SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ વિષયપ્રવેશ વિકાસથી જ કોઈ મહાન બની શકે છે, નહિ કે જગતમાં ભયંકર વિષમતાનું સર્જન કરનારા હિંસા અને સંઘર્ષના મૂલ કારણરૂપ પરિગ્રહના સંગ્રહથી. યુગદર્શન કોઈ કહી શકે કે અહિંસા યા દયાની સાધના માટે તત્ત્વજ્ઞાનની શું આવશ્યકતા છે ? મનુષ્ય કોઈ પણ વિચારનો પુરસ્કર્તા કેમ ન હોય, પરસ્પર સર્વ્યવહાર, સદ્ભાવના અને મૈત્રી તો તેણે સમાજવ્યવસ્થા માટે કરવી જ જોઈએ.’ પરંતુ જરા ઊંડાણથી વિચારતાં એ અનિવાર્ય અને આવશ્યક જણાય છે કે આપણે વિશ્વ અને વિશ્વાન્તર્ગત પ્રાણીઓનાં સ્વરૂપ અને તેમની અધિકારસ્થિતિનું તાત્ત્વિક દર્શન કરીએ. આ તત્ત્વદર્શન વિના આપણી મૈત્રી કામચલાઉ અને કેવળ તત્કાલીન સ્વાર્થને સાધનારી સાબિત થઈ શકે. લોકો આવો સસ્તો તર્ક કરતા હોય છે કે ‘કોઈ ઈશ્વરને માને કે ન માને એનાથી શું ફેર પડે છે ? આપણે પરસ્પર પ્રેમથી રહેવું જોઈએ.' પરંતુ ભાઈ, જ્યારે એક બાજુ એક વર્ગ તે ઈશ્વરના નામે એ પ્રચાર કરતો હોય કે ઈશ્વરે મુખથી બ્રાહ્મણને, બાહુથી ક્ષત્રિયને, ઉદરથી વૈશ્યને અને પગથી શૂદ્રને ઉત્પન્ન કર્યા છે` અને તેમને ભિન્ન ભિન્ન અધિકાર અને સંરક્ષણ આપીને આ જગતમાં મોકલ્યા છે, અને બીજી બાજુ ઈશ્વરના નામે ગોરી જાતિઓ એ ફતવાઓ કાઢી રહી હોય કે ઈશ્વરે તેમને શાસક બનવા માટે તથા અન્ય કાળી પીળી જાતિઓને સભ્ય બનાવવા માટે પૃથ્વી ઉપર મોકલેલ છે, તેથી ગોરી જાતિને શાસન કરવાનો જન્મસિદ્ધ અધિકાર છે, અને કાળી પીળી જાતિઓએ તેમના ગુલામ બની રહેવું જોઈએ - આ પ્રકારની વર્ગસ્વાર્થની ઘોષણાઓ ઈશ્વરવાદના ઓઠામાં પ્રચારિત કરાતી હોય ત્યારે પરસ્પર અહિંસા અને મૈત્રીનું તાત્ત્વિક મૂલ્ય શું હોઈ શકે ? તેથી આ પ્રકારના અવાસ્તવિક કુસંસ્કારોથી છૂટકારો મેળવવા માટે આ શશવૃત્તિ કે ‘આપણે શું ? કોઈ ગમે તે વિચારો ધરાવે' આત્મઘાતી જ સિદ્ધ થશે. આપણે ઈશ્વરના નામે ચાલતાં વર્ગસ્વાર્થીઓના તે સૂત્રોની પણ પરીક્ષા કરવી જ જોઈશે તથા સ્વયં ઈશ્વરની પણ, કે શું આ અનન્ત વિશ્વનો નિયન્ત્રક કોઈ કરુણામય મહાપ્રભુ જ છે? અને જો હોય તો શું તેની કરુણાનું આ જ રૂપ છે ? હર હાલતમાં આપણે આપણું પોતાનું સ્પષ્ટ દર્શન વ્યક્તિની મુક્તિ અને વિશ્વની શાન્તિ માટે બનાવવું જ १. ब्राह्मणोऽस्य मुखमासीद् बाहू राजन्यः कृतः । ગુરૂ તવસ્ય ચંદ્રેશ્ય: પર્મ્યાં શૂદ્રોઽનાયત | ઋગ્વેદ, ૧૦.૯૦.૧૨.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy