SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન અને આમ માનસ અહિંસાની તે ઉદાર દૃષ્ટિનું પરિપોષણ કરવામાં આવ્યું છે. હરિભદ્રના શાસ્ત્રવાર્તાસમુચ્ચય, પદર્શનસમુચ્ચય અને ધર્મસંગ્રહણી આદિ આનાં વિશિષ્ટ ઉદાહરણો છે. અહીં એ લખવું અપ્રાસંગિક નહિ ગણાય કે ચાર્વાક, નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય અને મીમાંસક આદિ મતોના ખંડનમાં ધર્મકીર્તિએ જે અથાક શ્રમ કર્યો છે તેનાથી આ આચાર્યોનું ઉક્ત મતોના ખંડનનું કાર્ય ઘણું સરળ બની ગયું હતું. જ્યારે ધર્મકીર્તિના શિષ્ય દેવેન્દ્રમતિ, પ્રજ્ઞાકરગુપ્ત, કર્ણકગોમિ, શાન્તરક્ષિત અને અચંટ આદિ પોતાના પ્રમાણવાર્તિકટીકા, પ્રમાણવાર્તિકાલંકાર, પ્રમાણવાર્તિકસ્વવૃત્તિટીકા, તત્ત્વસંગ્રહ, વાદન્યાયટીકા અને હેતુબિટીકા આદિ ગ્રન્થ રચી ચૂક્યા હતા અને તે ગ્રન્થોમાં કુમારિલ, ઈશ્વરસેન અને મંડનમિશ્ર આદિના મતોનું ખંડન કરી ચૂક્યા હતા અને વાચસ્પતિ, જયન્ત આદિ તે ખંડનોદ્ધારના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે આ જ યુગમાં અનન્તવીર્યે બૌદ્ધદર્શનના ખંડન માટે સિદ્ધિવિનિશ્ચયટીકા રચી. આચાર્ય સિદ્ધસેનના સન્મતિસૂત્રને અને અકલંકદેવના સિદ્ધિવિનિશ્ચયને જૈનદર્શનના પ્રભાવક ગ્રન્થોમાં સ્થાન પ્રાપ્ત છે. આચાર્ય વિદ્યાનન્દ તત્ત્વાર્થશ્લોકવાર્તિક, અષ્ટસહસ્ત્રી, આHપરીક્ષા, પત્રપરીક્ષા, સત્યશાસનપરીક્ષા અને યુજ્યનુશાસનટીકા જેવા જૈનન્યાયના મૂર્ધન્ય ગ્રન્થોનું નિર્માણ કરી પોતાનું નામ સાર્થક કર્યું. આ જ સમયે ઉદયનાચાર્ય, ભટ્ટ શ્રીધર આદિ વૈદિક દાર્શનિકોએ વાચસ્પતિ મિશ્રના અધૂરા કાર્યને પૂરું કર્યું. આ યુગ વિક્રમની આઠમી-નવમી શતાબ્દીનો હતો. આ જ સમયે આચાર્ય માણિક્યનન્ટિએ પરીક્ષામુખસૂત્રની રચના કરી. આ જૈન ન્યાયનો આદ્ય સૂત્રગ્રન્થ છે, જે પછીના સૂત્રગ્રન્થો માટે આધારભૂત આદર્શ સિદ્ધ થયો. વિક્રમની દસમી શતાબ્દીમાં આચાર્ય સિદ્ધર્ષિસૂરિએ ન્યાયાવતાર પર ટીકા રચી. વિક્રમની અગિયારમી-બારમી શતાબ્દીને એક પ્રકારે જૈનદર્શનનો મધ્યાહ્નોત્તર સમજવો જોઈએ. આ સમયમાં વાદિરાજસૂરિએ ન્યાયવિનિશ્ચયવિવરણ અને પ્રભાચન્દ્ર પ્રમેયકમલમાર્તડ અને ન્યાયકુમુદચન્દ્ર જેવા બૃહત્કાય ટીકાગ્રન્થોનું નિર્માણ કર્યું. શાન્તિસૂરિનું જૈનતર્કવાર્તિક, અભયદેવસૂરિની સન્મતિતર્કટીકા, જિનેશ્વરસૂરિનું પ્રમાણલક્ષણ, અનન્તવીર્યની પ્રમેયરત્નમાલા, હેમચન્દ્રસૂરિની પ્રમાણમીમાંસા, વાદિદેવસૂરિના પ્રમાણનયતત્ત્વાલો કાલંકાર અને ચાદ્વાદરત્નાકર, ચન્દ્રપ્રભસૂરિનો પ્રમેયરત્નકોષ, મુનિચન્દ્રસૂરિનું અનેકાન્તજયપતાકા ઉપરનું ટિપ્પણ આદિ ગ્રન્થ આ જ યુગની કૃતિઓ છે.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy