SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન અને વિશ્વશાન્તિ ૪૫૯ બીજાના આન્તરિક મામલામાં અહસ્તક્ષેપ આદિ બધા આધાર એક વ્યક્તિસ્વાતન્યને માની લેતાં જ પ્રસ્તુત થઈ જાય છે. અને જ્યાં સુધી આ સર્વસમતામૂલક અહિંસક આધારો પર સમાજરચનાનો પ્રયત્ન નહિ થાય ત્યાં સુધી વિશ્વશાન્તિ સ્થપાશે નહિ. આજ માનવનો દૃષ્ટિકોણ એટલો વિસ્તૃત, ઉદાર અને વ્યાપક બની ગયો છે કે વિશ્વશાન્તિની વાત તે વિચારવા લાગ્યો છે. જે દિવસે વ્યક્તિ સ્વાતન્ય અને સમાનાધિકારની, કોઈ વિશેષસંરક્ષણ વિના, સર્વસામાન્ય પ્રતિષ્ઠા થશે તે જ દિવસ માનવતાના મંગલપ્રભાતનાં પુણ્યદિવસ હશે. જૈનદર્શને આ આધારોને સૈદ્ધાત્તિક રૂપ આપીને માનવકલ્યાણ અને જીવનની મંગલમય નિર્વાહપદ્ધતિના વિકાસમાં પૂરો ફાળો આપ્યો છે. અને જ્યારે પણ વિશ્વશાન્તિ સંભવ બનશે ત્યારે આ મૂલ આધારો પર જ તે પ્રતિષ્ઠિત બનશે. ભારત રાષ્ટ્રના પ્રાણ પંડિત જવાહરલાલ નહેરુએ વિશ્વશાન્તિ માટે જે પંચશીલોનો ઉદ્ઘોષ કર્યો છે અને બાંગ સમેલનમાં જેમને સર્વસંમતિથી સ્વીકૃતિ મળી છે તે પંચશીલોની બુનિયાદ અનેકાન્તદષ્ટિ અર્થાત સમાધાનની વૃત્તિ, સહ અસ્તિત્વની ભાવના, સમન્વય પ્રત્યેની નિષ્ઠા અને વર્ણ-રંગ-જાતિ આદિના ભેદોથી ઉપર ઊઠી માનવમાત્રના સમ-અભ્યદયની કામના ઉપર જ તો રાખવામાં આવી છે. અને આ બધાની પાછળ છે માનવનું સન્માન અને અહિંસામૂલક આત્મૌપજ્યની હાર્દિક શ્રદ્ધા. આજ નવોદિત ભારતની આ સર્વોદયી પરરાષ્ટ્રનીતિએ વિશ્વને હિંસા, સંઘર્ષ અને યુદ્ધના દાવાનળથી પાછું વાળીને સહઅસ્તિત્વ, ભાઈચારો અને સમાધાનની સંભાવનારૂપ અહિંસાની શીતળ છાયામાં લાવીને ખડું કરી દીધું છે. તે વિચારવા લાગ્યું છે કે પ્રત્યેક રાષ્ટ્રને પોતાના સ્થાને જીવિત રહેવાનો અધિકાર છે, તેને તેનું પોતાનું અસ્તિત્વ છે, બીજા રાષ્ટ્રને તેનું શોષણ કરવાનો કે તેને ગુલામ બનાવવાનો કોઈ અધિકાર નથી, પરમાં તેનું અસ્તિત્વ નથી. પરના મામલામાં અહસ્તક્ષેપ અને સ્વાસ્તિત્વનો સ્વીકાર જ વિશ્વશાન્તિનો મૂલમત્ર છે. વિશ્વશાન્તિ સિદ્ધ થઈ શકે છે અહિંસા, અનેકાન્તદષ્ટિ અને જીવનમાં ભૌતિક સાધનોની અપેક્ષાએ માનવના સન્માન પ્રતિની નિષ્ઠાથી. ભારત રાષ્ટ્ર તીર્થકર મહાવીર, બોધિસત્વ ગૌતમ બુદ્ધ આદિ સન્તોની અહિંસાને પોતાના સંવિધાન અને પરરાષ્ટ્રનીતિનો આધાર બનાવીને વિશ્વને પુનઃ એક વાર ભારતની આધ્યાત્મિકતાની ઝાંખી કરાવી દીધી છે. આજ તે તીર્થકરોની સાધના અને તપસ્યા સફળ થઈ કે સમસ્ત વિશ્વ સહઅસ્તિત્વ અને સમાધાનની વૃત્તિ તરફ ઝૂકીને અહિંસક ભાવનાથી માનવતાની રક્ષા માટે સજ્જ થઈ ગયું છે. આ
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy