના રૂપમાં વહેતી હતી. મહાવીરના વીતરાગ, કરુણામય, શાન્ત સ્વરૂપને જોઈ જે ભવ્યજનો તેમના ધર્મમાં દીક્ષિત થતા હતા તે પચરંગી શિષ્યોની વિવિધ જિજ્ઞાસાઓનું વાસ્તવિક સમાધાન જો ન કરવામાં આવ્યું હોત તો તેમનામાં પરસ્પર સ્વમતની પુષ્ટિ માટે વાદવિવાદ ચાલેત અને સંઘભેદ થયા વિના ન રહેત. ચિત્તશુદ્ધિ અને વિચારોના સમીકરણ માટે એ નિતાન્ત આવશ્યક હતું કે વસ્તુસ્વરૂપનું યથાર્થ નિરૂપણ થાય. આ જ કારણ છે કે ભગવાન મહાવીરે વીતરાગતા અને અહિંસાના ઉપદેશ દ્વારા પારસ્પરિક બાહ્ય વ્યવહારશુદ્ધિ કરીને જ પોતાના કર્તવ્યને સમાપ્ત ન કર્યું પરંતુ શિષ્યોના ચિત્તમાં અહંકાર અને હિંસાને વધારનાર એ સૂક્ષ્મ મતવાદોની જે જડો બદ્ધમૂલ હતી તેમને ઉખાડવાનો આંતરિક નક્કર પ્રયત્ન કર્યો. આ પ્રયત્ન હતો - વસ્તુના વિરાટ સ્વરૂપનું યથાર્થ દર્શન. વસ્તુ જો પોતાના મૌલિક અનાદિઅનન્ત અસંકર પ્રવાહની દૃષ્ટિએ નિત્ય છે તો પ્રતિક્ષણ પરિવર્તન પામતા પર્યાયોની દષ્ટિએ અનિત્ય પણ છે. દ્રવ્યની દૃષ્ટિએ સમાંથી જ સત ઉત્પન્ન થાય છે, તો પર્યાયની દષ્ટિએ અસતમાંથી સત ઉત્પન્ન થાય છે. આ રીતે જગતના બધા જ પદાર્થોને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ પરિણામી અને અનન્તધર્માત્મક દર્શાવીને તેમણે શિષ્યોની ન કેવળ બાહ્ય પરિગ્રહની જ ગાંઠ ખોલી પરંતુ અન્તરંગ હૃદયગ્રન્થિને પણ ખોલીને તેમને આન્તર-બાહ્ય સર્વથા નિર્ગસ્થ બનાવી દીધા. વિચારની ચરમ રેખા આ અનેકાન્તદર્શન વસ્તુતઃ વિચારવિકાસની ચરમ રેખા છે. ચરમ રેખાથી અમારું તાત્પર્ય એ છે કે બે વિરુદ્ધ વાતોમાં શુષ્ક તર્કજન્ય કલ્પનાઓનો વિસ્તાર ત્યાં સુધી બરાબર થતો રહેશે જ્યાં સુધી તેમનું કોઈ વસ્તુસ્પર્શી સમાધાન ન થાય. અનેકાન્ત દષ્ટિ વસ્તુના તે સ્વરૂપનું દર્શન કરાવે છે જ્યાં વિવાદ સમાપ્ત થઈ જાય છે. જ્યાં સુધી વસ્તુસ્થિતિ સ્પષ્ટ નથી થતી ત્યાં સુધી વિવાદો ચાલતા રહે છે. અગ્નિ શીત છે કે ઉષ્ણ એ વિવાદની સમાપ્તિ અગ્નિને હાથથી સ્પર્શવાથી જેમ થઈ જાય છે તેમ એક એક દષ્ટિકોણથી ચાલનારા વિવાદો અનેકાન્તાત્મક વસ્તુદર્શન થતાં આપોઆપ સમાપ્ત થઈ જાય છે. સ્વતઃસિદ્ધ ન્યાયાધીશ આપણે અનેકાન્તદર્શનને ન્યાયાધીશના પદ ઉપર અનાયાસ જ બેસાડી શકીએ છીએ. પ્રત્યેક પક્ષના વકીલો દ્વારા પોતાના પક્ષના સમર્થન માટે સંકલિત કરેલી
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy