SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ જૈનદર્શન બીજના આકારે હતા તેમનામાંથી કેટલાક અણુઓ અન્ય અણુઓનું સાહચર્ય પામીને અંકુરાકારને ધારણ કરી લે છે. અહીં પણ પ્રૌવ્ય યા દ્રવ્ય વિચ્છિન્ન થતું નથી, કેવળ અવસ્થા બદલાઈ જાય છે. પ્રતીત્યસમુત્પાદમાં પણ પ્રતીત્ય અને સમૃત્માદ આ બે ક્રિયાઓનો એક કર્તા માન્યા વિના ગતિ નથી. કેવળ ક્રિયાઓ જ છે અને કોઈ કારક નથી આ નિરાશ્રય વાત પ્રતીતિનો વિષય બનતી નથી. તેથી તત્ત્વને ઉત્પાદ-વ્યયધ્રૌવ્યાત્મક તથા વ્યવહાર માટે સામાન્યવિશેષાત્મક સ્વીકારવું જ જોઈએ. કર્ણકગોમિ અને સ્યાદ્વાદ સૌપ્રથમ કર્ણકગોમિ દિગમ્બરોના “અન્યાપોહ અર્થાત્ ઇતરેતરાભાવ ન માનવામાં આવે તો એક વસ્તુ સર્વાત્મક બની જાય? આ સિદ્ધાન્તનું ખંડન કરતાં લખે છે કે “અભાવ દ્વારા ભાવભેદ ન કરી શકાય. જો પદાર્થો પોતાનાં કારણોથી અભિન્ન ઉત્પન્ન થયા હોય તો અભાવ તેમનામાં ભેદ ન કરી શકે અને જો પદાર્થો ભિન્ન ઉત્પન્ન થયા હોય તો અન્યોન્યાભાવની કલ્પના જ નિરર્થક બની જાય.” તે ઊર્ધ્વતા સામાન્ય અને પર્યાયવિશેષ અર્થાત દ્રવ્યપર્યાયાત્મક વસ્તુમાં દૂષણ આપતાં લખે છે કે “સામાન્ય અને વિશેષમાં અભેદ માનતાં કાં તો અત્યન્ત અભેદ રહેશે કાં તો અત્યન્ત ભેદ. અનન્તધર્માત્મક ધર્મી પ્રતીત થતો નથી, તેથી લક્ષણભેદથી પણ ભેદ થઈ શકતો નથી. દહીં અને ઊંટ પરસ્પર અભિન્ન છે કેમ કે ઊંટથી અભિન્ન દ્રવ્યત્વ સાથે દહીંનું તાદાભ્ય છે. તેથી સ્યાદ્વાદ મિથ્યાવાદ છે” ઇત્યાદિ. १. योऽपि दिगम्बरो मन्यते - सर्वात्मकमेकं स्यादन्यापोहव्यतिक्रमे । तस्माद् भेद एवान्यथा न स्यादन्योन्याभावो भावानां यदि न भवेदिति, सोऽप्यनेन निरस्तः । अभावेन भावभेदस्य कर्तुमशक्यत्वात् । नाप्यभिन्नानां हेतुतो निष्पन्नानामन्योन्याभावः संभवति । अभिन्नाश्चेन्निष्पन्नाः, कथमन्योन्याभावः संभवति ? भिन्नाश्चेन्निष्पन्नाः, થમન્યોન્યામાd"નેત્યુતમ્ ! પ્રમાણવાર્તિકસ્વવૃત્તિટીકા, પૃ. ૧૦૯. २. तेन योऽपि दिगम्बरो मन्यते - नास्माभिः घटपटादिष्वेकं सामान्यमिष्यते तेषामेकान्तभेदात् किन्त्वपरापरेण पर्यायेणावस्थासंज्ञितेन परिणामि द्रव्यम् एतदेव च सर्वपर्यायानुयायित्वात् सामान्यमुच्यते । तेन युगपदुत्पादव्ययध्रौव्ययुक्तं सत् इति वस्तुनो लक्षणमिति । तदाह घटमौलिसुवर्णार्थी ... सोऽप्यत्र निराकृत एव द्रष्टव्यः । तद्वति सामान्यविशेषवति वस्तुन्यभ्युपगम्यमाने अत्यन्तमभेदभेदौ स्याताम् ... अथ सामान्यविशेषयोः कथञ्चिद् भेद इष्यते । अत्राप्याह - अन्योन्यमित्यादि । सदृशासदृशात्मनोः सामान्यविशेषयोः यदि कथञ्चिदन्योन्यं परस्परं भेदः तदैकान्तेन तयोर्भेद एव स्यात् ... दिगम्बरस्यापि तद्वति वस्तुन्यभ्युपगम्यमाने अत्यन्तभेदाभेदौ તિામ્ ... મિથ્યવી વ ચદ્રાઃ | પ્રમાણવાર્તિકસ્વવૃત્તિટીકા, પૃ. ૩૩૨-૪૨.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy