SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનને જૈનદર્શનનું પ્રદાન ૪૩ ધર્મો ચેતનમાં ન મળી શકે. હા, કેટલાક એવા સાદૃશ્યમૂલક વસ્તુત્વ આદિ સામાન્યધર્મો પણ છે જે ચેતન અને અચેતન બધાં જ દ્રવ્યોમાં મળી શકે છે, પરંતુ બધાની સત્તા જુદી જુદી છે. તાત્પર્ય એ કે વસ્તુ બહુ મોટી છે. તે એટલી વિરાટ છે કે અમારા તમારા અનન્ત દષ્ટિકોણોથી જોઈ અને જાણી શકાય છે. એક શુદ્ર દષ્ટિનો આગ્રહ રાખી બીજાની દૃષ્ટિનો તિરસ્કાર કરવો યા પોતાની દૃષ્ટિનું અભિમાન કરવું એ તો વસ્તુસ્વરૂપની નાસમજનું પરિણામ છે. આમ માનસ સમતા માટે આ જાતનું વસ્તુસ્થિતિમૂલક અનેકાન્તતત્ત્વજ્ઞાન અતિ આવશ્યક છે. તેના દ્વારા આ મનુષ્ય શરીરધારીને જ્ઞાત થઈ શકશે કે તે કેટલા પાણીમાં છે, તેનું જ્ઞાન કેટલું સ્વલ્પ છે અને તે કેવી રીતે દુરભિમાનથી હિંસક મતવાદનું સર્જન કરી માનવ સમાજનું અહિત કરી રહ્યો છે. આ માનસ અહિંસાત્મક અનેકાન્તદર્શનથી વિચારો મા દષ્ટિકોણોનો કામચલાઉ સમન્વય કે ઢીલીપોચી સમજૂતી નથી થતી પરંતુ વસ્તુસ્વરૂપના આધારે યથાર્થ તત્ત્વજ્ઞાનમૂલક નક્કર સમન્વયદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. અનેકાન્તદૃષ્ટિનું વાસ્તવિક ક્ષેત્ર આ રીતે અનેકાન્તદર્શન વસ્તુની અનન્તધર્માત્મક્તાને માનીને કેવળ કલ્પનાવિહારને અને તેમાંથી ફલિત થતા કલ્પિત ધર્મોને વસ્તુગત માનવાની હિમાયત કરતું નથી. તે ક્યારેય પણ વસ્તુની સીમાનું ઉલ્લંઘન કરવા ઇચ્છતું નથી. વસ્તુ તો પોતાના સ્થાન પર વિરાટ રૂપમાં પ્રતિષ્ઠિત છે. આપણને પરસ્પર વિરોધી લાગનારા પણ અનન્ત ધર્મો તેમાં અવિરુદ્ધભાવે વિદ્યમાન છે. આપણી પોતાની સંકુચિત વિરોધયુક્ત દૃષ્ટિના કારણે આપણે તેની યથાર્થ સ્થિતિને સમજી શકતા નથી. જૈનદર્શન વાસ્તવબહુત્વવાદી છે. તે બે પૃથક્સત્તાક વસ્તુઓને વ્યવહાર ખાતર કલ્પનાથી એક કહી પણ દે, પરંતુ વસ્તુની નિજી મર્યાદાનું ઉલ્લંઘન કરવા નથી ઇચ્છતું. એક વસ્તુનો પોતાના ગુણ-પર્યાયો સાથે વાસ્તવિક અભેદ તો હોઈ શકે છે પરંતુ બે વ્યક્તિઓમાં વાસ્તવિક અભેદ સંભવતો નથી. તેની એ વિશેષતા છે કે તે પરમાર્થ સત્ વસ્તુની પરિધિનું ઉલ્લંઘન કર્યા વિના તેની સીમામાં જ વિચરણ કરે છે, અને મનુષ્યોને કલ્પનાવિહાર કરતાં રોકીને વસ્તુ તરફ જોવાની ફરજ પાડે છે. જો કે જૈનદર્શનમાં સંગ્રહાયની એક દષ્ટિએ ચરમ અભેદની કલ્પના કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે “સર્વમેવ સવિશેષત” [તત્ત્વાર્થભાષ્ય ૧.૩૫ અર્થાત્ જગત એક છે, સરૂપે ચેતન અને અચેતનમાં કોઈ ભેદ નથી. પરંતુ આ એક કલ્પના છે. કોઈ એક એવું વાસ્તવિક સત્ નથી જે પ્રત્યેક મૌલિક દ્રવ્યમાં અનુગત રહેતું હોય. તેથી જૈનદર્શન વસ્તુસ્થિતિની બહારના કલ્પનાવિહારને જેવી રીતે અસત્ કહે છે
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy