SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયપ્રવેશ ૩૩ પૂર્ણ સ્વરૂપ પર લાદીને પોતાના સાથી અન્ય નયોનો તિરસ્કાર કરે છે, તે અન્ય નયોથી નિરપેક્ષ રહે છે અને તેમની વસ્તુસ્થિતિનો પ્રતિષેધ કરે છે, તે દુર્નય છે કેમ કે વસ્તુસ્થિતિ એવી છે જ નહિ. વસ્તુ તો ગુણ, ધર્મ યા પર્યાયના રૂપમાં પ્રત્યેક નયના વિષયભૂત અભિપ્રાયને વસ્તુઅંશ માની લેવાની ઉદારતા દાખવે છે અને પોતાના ગુણપર્યાયવાળા વાસ્તવિક સ્વરૂપની સાથે જ અનન્તધર્મવાળા વ્યાવહારિક સ્વરૂપને ધારણ કરતી હોય છે. પરંતુ આ દુર્નયો તેની ઉદારતાનો દુરુપયોગ કરીને માત્ર પોતે ઘેલા ધર્મને તેના ઉપર છાઈ દેવા ઇચ્છે છે. સત્ય પ્રાપ્ત કરાય છે, બનાવાતું નથી.” પ્રમાણ સત્ય વસ્તુને પામે છે, તેથી ચૂપ છે. પરંતુ કેટલાક નય તે જ પ્રમાણનાં અંશગ્રાહી સત્તાનો હોવા છતાં પણ પોતાની વાવદૂકતાના અર્થાત્ વાચાળતાના કારણે સત્યને બનાવવાની ચેષ્ટા કરે છે, સત્યને રંગીન તો કરી જ દે છે. જગતના અનન્ત અર્થોમાં વચનોનો વિષય બનનારા અર્થો અત્યલ્પ છે. શબ્દમાં એ સામર્થ્ય ક્યાં છે કે તે એક પણ વસ્તુના પૂર્ણ રૂપને કહી શકે? કેવલજ્ઞાન વસ્તુના અનન્ત ધર્મોને જાણી પણ લે પરંતુ શબ્દ દ્વારા તો તેનો અનન્ત બહુભાગ અવાચ્યું જ રહે છે. અને જે અનન્સમો ભાગ વાચ્યકોટિમાં છે તેનો અનત્તમો ભાગ શબ્દ દ્વારા કહેવાય છે અને જે શબ્દો દ્વારા કહેવાય છે તે બધું પૂરેપૂરું ગ્રન્થમાં નિબદ્ધ થઈ શકતું નથી. અર્થાત્ અનભિધેય પદાર્થો અનન્તબહુભાગ છે અને શબ્દો દ્વારા પ્રજ્ઞાપનીય પદાર્થો એક ભાગ છે. પ્રજ્ઞાપનીય એક ભાગમાંથી પણ શ્રતનિબદ્ધ તો તે એક ભાગના અનન્ત ભાગ જેટલો છે, એનાથી પણ કમ છે.' તેથી જ્યારે વસ્તુસ્થિતિની અર્થાત્ વસ્તુની અનન્તધર્માત્મકતા, શબ્દના અત્યલ્પ સામર્થ્ય અને અભિપ્રાયની વિવિધતાનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે આવા દર્શનથી કે જે દૃષ્ટિકોણ યા અભિપ્રાયની ભૂમિ પર અંકરતિ થયું છે તેનાથી વસ્તુસ્થિતિ સુધી પહોંચવા માટે બહુ સાવધાનીની આવશ્યકતા છે. જેવી રીતે નયના સુનય અને દુર્નય વિભાગ, સાપેક્ષતા અને નિરપેક્ષતાના કારણે, પાપ છે તેવી જ રીતે “દર્શન'ના પણ સુદર્શન અને કુદર્શન (દર્શનાભાસ) વિભાગ થાય છે. જે દર્શન અર્થાત્ દૃષ્ટિકોણ વસ્તુની સીમાનું ઉલ્લંઘન કર્યા વિના વસ્તુને પામવાની ચેષ્ટા કરે છે, બનાવવાની નહિ, અને બીજા વસ્પર્શી દૃષ્ટિકોણને અર્થાત દર્શનને પણ ઉચિત સ્થાન આપે છે, તેની અપેક્ષા રાખે છે તે સુદર્શન છે અને જે દર્શન કેવળ १. पण्णवणिजा भावा अणंतभागो दु अणभिलप्पाणं । પUવળઝાપુનમતમાકુળવોગોમટસાર, જીવકાષ્ઠ, ગાથા ૩૩૩.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy