SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અને સપ્તભંગી ૪૪૧ વિરોધવાળી દલીલ આપે છે – “એક ધર્મીમાં વિધિ-પ્રતિષેધરૂપ બે વિરોધી ધર્મોની સંભાવને નથી. મુક્તિમાં પણ અનેકાન્ત લાગુ પડતાં તે જ મુક્ત પણ હશે અને તે જ સંસારી પણ હશે. આ જ રીતે અનેકાન્તમાં પણ અનેકાન્ત માનવાથી અનવસ્થા દૂષણ આવે છે. તેમણે વિચારવું જોઈએ કે જે રીતે એક ચિત્ર અવયવીમાં ચિત્રરૂપ એક હોવા છતાં પણ અનેક આકારવાળું હોય છે, એક જ પૃથ્વીત્યાદિ અરસામાન્ય સ્વવ્યક્તિઓમાં અનુગત હોવાના કારણે સામાન્ય હોવા છતાં પણ જલાદિથી વ્યાવૃત્ત હોવાના કારણે વિશેષ પણ કહેવાય છે અને મેચકરત્ન એક હોવા છતાં પણ અનેકાકાર હોય છે તેવી જ રીતે એક જ દ્રવ્ય અનેકાન્તરૂપ હોઈ શકે છે, એમાં કોઈ વિરોધ નથી. મુક્તિમાં પણ અનેકાન્ત લાગુ પડી શકે છે. એક જ આત્મા જે અનાદિકાળથી બદ્ધ હતો તે જ કર્મબન્ધનથી મુક્ત થયો છે, તેથી તે આત્માને વર્તમાન પર્યાયની દષ્ટિએ મુક્ત અને અતીત પર્યાયોની દૃષ્ટિએ અમુક્ત કહી શકીએ છીએ, એમાં શું વિરોધ છે? દ્રવ્ય તો અનાદિ-અનન્ત હોય છે. તેમાં સૈકાલિક પર્યાયોની દષ્ટિએ અનેક વ્યવહાર થઈ શકે છે. મુક્ત કર્મબન્ધનમાંથી થયો છે, સ્વસ્વરૂપથી તો તે સદા અમુક્ત (સ્વરૂપસ્થિત) જ છે. અનેકાન્તમાં પણ અનેકાન્ત લાગુ પડે છે જ.' નયની અપેક્ષાએ એકાત્ત છે અને પ્રમાણની અપેક્ષાએ વસ્તુતત્ત્વ અનેકાન્તરૂપ છે. આત્મસિદ્ધિ પ્રકરણમાં વ્યોમશિવાચાર્ય આત્માને સ્વસવેદનપ્રત્યક્ષનો વિષય સિદ્ધ કરે છે. આ પ્રકરણમાં જ્યારે પ્રશ્ન થયો કે આત્મા તો કર્યા છે તો તે સમયે સંવેદનનું કર્મ કેવી રીતે બની શકે ત્યારે તેમણે તેનું સમાધાન અનેકાન્તનો આશ્રય લઈને આ રીતે કર્યું છે – “તેમાં કોઈ વિરોધ નથી, લક્ષણભેદે બંને રૂપો હોઈ શકે છે. સ્વતંત્ર હોવાથી તે કર્તા છે અને જ્ઞાનનો વિષય હોવાથી તે કર્મ છે. અવિરોધી અનેક ધર્મ માનવામાં તો તેમને કોઈ સીધો વિરોધ છે જ નહિ. શ્રી ભાસ્કર ભટ્ટ અને સ્યાદ્વાદ બ્રહ્મસૂત્રના ભાષ્યકારોમાં ભાસ્કર ભટ્ટ ભેદભેદવાદી મનાય છે. તેમણે પોતાના ભાષ્યમાં શંકરાચાર્યનું ખંડન કર્યું છે. પરંતુ “નૈક્તિનમવા’ સૂત્રમાં ૧. જુઓ આ પુસ્તકનું પૃ. ૪૧૮ २. अथात्मनः कर्तृत्वादेकस्मिन् काले कर्मत्वासंभवेनाप्रत्यक्षत्वम्, तन्न, लक्षणभेदेन तदुपपत्तेः । तथाहि - ज्ञानचिकीर्षाधारत्वस्य कर्तृलक्षणस्योपपत्तेः कर्तृत्वम्, तदैव च क्रियया व्याप्यत्वोपलब्धेः कर्मत्वं चेति न दोषः लक्षणतन्त्रत्वाद् वस्तुव्यवस्थायाः । પ્રશસ્તપાદભાગ્યવ્યોમવતી, પૃ. ૩૯૨.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy